+

Astronaut: Sunita Williamsને સ્પેસમાંથી પરત લાવવા પર…..

Astronaut : અંતરિક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર લઇ જનારા બોઇંગ સ્ટારલાઇનરને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. નાસાએ શુક્રવારે માહિતી આપી હતી કે અવકાશયાત્રીઓના પ્રથમ ક્રૂને લઈ ગયેલા સ્ટારલાઈનરને પરત લાવવાનું મોકૂફ…

Astronaut : અંતરિક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર લઇ જનારા બોઇંગ સ્ટારલાઇનરને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. નાસાએ શુક્રવારે માહિતી આપી હતી કે અવકાશયાત્રીઓના પ્રથમ ક્રૂને લઈ ગયેલા સ્ટારલાઈનરને પરત લાવવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે. નાસાએ તેની પરત ફરવાની કોઈ નવી તારીખ આપી નથી, જેના કારણે મિશનના Sunita Williams સહિતના બે અવકાશયાત્રીઓ ક્યારે પરત આવશે તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ટેસ્ટિંગ અને ટેકનિકલ સમસ્યાઓના કારણે પહેલાથી જ વિલંબ થયો છે. અવકાશયાનની પરત આવવાની તારીખ અગાઉ 26 જૂન નક્કી કરાઇ હતી.

સવાલો ઉભા થયા છે કે સ્ટારલાઇનર પોતાના કૃને ક્યારે પરત લાવી શકશે

અમેરિકન અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને સુનીતા વિલિયમ્સે 5 જૂને ઉડાન ભરી હતી. 2019 થી, તેને મનુષ્ય વિના બે વાર અવકાશમાં મોકલવામાં આવ્યું છે. તેના થ્રસ્ટર્સને પાંચ નિષ્ફળતા અને પાંચ હિલીયમ લીકનો સામનો કરવો પડ્યો છે. નાસા અને બોઇંગમાં ખામી સર્જાઈ અને વધારાના પરીક્ષણો કરવા પડ્યા જેથી સવાલો ઉભા થયા છે કે વાસ્તવમાં સ્ટારલાઇનર પોતાના કૃને ક્યારે પરત લાવી શકશે. આ સિવાય આ સ્પેસક્રાફ્ટની ઘણી સમસ્યાઓ સામે આવી છે.

અવકાશયાનને ઘણી સમસ્યાઓ આવી

કંપનીએ આ પ્રોજેક્ટ માટે $4.5 બિલિયન નાસા ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટ ઉપરાંત કોસ્ટ ઓવરરન્સ પર $1.5 બિલિયનનો ખર્ચ કર્યો છે. નાસા ઇચ્છે છે કે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન સાથે અંતરિક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઇ જનાર સ્ટારલાઇનર બીજું યુએસ અવકાશયાન બને. બોઇંગનો સ્ટારલાઇનર પ્રોગ્રામ વર્ષોથી સોફ્ટવેરની ખામીઓ, ડિઝાઇન સમસ્યાઓ અને પેટા કોન્ટ્રાક્ટરો સાથેના વિવાદોથી ઘેરાયેલો છે. 6 જૂને સ્ટારલાઇનર સ્પેસ સ્ટેશન પર ડોક કરવા માટે પહોંચ્યું ત્યારે થ્રસ્ટરની નિષ્ફળતા જોવા મળી હતી. આ કારણે જ્યાં સુધી ખામી દૂર ન થાય ત્યાં સુધી અવકાશયાન સ્પેસ સ્ટેશનની નજીક નહોતું ગયું.

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિતના કૃ ને સમસ્યા

NASAની ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર હાજર અન્ય આઠ ક્રૂ મેમ્બર્સ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર છુપાયેલા સ્પેસબગની માહિતી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ એન્ટેરોબેક્ટર બ્યુગાન્ડેન્સિસ નામના અત્યંત શક્તિશાળી બેક્ટેરિયાની શોધ કરી છે જે સ્પેસ સ્ટેશનના બંધ વાતાવરણમાં વિકસિત થઈ છે. તે વધુને વધુ શક્તિશાળી બની રહ્યું છે અને તેણે દવાઓ સામે પ્રતિકાર વિકસાવ્યો છે, જેના કારણે તેને ‘સુપરબગ’ કહેવામાં આવે છે. આ સ્પેસબગ માનવ શ્વસનતંત્રને ચેપ લગાડે છે.

સુનિતા વિલિયમ્સ 6 જૂને ISS પહોંચી હતી

અહીં એ જાણવું અગત્યનું છે કે સ્પેસબગ્સ બહારની દુનિયાની નથી, બલ્કે તે બગ્સ છે જે અવકાશયાત્રીઓ જ્યારે ISS પર કામ કરવા જાય છે ત્યારે ગુપ્ત રીતે તેમની સાથે રહે છે. સુનિતા વિલિયમ્સ અને તેના સહ-અવકાશયાત્રી બેરી યુજેન બુચ બિલમોર નવા બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનમાં 6 જૂન, 2024ના રોજ ISS પર પહોંચ્યા. વિલિયમ્સ એક અઠવાડિયા કરતાં વધુ સમય માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેવાની અપેક્ષા છે. સાત અન્ય ક્રૂ મેમ્બર લાંબા સમયથી ISS પર રહે છે. અવકાશનો કાટમાળ અને નાના ધૂમકેતુઓ સામાન્ય રીતે સ્પેસ સ્ટેશન પર તૈનાત અવકાશયાત્રીઓ માટે ખતરો હોય છે, પરંતુ છેલ્લા 24 વર્ષથી અવકાશ સ્ટેશન પર સતત રોકાણ દરમિયાન તેમની સાથે લઈ જવામાં આવતી આ સ્પેસબગ્સ હવે એક નવી સમસ્યા બની રહી છે.

આ પણ વાંચો—Sunita Williams ત્રીજી વાર ભરી અંતરિક્ષની ઉડાન, રચ્યો ઇતિહસ

Whatsapp share
facebook twitter