New Hampshire primary election: વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં અત્યારે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે મળતી વિગતો પ્રમાણે રિપલ્બિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંટણીમાં નિક્કી હેલીને હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂ હેમ્પશાયર પ્રાઈમરી ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી જીત મળી છે. આ પહેલા આયોવામાં થયેલી ચૂંટણીમાં પણ ટ્રમ્પને મોટી જીત મળી ચુકી છે. આ બે મોટી જીત સાથે રિપબ્લિકન પાર્ટીમાંથી ઉમેદવાર બનવાના ટ્રમ્પના પ્રયાસો તેજ થઈ ગયા છે. હાલમાં નિક્કી હેલી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે.
નિક્કી હેલી પાતાની જીત મેળવામાં અસર્મથ રહ્યા
2024માં રાષ્ટ્રપતિના નામાંકન માટે ચાલી રહેલા દોરમાં ટ્રમ્પને મળેળી લગાતાર બીજી જીતે પોતાના વિરોધીઓને માત આપી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે રાષ્ટ્રપતિની દાવેદારીમં નિક્કી હેલી સ્વતંત્ર અને ટ્રમ્પ વિરોધો મતદાતાઓ વચ્ચે પાતાની જીત મેળવામાં અસર્મથ રહી છે. જેઓ પાર્ટી માટે નવા નેતાની શોધમાં છે.
મે ચીન અને રશિયા માટે કડક વલણ રાખ્યું: હેલી
અત્યારે અમેરિકામાં એક પ્રચાર અભિયાન દરમિયાન નિક્કી હેલીએ કહ્યું હતું કે, ટ્રમ્પે કેટલીય વખત ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગના વખાણ કર્યા છે. જ્યારે ચીન એ છે જેણે કોરોના જેવા મહાબિમારી પેદા કરી હતી. મે ટ્રમ્પની તુલનએ ચીન અને રશિયા માટે કડક વલણ રાખ્યું છે. આ પહેલા હેમ્પશાયરમાં એક રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ નિક્કી હેલી અને અમેરિકી સંસદના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી વચ્ચે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
આ પણ વાંચો: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો પડકાર બની આ ભારતીય મહિલા
નિક્કી હેલીનું આખું નામ નિમ્રતા નિક્કી રંધાવા
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં વારંવાર નિક્કી હેલીને લઈને ટ્રમ્પે મજાક કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વારંવાર નિક્કીને નિમ્બ્રા અને નિમ્રદા કહ્યા હતા. જેના માટે તેમની ભારે આલોચના પણ થઈ હતી. મળતી વિગતો પ્રમાણે નિક્કી હેલીનું આખું નામ નિમ્રતા નિક્કી રંધાવા છે.