+

Accident : ઉદયપુરમાં ટ્રેલરે રાહદારીઓને કચડ્યા, 5 લોકોના મોત…

Rajasthan : ઉદયપુરના ગોગુંડા પિંડવારા હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. જ્યાં પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી છે. જે બાદ તે ઊંડી ખાઈમાં…

Rajasthan : ઉદયપુરના ગોગુંડા પિંડવારા હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. જ્યાં પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી છે. જે બાદ તે ઊંડી ખાઈમાં પગી ગયા છે. આ અકસ્માત (Accident)માં પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં ટ્રેલરનો ડ્રાઈવર અને ઓપરેટરનો પણ સમાવેશ થયા છે. આ અકસ્માત (Accident)માં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ટ્રેલર ચાલકે કાબૂ ગુમાવતા થયો અકસ્માત…

આજે ઉદયપુરમાં માલવા ચાર રસ્તાના પૂલ પર દુઃખદ અકસ્માત (Accident)માં 5 લોકોના મોત થયા છે. અહીંથી એક હાઈસ્પીડ ટ્રેલર પસાર થઇ રહ્યું હતું. જેણે રસ્તા પર ચાલતા લોકોને ઘેરી લીધા હતા. જે બાદ ટ્રેલર બેકાબુ થઈને ઊંડી ખાઈમાં ખાબક્યું હતું. આ અકસ્માત (Accident)માં ટ્રેલરના ડ્રાઈવર અને ઓપરેટર સિવાય અન્ય ત્રણ લોકોના પણ મોત થયા છે, જેઓ બેકારિયા પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું કહેવાય છે.

આ ઘટના અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ 108 અને હાઈવેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહોને પોતાના કબજામાં લીધા છે. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. સ્વજનોના આગમન બાદ જ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થશે. આ અકસ્માત (Accident)માં ઘાયલ એક વ્યક્તિને એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Ashwini Vaishnaw : રેલ્વે મંત્રીની મોટી જાહેરાત, દાર્જિલિંગ દુર્ઘટનાના પીડિતોને મળશે આટલું વળતર?

આ પણ વાંચો : દિલ્હી એરપોર્ટ પર વીજળી ગુલ, તમામ કામગીરી ઠપ્પ, મુસાફરોને ભારે મુશ્કેલી

આ પણ વાંચો : EVM ક્યારે થશે દોષ મુક્ત? વિપક્ષ હજુ પણ કરી રહ્યું છે આક્ષેપ, રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

Whatsapp share
facebook twitter