+

પાકિસ્તાનની સંસદમાં ભારતની ચૂંટણીના થયા વખાણ

Parliament of Pakistan : ભારતમાં ભલે લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્ણ થઇ ગઇ હોય પણ વિદેશમાં ચર્ચા આજે પણ થઇ રહી છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાન (India’s neighboring country…

Parliament of Pakistan : ભારતમાં ભલે લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્ણ થઇ ગઇ હોય પણ વિદેશમાં ચર્ચા આજે પણ થઇ રહી છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાન (India’s neighboring country Pakistan) માં પણ આ વિશે તાજેતરમાં ચર્ચાઓ થઇ હતી. આ ચર્ચા પાકિસ્તાનની સંસદ (Parliament of Pakistan) માં થઇ છે. જ્યા વિપક્ષના નેતા શિબલી ફરાઝે (Leader of Opposition Shibli Faraz) ભારતીય ચૂંટણી પ્રક્રિયાની પ્રશંસા કરી હતી. ફરાજે પ્રકાશિત કર્યું કે કેવી રીતે વિશ્વની સૌથી મોટી લોકશાહીએ પરિણામોની જાહેરાત કરીને EVM વડે તેની લાંબી ચાલતી ચૂંટણી સફળતાપૂર્વક હાથ ધરી. તેમણે છેતરપિંડીના કોઈપણ આરોપો વિના સરળતાથી સત્તાનું ટ્રાન્સફર કર્યું. આપણે આવું કેમ કરી શકતા નથી?

પાકિસ્તાનના વિપક્ષના નેતાએ કર્યા ભારતના વખાણ

દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં ગત 1 જૂનના રોજ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ અને 4 જૂનના રોજ તેના પરિણામ જાહેર થયા. આ ચૂંટણીને 7 તબક્કામાં યોજવામાં આવી હતી. અમુક જગ્યાઓને છોડી દઇએ તો લગભગ આ ચૂંટણીમાં કોઇ મોટી જાનહાની થઇ નથી. અને આનાથી પ્રભાવિત થઇ પાકિસ્તાનની સંસદમાં ભારતની ચૂંટણીના વખાણ થઇ રહ્યા છે. પાકિસ્તાનની સેનેટમાં વિરોધ પક્ષના નેતા અને પીટીઆઈના સાંસદ શિબલી ફરાઝે તેમના ભાષણમાં ભારતની ચૂંટણી પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આપણે ભારતની જેમ ચૂંટણી કેમ ન કરાવી શકીએ? ભારતમાં કરોડો લોકોએ મતદાન કર્યું. જેથી ઘણા મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા. EVM નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જગ્યાએથી સામે આવ્યું નથી કે ચૂંટણીમાં ગોટાળો થયો છે. ફરાઝે ભારતનું નામ લીધા વિના આ બધી વાતો કહી હતી. જો કે તેમણે ભારતને દુશ્મન દેશ પણ કહ્યો હતો, પરંતુ તેમણે આપણી ચૂંટણી પ્રક્રિયાના વખાણ કર્યા અને ભારતની જેમ પાકિસ્તાનમાં પણ ચૂંટણી કરાવવાની વાત કરી. આ રીતે પાકિસ્તાનની સંસદમાં ભારતની ચર્ચા થઈ હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

નામ લીધા વગર ચૂંટણી પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદ અને સંસદમાં વિરોધ પક્ષના નેતા શિબલી ફરાઝે ભારતીય ચૂંટણી પ્રક્રિયાના વખાણ કરવાના બહાને પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતે આટલી મોટી ચૂંટણી કરાવી. કોઈપણ ગડબડ વિના તેને પૂર્ણ કરી. ચૂંટણી કોઈ પણ પ્રકારની હેરાફેરી વગર યોજાઈ હતી. પરિણામો આવ્યા, વડાપ્રધાને શપથ પણ લીધા. સરકારે પણ કામ શરૂ કર્યું. ભારત આપણો દુશ્મન દેશ છે, પરંતુ હું દુશ્મન દેશનું ઉદાહરણ નહીં આપું, પરંતુ હાલમાં જ એક દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. 80 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું. હજારો મતદાન મથકો બનાવાયા હતા. લોકોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. EVM નો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને લગભગ એક મહિના સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહી હતી.

આ પણ વાંચો – પાકિસ્તાનમાં શખ્સે કરી Gay Club ખોલવાની ડિમાન્ડ, અને પછી…

આ પણ વાંચો – Imran Riaz Khan Arrested: Pakistan સરકારની ટીકા કરનાર પત્રકારની પાક. ની ગુપ્તચર એજન્સીઓએ કરી ધરપકડ

Whatsapp share
facebook twitter