+

પાકિસ્તાનની પડતા પર પાટું જેવી સ્થિતિ, ભારે વરસાદના કારણે 80 થી વધુ લોકોના મોત

બેરોજગારી અને મોંઘવારી (Unemployment and Inflation) ની માર સહન કરી રહેલા પાકિસ્તાન (Pakistan) ની પડતા પર પાટું જેવી સ્થિતિ થઇ છે. પાકિસ્તાનમાં તાજેતરમાં ભારે વરસાદ (Heavy Rain) પડ્યો છે. સ્થિતિ…

બેરોજગારી અને મોંઘવારી (Unemployment and Inflation) ની માર સહન કરી રહેલા પાકિસ્તાન (Pakistan) ની પડતા પર પાટું જેવી સ્થિતિ થઇ છે. પાકિસ્તાનમાં તાજેતરમાં ભારે વરસાદ (Heavy Rain) પડ્યો છે. સ્થિતિ હવે કાબુ બહાર હોય તેવા અહેવાલ સતત મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પૂર (Flood) ની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના કારણે અંદાજે 80 થી વધુ લોકોના મોત થયા છે.

Flood in Pakistan

Flood in Pakistan

ભારે વરસાદે તબાહી મચાવી

પાકિસ્તાન (Pakistan) પહેલા જ અનેકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને તેમા હવે ભારે વરસાદ (Rain) ના કારણે ઘણા શહેરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જણાવી દઇએ કે, છેલ્લા અઠવાડિયે પાકિસ્તાન (Pakistan)માં વરસાદના કારણે અલગ-અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 80 થી વધુ લોકો માર્યા ગયા છે અને અન્ય 82 લોકો ઘાયલ થયા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ જણાવ્યું હતું કે, દેશના ભાગોમાં ભારે વરસાદ પણ ચાલુ છે. NDMA એ શુક્રવારે જણાવ્યું હતું કે વરસાદે સમગ્ર દેશમાં 2,715 મકાનોને આંશિક અથવા સંપૂર્ણપણે નુકસાન પહોંચાડ્યું છે, સિન્હુઆ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મોટાભાગના મૃત્યુ Structural Collapse, વીજળી અને પૂરને કારણે થયા છે. અગાઉ શુક્રવારે તેના હવામાન આગાહી અહેવાલમાં, NDMA એ આગાહી કરી હતી કે આ વરસાદ 22 એપ્રિલ સુધી ચાલુ રહેશે, અને કહ્યું હતું કે અપેક્ષિત વરસાદ દેશના ઘણા વિસ્તારોમાં અચાનક પૂર તરફ દોરી શકે છે.

Floods in Pakistan

Floods in Pakistan

આ બે પ્રાંતમાં સૌથી વધુ નુકસાન

દેશના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભારે વરસાદથી સૌથી વધુ નુકસાન અને જાનહાનિ નોંધાઈ હતી, જ્યાં મુશળધાર વરસાદને કારણે 36 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 53 અન્ય લોકો ઘાયલ થયા હતા, ત્યારબાદ પૂર્વી પંજાબ પ્રાંતમાં 25 લોકો અને 8 ઘાયલ થયા હોવાના અહેવાલ છે. NDMAએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં કુલ 15 લોકોના મોત થયા છે અને 10 અન્ય ઘાયલ થયા છે, જ્યારે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ભારે વરસાદને કારણે 11 લોકોના મોત થયા છે અને 11 અન્ય ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે તાજેતરના ભારે વરસાદને કારણે અમૂલ્ય જાન અને સંપત્તિના નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સંબંધિત વિભાગોને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પ્રવૃતિઓને ઝડપી બનાવવા અને વરસાદ અને ભૂસ્ખલનને કારણે બંધ થયેલા રસ્તાઓ ખોલવાનું કામ ઝડપી બનાવવા પણ જણાવ્યું હતું.

Inflation in Pakistan

Inflation in Pakistan

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ નબળી

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત નબળી પડી રહી છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાકિસ્તાનને બચાવી શકશે કે કેમ તેવા સવાલો ઘણી વખત ઉઠ્યા છે. IMFએ નાણાકીય વર્ષ 2024 માટે પાકિસ્તાનના વિકાસ દરના અંદાજને ઘટાડીને 2% કર્યો છે. પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકે મોંઘવારીના અંદાજમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માટે ચિંતા વધી રહી છે. પાકિસ્તાનમાં ડેટ-ગ્રોથ રેશિયો હાલમાં 70 ટકાથી વધુ છે. નીચા ડેટ-ગ્રોથ રેશિયોને સ્વસ્થ અર્થતંત્રનું માપ ગણવામાં આવે છે. પાકિસ્તાનમાં વ્યાપક આર્થિક સંકટનો ખતરો યથાવત છે.

આ પણ વાંચો – ભારે વરસાદ બાદ દુબઈમાં કુદરતનો કહેર, રેગિસ્તાન બન્યું દરિયા સમાન, જુઓ Video

આ પણ વાંચો – Dubai માં ભારે પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના મોટા સમાચાર!, હેલ્પલાઈન નંબર જાહેર કર્યો…

Whatsapp share
facebook twitter