+

USA : ન્યુયોર્કમાં એક બિલ્ડિંગમાં ભીષણ આગ, ભારતીય મૂળના પત્રકારનું મોત

USA : અમેરિકા (USA)ના ન્યુયોર્કમાં શુક્રવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે ભારતીય મૂળના પત્રકારનું મોત થયું હતું. અમેરિકામાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું કે…

USA : અમેરિકા (USA)ના ન્યુયોર્કમાં શુક્રવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે ભારતીય મૂળના પત્રકારનું મોત થયું હતું. અમેરિકામાં ભારતીય દૂતાવાસે એક નિવેદન જારી કરીને કહ્યું કે આગની આ ઘટનામાં 27 વર્ષીય ભારતીય પત્રકારનું મોત થયું છે. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે તેની ઓળખ ફાઝિલ ખાન તરીકે કરી અને કહ્યું કે તેઓ તેના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે.

27 વર્ષીય ભારતીયનું મોત

દુર્ઘટના બાદ, દૂતાવાસે ટ્વિટ કર્યું કે ન્યૂયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય નાગરિક ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. સ્વર્ગસ્થના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના. ફાઝીલ ખાન પરીવારના અમે સતત સંપર્કમાં છીએ. અમે મૃતદેહને ભારત પરત મોકલવા માટે તમામ શક્ય મદદ કરીશું.”

લિથિયમ-આયન બેટરીના કારણે આગ

સ્થાનિક અગ્નિશમન વિભાગને ટાંકીને સ્થાનિક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે લિથિયમ-આયન બેટરીના કારણે શુક્રવારે હાર્લેમ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ભારે આગ ફાટી નીકળી હતી. સત્તર અન્ય લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક લોકો વિસ્થાપિત થયા હતા, જેમને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. આગ ભીષણ હતી અને લોકોએ બારીમાંથી કૂદી જીવ બચાવ્યો હતો. અકીલ જોન્સ નામની એક નિવાસીએ જણાવ્યું હતું કે તે અને તેના પિતા માત્ર તેમના ફોન અને ચાવીઓ વડે આગમાંથી બચી ગયા હતા.

લોકો બિલ્ડીંગ પરથી નીચે કૂદી પડ્યા

પોતાનો જીવ બચાવવા સેન્ટ નિકોલસ પ્લેસ એપાર્ટમેન્ટ બિલ્ડિંગના રહેવાસીઓએ આગથી બચવા માટે બિલ્ડિંગ પરથી કૂદી પડવું પડ્યું હતું. આ દરમિયાન કુલ 18 લોકોને બચાવી લેવાયા હતા. તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર છે.

આ પણ વાંચો—-SOUTH AFRICA CAPITAL: ભૌગોલિક સ્તરે વિશ્વનો સૌથી અનોખો દેશ, જાણો… કેમ તેની 3 રાજધાની ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter