+

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે Good News! ટ્રમ્પે કહ્યું – ગ્રેજ્યુએટ થતાં જ મળશે Green Card

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ (former President of the United States) અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (presidential candidate) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના બેબાક નિવેદનના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં તેમણે…

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ (former President of the United States) અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (presidential candidate) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પોતાના બેબાક નિવેદનના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તાજેતરમાં તેમણે અમેરિકામાં વિદેશી સ્નાતકોને ગ્રીન કાર્ડ (Green Card) આપવાનું વચન આપ્યું છે. ટ્રમ્પે એક પોડકાસ્ટ (Podcast) દરમિયાન આ સૂચન આપ્યું હતું. ટ્રમ્પના આ પગલાને નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણી (General Election) પહેલા સ્થળાંતર અંગેના તેમના વલણમાં નરમાઈ તરીકે જોવામાં આવી રહ્યું છે. અગાઉ ટ્રમ્પે વિદેશીઓ માટે અમેરિકામાં સ્થળાંતર કરવાના નિયમો કડક કર્યા હતા.

ગ્રેજ્યુએટ થતાં જ ભારતીયોને ગ્રીનકાર્ડ અપાશે

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે પ્રકાશિત પોડકાસ્ટ દ્વારા તેમના ઇરાદા વ્યક્ત કર્યા હતા. જણાવી દઇએ કે, અમેરિકામાં આ વર્ષના અંત સુધીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધો મુકાબલો છે. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, જે પણ વિદેશી વિદ્યાર્થી અમેરિકામાંથી સ્નાતક થાય છે તેને આપોઆપ ગ્રીન કાર્ડ મળવું જોઈએ. આ સાથે વિદ્યાર્થીઓ અહીં રહીને કામ કરી શકશે. તેમણે એક પોડકાસ્ટ દરમિયાન આ સૂચન આપ્યું હતું. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને જાહેરાત કરી છે કે, અમેરિકન નાગરિકો સાથે લગ્ન કરનારા ઇમિગ્રન્ટ્સને નાગરિકતા આપવામાં આવશે. બાઈડેને અડધા મિલિયન અમેરિકન નાગરિકોના જીવનસાથી માટે વિઝા નિયમો હળવા કર્યા પછી ટ્રમ્પનું વચન આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકન નાગરિકતા માટે ગ્રીન કાર્ડ એક મહત્વપૂર્ણ પગલું છે. તે એક ઓળખ દસ્તાવેજ છે જે દર્શાવે છે કે વ્યક્તિ યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી રૂપે રહે છે.

  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ચૂંટણીવચન
  • ગ્રેજ્યુએટ થતાં જ ભારતીયોને ગ્રીનકાર્ડ અપાશે
  • ઈમિગ્રેશન મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો મોટો યુ-ટર્ન
  • પ્રતિભાનો લાભ અમેરિકાને મળવો જોઈએઃ ટ્રમ્પ
  • અમેરિકામાં સૌથી વધુ 3.50 લાખ ભારતીય વિદ્યાર્થી
  • ગ્રીનકાર્ડ અમેરિકામાં સ્થાયી રહેવાનો દરજ્જો
  • હાલ 12 લાખ ભારતીય ગ્રીનકાર્ડની પ્રતિક્ષા કરે છે
  • મોટાભાગની અરજીઓ 5 વર્ષથી અટકેલી પડી છે
  • 8 રાજ્યમાં હાર-જીત ભારતીયોના મત પર નિર્ભર

વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાનું વચન

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન અંગેના પોતાના વલણમાં નરમાઈ કરતા અમેરિકન કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાનું વચન આપ્યું છે. જેથી તેઓને ભારત અને ચીન જેવા દેશોમાં પાછા ફરવું ન પડે. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળની નીતિનો પુનરોચ્ચાર કર્યો, જેમાં STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થામાંથી ડિગ્રી મેળવ્યા પછી વિદેશી વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ આપવાનો સમાવેશ થાય છે. “કોઈપણ શખ્સ કૉલેજમાંથી સ્નાતક થાય છે, પછી ભલે તમે ત્યાં 2 વર્ષ માટે જાઓ કે 4 વર્ષ માટે, જો તમે સ્નાતક થયા છો અથવા તમે કૉલેજમાંથી ડોક્ટરલ ડિગ્રી મેળવો છો, તો તમારે આ દેશમાં રહેવાની જરૂર છે.” અગાઉ, મિશિગનમાં એક કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, ટ્રમ્પે તેમના સમર્થકોને નવેમ્બરની ચૂંટણીમાં એવા રાષ્ટ્રપતિ માટે મત આપવાનું આહ્વાન કર્યું હતું જે દેશમાંથી કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદીઓને ભગાડે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ હંમેશા રાષ્ટ્રપતિ જો બાઈડેન પર ઈસ્લામિક કટ્ટરપંથીઓના શુભચિંતક હોવાનો આરોપ લગાવતા રહ્યા છે.

Green Card શું છે?

અમેરિકાની સરકાર લોકોને તેમના દેશમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપવા માટે કાર્ડ જારી કરે છે. તેને કાયમી નિવાસી કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાયમી વિઝા છે. તેને ગ્રીન કાર્ડ પણ કહેવામાં આવે છે. તેની મદદથી તમે જ્યારે ઈચ્છો ત્યારે અમેરિકાથી આવી અને જઈ શકો છો.

આ પણ વાંચો – અમેરિકામાં ફરી ગોળીબાર, કરિયાણાની દુકાનમાં ફાયરિંગ, 3ના મોત, 10 ઘાયલ

આ પણ વાંચો – હજ યાત્રામાં 98 ભારતીયોના મોત, ભારત સરકારે આપી આ માહિતી

Whatsapp share
facebook twitter