+

Pakistan : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં થયો આતંકવાદી હુમલો, ચાર આતંકી થયા ઠાર

Pakistan : પાકિસ્તાનના એક વિસ્તાર ખાસ કરીને અશાંત રહેતો હોય છે. પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એર બેઝ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એક મીડિયા રિપોર્ટ…

Pakistan : પાકિસ્તાનના એક વિસ્તાર ખાસ કરીને અશાંત રહેતો હોય છે. પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એર બેઝ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. જોકે, હુમલામાં સિદ્દીક એરબેઝને કોઈ નુકસાન થયું નથી. આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના તુર્બત જિલ્લામાં નૌકાદળની સુવિધામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે તરત જ તેમની ઓળખ કરી લેવામાં આવી હતી અને માર્યા ગયા હતા. જો કે આ ઘટના અંગે પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

નેવલ એર સ્ટેશન PNS સિદ્દીક પર આતંકી હુમલો

ઉલ્લેખનીય છે કે, સોમવારે રાત્રે આતંકવાદીઓએ તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન PNS સિદ્દીક પર હુમલો કર્યો હતો. બંને સુવિધાઓ નજીક ભારે ગોળીબાર અને વિસ્ફોટના અહેવાલ છે. વધુ વિગતે વાત કરીએ તો, ધ બલૂચિસ્તાન પોસ્ટને ટાંકીને કહ્યું કે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન PNS સિદ્દીક પર આતંકી હુમલો થયો છે. આ સાથે આ વિસ્તારમાં અનેક વિસ્ફોટના પણ અહેવાલ છે. આતંકવાદી હુમલા બાદ આરોગ્ય અધિકારીઓએ તુર્બતની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે અને તમામ ડોક્ટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

માજીદ બ્રિગેડે એરબેઝ પર થયેલા હુમલાની જવાબદારી લીધી

તમને જણાવી દઈએ કે, પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના માજીદ બ્રિગેડે તુર્બતમાં નેવલ એરબેઝ પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. સંગઠનનો આરોપ છે કે ચીન અને પાકિસ્તાન ક્ષેત્રના સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BLAએ દાવો કર્યો છે કે તેના ઘણા લડવૈયા એરબેઝમાં ઘૂસી ગયા છે. આ એરબેઝ પર ચીની ડ્રોન પણ તૈનાત છે.

આ પણ વાંચો: Maldives : માલદીવનો ઘમંડ થયો ચકનાચૂર, મોહમ્મદ મુઇઝુ ભારતના કરવા લાગ્યા વખાણ

આ પણ વાંચો: RUSSIA TERRORIST ATTACK : આતંકવાદીઓને પુતિનની ખુલ્લી ચેતવણી, કહ્યું – કોઈને પણ બક્ષવામાં નહીં આવે

આ પણ વાંચો: Russia Terrorist Attack : ISIS એ લીધી આ હુમલાની જવાબદારી, સામે આવી આતંકવાદીઓની તસવીરો

Whatsapp share
facebook twitter