+

યમનમાં ફસાયેલી કેરળની નર્સની જિંદગી બ્લડ મની આપીને બચશે, જાણો શું છે Blood Money

Yemen Nimisha Priya Case : કેરળની નર્સ નિમિષા પ્રિયાને ઇસ્લામિક દેશ યમનમાં મોતની સજા સંભળાવવામાં આવી છે. તેના પર યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ છે. જેના પર તેને ફાંસીની સજા…

Yemen Nimisha Priya Case : કેરળની નર્સ નિમિષા પ્રિયાને ઇસ્લામિક દેશ યમનમાં મોતની સજા સંભળાવવામાં આવી છે. તેના પર યમનના નાગરિકની હત્યા કરવાનો આરોપ છે. જેના પર તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, હવે એવી ચર્ચાઓ થઇ રહી છે કે તેને યમનની જેલમાંથી છોડવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કેન્દ્ર સરકારે બ્લડ મની આપીને નિમિષાને સુરક્ષિત રીતે વતન પરત લાવવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે કેરળના પલક્કડમાં રહેતી નિમિષા વ્યવસાયે નર્સ છે. એવું શું થયું કે, તેણે યમનમાં હત્યા કરી, કેમ તે આ દેશમાં ગઇ હતી આવો જાણીએ આ આર્ટિકલમાં…

શું છે સમગ્ર મામલો?

કેરળના પલક્કડ જિલ્લાની નિમિષા, નર્સિંગનો અભ્યાસ કર્યા પછી, લગ્ન કરે છે અને વર્ષ 2012 માં તેના પરિવાર સાથે યમન પહોંચે છે. ત્યાં પહોંચ્યા પછી, તેણી પોતાની હોસ્પિટલ ખોલવાની યોજના બનાવે છે. પરંતુ યમનના નિયમો અનુસાર, તે માટે સ્થાનિક નાગરિક હોવું જરૂરી છે. આ માટે નિમિષાને તલાલ અબ્દો મહદી નામના યુવકે મદદ કરી હતી. મહદીએ નિમિષા સાથે બનાવટી લગ્નના કાગળો બનાવ્યા હતા. જે બાદ નિમિષાને હોસ્પિટલ ચલાવવાનું લાયસન્સ મળી ગયું હતું. થોડા દિવસો બાદ મહદીની નિયત ખરાબ થઇ અને તેણે નિમિષાને સંભોગ કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. જો તે તેમ નહીં કરે તો હોસ્પિટલ બંધ કરી દેવાની ધમકી આપવાનું પણ તેણે શરૂ કર્યું હતું. ઉપરાંત મહદીએ નર્સનો પાસપોર્ટ પણ છીનવી લીધો હતો. જે પછી નિમિષાએ મહદી પાસેથી તેના દસ્તાવેજો મેળવવાનો પ્લાન બનાવ્યો અને સ્થાનિક નર્સ સાથે મળીને મહદીને ઊંઘના ઈન્જેક્શન આપ્યા. પરંતુ ઈન્જેક્શનના ઓવરડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું. જે બાદ નિમિષાની ધરપકડ કરવામાં આવી હતી. નિમિષાને 2020માં ફાંસીની સજા મળી હતી. પરંતુ Blood Money ડોનેટ કરીને નિમિષાની જિંદગી બચાવી શકાય છે. જોકે, હવે કેન્દ્ર સરકારે બ્લડ મની આપીને નિમિષાને સુરક્ષિત રીતે વતન પરત લાવવાનો નિર્ણય લીધો છે.

મોટી સંખ્યામાં ભારતીયો સાઉદી અરેબિયા જાય છે

દર વર્ષે કેરળમાંથી મોટી સંખ્યામાં લોકો કામની શોધમાં સાઉદી અરેબિયા જાય છે. આ કારણોસર, સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં ભારતીયો જોવા મળે છે, ખાસ કરીને આ નાગરિકો દક્ષિણ ભારતના હોય છે. આવી સ્થિતિમાં, આ ભારતીયો ઘણીવાર સાઉદી અરેબિયાના કાયદાની ચુંગાલમાં ફસાઈ જાય છે. જે બાદ ભારતમાં રહેતા પરિવારના સભ્યોની વિનંતી પર ભારત તરફથી આ નાગરિકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે.

Blood Money શું છે?

નિમિષાને સાઉદી અરેબિયાની જેલમાંથી મુક્ત કરાવવા માટે ભારત તરફથી Blood Money ટ્રાન્સફર કરવામાં આવશે. સાઉદી અરેબિયાના કાયદા અનુસાર, પીડિતા અને તેનો પરિવાર નક્કી કરી શકે છે કે ગુનેગારને શું સજા આપવી જોઈએ કે નહીં. આ નિયમ દરેક ગુનામાં લાગુ પડે છે. પીડિત પરિવારને ગુનેગાર પાસેથી પૈસા લઈને તેને માફ કરવાનો અધિકાર છે. આ પૈસાને Blood Money કહેવામાં આવે છે. સાઉદી અરેબિયાની સરકાર માને છે કે આ પદ્ધતિ માત્ર માફી જ નહીં પરંતુ પીડિતાને સમર્થન પણ આપે છે.

આ પણ વાંચો – હજ યાત્રામાં 98 ભારતીયોના મોત, ભારત સરકારે આપી આ માહિતી

આ પણ વાંચો – Switzerland: સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને સજા

Whatsapp share
facebook twitter