+

ભારતનો દુનિયામાં વાગ્યો ડંકો! વર્ષ 2023 માં વિદેશમાંથી ભારતમાં આવ્યા 120 અરબ ડોલર રૂપિયા

વિદેશમાં રહેતા ભારતીયો ભલે તેમની કર્મભૂમિને ઘર બનાવે પરંતુ તેઓ હમેશા ભારતની પડખે ઊભા રહે છે. હવે વિદેશમાં રહેલા આપણા ભારતીયોએ નવો રેકોર્ડ બનાવી નાખ્યો છે. વિદેશમાંથી ભારતમાં મોકલાવામાં આવતા…

વિદેશમાં રહેતા ભારતીયો ભલે તેમની કર્મભૂમિને ઘર બનાવે પરંતુ તેઓ હમેશા ભારતની પડખે ઊભા રહે છે. હવે વિદેશમાં રહેલા આપણા ભારતીયોએ નવો રેકોર્ડ બનાવી નાખ્યો છે. વિદેશમાંથી ભારતમાં મોકલાવામાં આવતા નાણાની સૂચિમાં ભારતે નવો વિક્રમ સર્જ્યો છે. વિદેશમાં રહેતા ભારતીયોએ વિદેશમાંથી મોકલવામાં આવતા નાણાંના સંદર્ભમાં ભારતે મજબૂત સ્થાન અપાવ્યું છે. વિદેશમાં રહેતા ભારતીયોએ ગયા વર્ષે એટલે કે 2023 માં 120 બિલિયન ડોલર આપણા વતન ભારતમાં મોકલ્યા હતા. આ સમાન સમયગાળામાં મેક્સિકોને મળેલા $66 બિલિયનના આંકડો લગભગ બમણો છે. વિશ્વ બેંક  (WORLD BANK) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. ચીન ($50 બિલિયન), ફિલિપાઇન્સ ($39 બિલિયન) અને પાકિસ્તાન ($27 બિલિયન) રેમિટન્સ પ્રાપ્ત કરનારા ટોચના પાંચ દેશોમાં છે.

WORLD BANK ના રિપોર્ટમા અપાઈ માહિતી

વિશ્વ બઁક (WORLD BANK) દ્વારા આ બાબતે અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આ બાબતે માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટના અનુસાર, વિદેશમાંથી ભારતમાં આવતા નાણામાં 7.5 ટકાના દરે વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ભારતમાં અને અન્ય દેશોમાં કુશળ કામદારોના સૌથી મોટા કેન્દ્ર એવા અમેરિકાના શ્રમ બજારમાં ફુગાવામાં ઘટાડો અને કુશળ અને ઓછા કુશળ કામદારોની માંગ મજબૂત થવાના ફાયદા સ્પષ્ટપણે દેખાતા હતા. વિદેશમાં માંગની સમાન સ્થિતિ પાકિસ્તાનને પણ મદદ કરી શકી હોત, પરંતુ આંતરિક ઉથલપાથલ અને આર્થિક મુશ્કેલીઓના કારણે વિદેશમાંથી નાણાનો દર 12 ટકા ઘટ્યો હતો.

ભારતમાંથી કુશળ ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા સૌથી મોટું ડેસ્ટિનેશન

પ્રાપ્ત અહેવાલો અનુસાર, ભારતમાંથી કુશળ ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા સૌથી મોટું ડેસ્ટિનેશન છે. આ ઉપરાંત ગલ્ફ દેશો (GCC)માં કુશળ અને અર્ધ-કુશળ કામદારોની માંગની પણ રેમિટન્સ પર સકારાત્મક અસર પડી હતી. આ બાબતમાં પાકિસ્તાનના કિસ્સામાં પણ વિદેશમાં માંગ સારી હતી.

આ પણ વાંચો : Black Magic : મંત્રીએ જ દેશના સર્વોચ્ચ નેતા પર કરાવી મેલી વિદ્યા….

Whatsapp share
facebook twitter