+

આ દેશ હેલીકોપ્ટરથી આકાશમાં છોડી રહ્યું છે કરોડો મચ્છર, જાણો શું છે કારણ

HAWAII (USA) : HAWAII  દેશમાં હવે એક પક્ષીની પ્રજાતિને બચાવવા માટે નવો કીમિયો અપનાવવામાં આવ્યો છે. આ જાણીને ચોક્કસ તમને નવાઈ લાગશે. . દેશમાં હેલિકોપ્ટરથી લાખો-કરોડો મચ્છરો છોડવામાં આવી રહ્યા…

HAWAII (USA) : HAWAII  દેશમાં હવે એક પક્ષીની પ્રજાતિને બચાવવા માટે નવો કીમિયો અપનાવવામાં આવ્યો છે. આ જાણીને ચોક્કસ તમને નવાઈ લાગશે. . દેશમાં હેલિકોપ્ટરથી લાખો-કરોડો મચ્છરો છોડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, 1800 ના દાયકામાં યુરોપીયન અને અમેરિકન જહાજો દ્વારા મચ્છરો લાવવામાં આવેલા હતા. આ મચ્છરના કારણે મેલેરિયા ફેલાઈ રહ્યો છે, જેના કારણે તેજસ્વી રંગના હનીક્રીપર પક્ષીઓ મરી રહ્યા છે. તેઓ એટલે માટે મરી રહ્યા છે કારણ કે, તેમની રોગપ્રતિકારક શકતી ખૂબ જ ઓછી છે.

HAWAII માં લુપ્ત થઈ રહી છે આ પક્ષીની પ્રજાતિ

પક્ષીઓ ચેપગ્રસ્ત મચ્છરના એક ડંખ પછી મૃત્યુ પામે છે. હનીક્રીપરની તેત્રીસ પ્રજાતિઓ દેશમાં લુપ્ત થઈ ગઈ છે અને બાકી રહેલી 17 માંથી ઘણી ગંભીર રીતે જોખમમાં છે, જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો થોડા વર્ષોમાં સમગ્ર પ્રજાતિઓ લુપ્ત થઈ શકે છે. માટે તેમને બચાવવા માટે આ મચ્છર છોડવા જરૂરી બન્યા છે.પક્ષીઓ ચેપગ્રસ્ત મચ્છરના એક ડંખ પછી મૃત્યુ પામે છે. હનીક્રીપરની તેત્રીસ પ્રજાતિઓ દેશમાં લુપ્ત થઈ ગઈ છે અને બાકી રહેલી 17 માંથી ઘણી ગંભીર રીતે જોખમમાં છે.

મચ્છરને છોડવા એકમાત્ર રસ્તો

જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો થોડા વર્ષોમાં સમગ્ર પ્રજાતિઓ લુપ્ત થઈ શકે તેવી ચિંતા સાથે તેમને બચાવવાનો એકમાત્ર રસ્તો શક્ય તેટલા વધુ મચ્છરો છોડવાનો છે. આ મચ્છરની વાત કરવામાં આવે તો, આ મચ્છરને કૂદરતી રીતે બનતા બેક્ટેરિયા સાથે મુક્ત કરવામાં આવે છે જે જન્મ નિયંત્રણ તરીકે કાર્ય કરે છે.  HAWAII માં હનીક્રીપર પક્ષીઓને બચાવવા માટે અપનાવવામાં આવેલી નવી તકનીકમાં સાપ્તાહિક ધોરણે હેલિકોપ્ટર દ્વારા 250,000 નર મચ્છરોને છોડવામાં આવે છે.

આ પણ વાંચો : America માં વધુ એક ભારતીય નાગરિકની હત્યા, 8 મહિના પહેલા જ આવ્યો હતો…

Whatsapp share
facebook twitter