+

અમેરિકામાં ફરી ગોળીબાર, કરિયાણાની દુકાનમાં ફાયરિંગ, 3ના મોત, 10 ઘાયલ

અમેરિકામાં ફાયરિંગ (Firing in America) ની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. આ દેશના અરકાનસાસ (Arkansas) માં શુક્રવારે એક કરિયાણાની દુકાન (Grocery Store) માં ગોળીબાર થયો હતો. જેમા 3 લોકોના…

અમેરિકામાં ફાયરિંગ (Firing in America) ની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. આ દેશના અરકાનસાસ (Arkansas) માં શુક્રવારે એક કરિયાણાની દુકાન (Grocery Store) માં ગોળીબાર થયો હતો. જેમા 3 લોકોના મોત (Death) થયા છે અને 10 લોકો ઘાયલ (Injured) થયા છે. આ ઘટના સવારે 11.30 વાગ્યે ફોર્ડીસમાં મેડ બુચર કરિયાણાની દુકાનમાં બની હતી. ફાયરિંગની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જવાબી કાર્યવાહી કરી, જેમાં હુમલાખોર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

અમેરિકામાં ફરી ગોળીબાર

અરકાનસાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી ડિરેક્ટર માઈક હેગરે જણાવ્યું હતું કે, 2 પોલીસ અધિકારીઓને પણ ગોળી વાગી હતી અને ઈજા થઈ હતી. રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં કરિયાણાની દુકાનની બારી પર ગોળીઓના નિશાન જોઈ શકાય છે. આ ઘટના બાદ અરકાનસાસના ગવર્નર સારાહ હકાબી સેન્ડર્સે કહ્યું કે તેમને આ ઘટના અંગે માહિતી મળી છે. આ બાબતના સમાચાર મળ્યા બાદ જેમ બને તેમ જલ્દી કાર્યવાહી કરવા બદલ હું પોલીસનો આભારી છું. મારી સંવેદના પીડિતો સાથે છે.

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?

અરકાનસાસમાં, ડેવિડ રોડ્રિગ્ઝ (58) તેની કાર ભરવા માટે સ્થાનિક ગેસ સ્ટેશન પર રોકાયો હતો. પછી તેઓએ નજીકની દુકાનમાંથી ફટાકડા જેવા અવાજો સાંભળ્યા. ડેવિડે કહ્યું કે તેણે લોકોને મેડ બુચર કરિયાણાની દુકાનમાંથી બહાર ભાગતા જોયા. આ દરમિયાન એક વ્યક્તિ જમીન પર પડેલો હતો. જણાવી દઈએ કે વર્ષ 2022માં બફેલો સુપરમાર્કેટમાં થયેલા ગોળીબારમાં 10 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો – Switzerland: સૌથી ધનિક હિન્દુજા પરિવારના 4 સભ્યોને સજા

આ પણ વાંચો – Britain Police Viral Video: બ્રિટેનમાં માનવતા મરવા પડી, ગાય પર પોલીસનો કાર વડે જીવલેણ હુમલો

Whatsapp share
facebook twitter