+

Earthquake: અમેરિકામાં ભૂકંપના આચંકા, હવાઈ અને કેલિફોર્નિયા ભૂકંપથી હચમચી ગયા

Earthquake: અમેરિકાના હવાઈના બિગ આઈલેન્ડ અને માલિબુના નજીક આવેલા કેલિફોર્નિયામાં શુક્રવારે ભૂંકપના ઝટકા અનુભવાયા હતાં. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા આ જાણકારી આપી હતી. યૂએસજીએસને જણાવ્યું હતું કે, શુક્રવારે હવાઈમાં શુક્રવારે…

Earthquake: અમેરિકાના હવાઈના બિગ આઈલેન્ડ અને માલિબુના નજીક આવેલા કેલિફોર્નિયામાં શુક્રવારે ભૂંકપના ઝટકા અનુભવાયા હતાં. અમેરિકન ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા આ જાણકારી આપી હતી. યૂએસજીએસને જણાવ્યું હતું કે, શુક્રવારે હવાઈમાં શુક્રવારે 5.7 તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો તેની કેન્દ્ર બિંદુ નાલેહુથી 18 કિમી દક્ષિણમાં અને 10 કિમી ગહેરાઈ માપવામાં આવી હતીં. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું કે સુનામીનો કોઈ ખતરો નથી.

1.47 કલાકે 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

આ સિવાય સધર્ન કેલિફોર્નિયામાં શુક્રવારે બપોરે 1.47 કલાકે 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા લોસ એન્જલસ વિસ્તારમાં પણ અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 13 કિલોમીટર દૂર હતું. આ વિસ્તાર સાન્ટા મોનિકા પર્વતોમાં છે, ડાઉનટાઉન લોસ એન્જલસથી લગભગ 35 માઇલ (56 કિલોમીટર) પશ્ચિમમાં. શુક્રવારે સાન ફર્નાન્ડોમાં 1971ના ભૂકંપની 53મી વર્ષગાંઠ હતી. સાન ફર્નાન્ડોમાં આવેલા 6.6ની તીવ્રતાના ભૂકંપને કારણે 64 લોકોના મોત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, અત્યારે વિશ્વભરમાં ઘણા જગ્યાએ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. હમણાં જ થોડા સમય પહેલા કચ્છમાં પણ ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. નોંધનીય છે કે, પૃથ્વી પર સૌથી વધાર ભૂકંપ જાપાનમાં આવે છે. કારણ કે, સૌથી વધારે સક્રિય જ્વાળામુખી જાપાનમાં આવેલા છે અને તે ગમે ત્યારે સક્રિય થઈ જાય છે. જેથી સ્વાભાવિક છે કે, ભૂકંપનો અનુભવ થવાનો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Vivek Tanuja: અમેરિકામાં ફરી એક ભારતીય વ્યક્તિની હત્યા, પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

Whatsapp share
facebook twitter