+

PM મોદીને રશિયાએ આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) દ્વારા સત્તાવાર રીતે રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન (Russia’s Highest Civilian Honor) – ધ ઓર્ડર ઓફ સેન્ટ…

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) દ્વારા સત્તાવાર રીતે રશિયાના સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન (Russia’s Highest Civilian Honor) – ધ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ (The Order of St. Andrew the Apostle) – એનાયત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી (PM Modi) એ રાષ્ટ્રપતિ પુતિન (President Putin) નો આભાર માન્યો છે અને કહ્યું કે આ સન્માન 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ સન્માન ભારત અને રશિયા (India and Russia) વચ્ચેની વર્ષો જૂની મિત્રતાનું પ્રતિબિંબ છે.

પુતિનના નેતૃત્વમાં બંને દેશોના સંબંધો વધુ ઘનિષ્ઠ થયા : PM મોદી

સન્માન મેળવ્યા બાદ PM મોદીએ સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે આ સન્માન પરસ્પર વિશ્વાસનું છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ સન્માન ભારત અને રશિયા વચ્ચેની વિશેષ અને વિશેષાધિકૃત ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના મતે, રાષ્ટ્રપતિ પુતિનના નેતૃત્વમાં છેલ્લા 25 વર્ષમાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ મજબૂત અને ઘનિષ્ઠ થયા છે. PM એ ભારત અને રશિયાના લોકો માટે સારા ભવિષ્યની વાત કરી હતી. તેમણે કહ્યું કે, તમામ ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા પડશે. આજે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આવા નિર્ણયોથી માત્ર બંને દેશોને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ફાયદો થશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત-રશિયા ભાગીદારી મહત્વપૂર્ણ છે. અમારું માનવું છે કે શાંતિ અને સ્થિરતા માટેના પ્રયાસો ચાલુ રહેવા જોઈએ. અમે આ દિશામાં સતત કામ કરીશું.

રશિયાના વિદેશ મંત્રીએ આ પ્રવાસને સફળ ગણાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને લઈને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ યાત્રા દરેક રીતે ઘણી સફળ છે. તેઓએ (વડાપ્રધાન મોદી અને પુતિન) દ્વિપક્ષીય એજન્ડાના દરેક મુદ્દા પર વાત કરી છે. તેઓએ આંતરરાષ્ટ્રીય સ્થિતિ તેમજ G20, BRICS, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને સંયુક્ત રાષ્ટ્રમાં આપણા સહયોગ અંગે ચર્ચા કરી.

લવરોવે કહ્યું કે અમે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. મને વિશ્વાસ છે કે આ મુલાકાત દરેક ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેના સંબંધોને સકારાત્મક પરિમાણ આપશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી રશિયાના 2 દિવસના પ્રવાસે છે. વર્ષ 2022માં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ વડાપ્રધાન મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત છે.

રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન શું છે?

સોમવારે રશિયા પહોંચેલા મોદીનું ત્યાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તેમને જે સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું છે તેના મૂળીયા 1698માં પાછા જાય છે. તેની શરૂઆત 1698 માં ઝાર પીટર ધ ગ્રેટ દ્વારા ઈસુ ખ્રિસ્ત દ્વારા પ્રેરિત રશિયાના પ્રથમ આશ્રયદાતા સંત સેન્ટ એન્ડ્ર્યુના માનમાં કરવામાં આવી હતી. Order of St. Andrew the Apostle ઉત્કૃષ્ટ નાગરિક અથવા લશ્કરી યોગ્યતા માટે આપવામાં આવે છે.

આ પણ વાંચો – PM મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, એરપોર્ટ પર Guard of Honor આપી સન્માન કરાયું

આ પણ વાંચો – India – Russia : રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીયો પરત આવશે, પુતિનના નિવાસ્થાને બેઠક…

Whatsapp share
facebook twitter