+

મોદી હારે તો સારું…જાણો કેમ ભારતના PM ની હાર ઇચ્છે છે પાકિસ્તાન

ભારતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને સમગ્ર વિશ્વ ખૂબ જ નજીકથી જોઇ રહ્યું છે. જેમા પડોશી દેશ પાકિસ્તાન (Pakistan) પણ છે. ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને લઇને પાકિસ્તાનમાં પણ…

ભારતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) ને સમગ્ર વિશ્વ ખૂબ જ નજીકથી જોઇ રહ્યું છે. જેમા પડોશી દેશ પાકિસ્તાન (Pakistan) પણ છે. ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને લઇને પાકિસ્તાનમાં પણ ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે અહીંના એક નેતાનું નિવેદન હાલમાં ચર્ચામાં આવ્યું છે. પાકિસ્તાનની ઈમરાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરી (Fawad Chaudhary) એ એક વીડિયો જાહેર (Released a Video) કરતા કહ્યું છે કે, લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ની હાર થાય અને સમગ્ર પાકિસ્તાન તેમની હારની કામના કરી રહ્યું છે. તેમણે આ વીડિયોમાં ભારત અને પાકિસ્તાનના સંબંધો (India and Pakistan Relations) વિશે પણ કહ્યું છે.

PM નરેન્દ્ર મોદી ન જીતે તેવી કામના કરતું પાકિસ્તાન

જ્યારે પણ ભારતમાં ચૂંટણી (Election in India) હોય છે ત્યારે પાકિસ્તાન (Pakistan) દ્વારા કોઇને કોઇ નિવેદન આપવામાં જ આવે છે. આ વખતે પણ તેનું પુનરાવર્તન (Repeated) કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી (Former Minister of Pakistan Fawad Chaudhary) એ ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીને PM નરેન્દ્ર મોદી ન જીતે તેવી કામના કરતો એક વીડિયો જાહેર કર્યો છે. જેમા તે કહે છે કે, કાશ્મીરના મુસ્લિમો (Muslims of Kashmir) હોય કે બાકીના ભારતના, તેઓ હાલમાં કટ્ટરવાદી વિચારધારાનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી (Narendra Modi) ની ચૂંટણીમાં હાર થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પાકિસ્તાનમાં પણ દરેક આ ઈચ્છે છે. ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચેના સંબંધો ત્યારે જ સુધરી શકે છે જ્યારે ઉગ્રવાદ ઘટશે. પાકિસ્તાનમાં ભારત પ્રત્યે નફરત નથી. પરંતુ, ત્યાં RSS અને BJPનું ગઠબંધન પાકિસ્તાન પ્રત્યે નફરત, મુસ્લિમો પ્રત્યે નફરત પેદા કરી રહ્યું છે અને આ વિચારધારાના લોકોને હરાવવાની આપણી ફરજ છે.

PM મોદીને હરાવનારને મારી શુભકામનાઓ : ફવાદ ચૌધરી

ન્યૂઝ એજન્સી IANSને આપેલા ઈન્ટરવ્યુમાં ફવાદ ચૌધરીએ 2024ની લોકસભા ચૂંટણીમાં INDIA એલાયન્સની જીત માટે શુભેચ્છા પાઠવી છે. ફવાદ ચૌધરીએ કહ્યું કે, “કાશ્મીરના મુસ્લિમો હોય કે બાકીના ભારતના, તેઓ એક ચોક્કસ વિચારધારાનો સામનો કરી રહ્યા છે. તેઓ અત્યાચારોનો સામનો કરી રહ્યા છે. ભારતમાં રહેતા લઘુમતીઓ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. એટલે મહત્વનું છે કે નરેન્દ્ર મોદી આ ચૂંટણી હારે. ચૌધરીએ વધુમાં કહ્યું કે હું સમજું છું કે ભારતના મતદારો મૂર્ખ નથી. તેમણે કહ્યું, ‘ભારતીય મતદારોને આમાં ફાયદો છે. પાકિસ્તાન સાથે સારા સંબંધો માટે અને ભારતને એક પ્રગતિશીલ દેશ તરીકે આગળ વધવા માટે નરેન્દ્ર મોદી અને તેમની કટ્ટરવાદી વિચારસરણીને હરાવવા ખૂબ જ જરૂરી છે. જે પણ તેમને હરાવે, પછી તે રાહુલ હોય, કેજરીવાલ હોય કે મમતા બેનર્જી હોય, અમારી તેમને શુભેચ્છાઓ છે. આ નિવેદન આપતા પહેલા પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમની પાર્ટીના વખાણ કર્યા હતા. તેમણે સત્તામાં આવે તો ‘સંસાધનોનો સર્વે અને તેના વિતરણ’ના કોંગ્રેસના વચનની પણ પ્રશંસા કરી. જેના જવાબમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાકિસ્તાન અને કોંગ્રેસ વચ્ચેની ડીલનો પર્દાફાશ થઈ ગયો છે.

આ પણ વાંચો – 25 વર્ષ બાદ Pakistan એ પોતાની ભૂલ સ્વીકારી, જાણો શું હતો સમગ્ર મામલો…

આ પણ વાંચો – Pakistan Heat Wave : તાપમાન 52 ડિગ્રીને પાર, કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ

Whatsapp share
facebook twitter