+

WestJet : Canada માં કર્મચારી યુનિયનની હડતાળને કારણે 400 ફ્લાઈટ રદ, હજારો મુસાફરો પરેશાન…

કેનેડા (Canada)ની બીજી સૌથી મોટી એરલાઈન ‘WestJet’ ના કર્મચારીઓની હડતાળે હોબાળો મચાવ્યો છે. મેન્ટેનન્સ વર્કર્સ યુનિયન દ્વારા હડતાળની જાહેરાત કર્યા બાદ WestJet એ 407 ફ્લાઈટ્સ રદ કરી હતી. આ પછી…

કેનેડા (Canada)ની બીજી સૌથી મોટી એરલાઈન ‘WestJet’ ના કર્મચારીઓની હડતાળે હોબાળો મચાવ્યો છે. મેન્ટેનન્સ વર્કર્સ યુનિયન દ્વારા હડતાળની જાહેરાત કર્યા બાદ WestJet એ 407 ફ્લાઈટ્સ રદ કરી હતી. આ પછી હવાઈ મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો. અચાનક ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા નહતા. આ કારણે તેમનું સમગ્ર પ્રવાસનું આયોજન નિષ્ફળ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે આ હડતાળને કારણે 49,000 મુસાફરો પ્રભાવિત થયા છે.

એરક્રાફ્ટ મિકેનિક્સ ફ્રેટરનલ એસોસિએશનએ જણાવ્યું હતું કે એરલાઇનની “યુનિયન સાથે વાટાઘાટો કરવાની અનિચ્છા”ને કારણે તેના સભ્યોએ શુક્રવારે સાંજે હડતાળ શરૂ કરી હતી. આ હડતાળને કારણે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ફ્લાઈટને અસર થઈ હતી. WestJet એ 407 ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરી છે. એરલાઇન WestJet ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) એલેક્સિસ વોન હોન્સબ્રુચે પરિસ્થિતિ માટે “અમેરિકાના એક સંઘ” ને દોષી ઠેરવ્યો હતો.

હડતાળને કારણે મુસાફરો પરેશાન…

એક મોટા કર્મચારી યુનિયનની હડતાળે કેનેડિયન હવાઈ મુસાફરોને મુશ્કેલીમાં મુક્યા છે. દરેક પોતાના સ્થાને જવા માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક સાથે આટલી ફ્લાઇટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી હતી. એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર સીન મેકવે કે જેઓ શનિવારે ટોરોન્ટો પીયર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટર્મિનલ 3 પર પિકેટિંગ કરી રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે હડતાળ એ એરલાઈનને “સન્માનજનક રીતે વાટાઘાટો” કરવા દબાણ કરવાનો પ્રયાસ છે. મેકવેએ કહ્યું કે યુનિયન મુસાફરોને થતી કોઈપણ અસુવિધા બદલ દિલગીર છે.

આ પણ વાંચો : Nigeria Blast : એક પછી એક ત્રણ આત્મઘાતી હુમલા, ગર્ભવતી મહિલા અને બાળકો સહિત 18 લોકોના મોત

આ પણ વાંચો : PM મોદીએ યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ António Costa ને અભિનંદન પાઠવ્યા હતા…

આ પણ વાંચો : Sri Lanka પોલીસે 60 Indian Citizens ની ધરપકડ કરી, જાણો શું છે કારણ…

Whatsapp share
facebook twitter