+

INTERNET CAFE માં ગેમ રમતી વખતે થયું મોત, બધાને લાગ્યું નિંદ્રામાં છે; 30 કલાક પછી પડી ખબર

ચાઈનામાંથી હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાઈનાના વેન્ઝોઉમાં INTERNET CAFE માં એક વ્યક્તિનું GAME રમતા સમયે અવસાન થયું છે. સમગ્ર ઘટનામાં અચરજની વાત એ છે પહેલા તો ઘણા…

ચાઈનામાંથી હવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાઈનાના વેન્ઝોઉમાં INTERNET CAFE માં એક વ્યક્તિનું GAME રમતા સમયે અવસાન થયું છે. સમગ્ર ઘટનામાં અચરજની વાત એ છે પહેલા તો ઘણા સમય સુધી INTERNET CAFE ના સ્ટાફને પણ ખબર નહોતી પડી કે તેમના કાફેમાં ગેમ રમતા વ્યક્તિનું અવસાન થઈ ગયું છે. કાફે સ્ટાફને તો એમ જ લાગતું રહ્યું કે તેમનો ગ્રાહક સૂઈ રહ્યો છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર ઘટના

2 જૂને સવારે નાસ્તો કર્યા પછી અચાનક તેમનું મૃત્યુ થયું

ચાઈનાના વેન્ઝોઉમાં ઇન્ટરનેટ કાફેમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ગેમ રમતા સમયમાં એક વ્યક્તિ પોતાના સ્થાને ઢળી ગયો હતો. રાત્રે 10 વાગ્યે એક કર્મચારીને કંઈક શંકાસ્પદ લાગ્યું અને તેણે તેને જગાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગ્રાહક તરફથી કોઈ જવાબ ન મળતા તેનું શરીર પણ ઠંડુ પડી ગયું હતું. આ પછી કર્મચારીએ પોલીસને જાણ કરી. રિપોર્ટ અનુસાર, પોલીસે કહ્યું કે આ વ્યક્તિએ 2 જૂને લંચ લીધું ન હતું. નાસ્તાના ભાગો તેમના ડેસ્ક પર હતા. એવું માનવામાં આવે છે કે 2 જૂને સવારે નાસ્તો કર્યા પછી અચાનક તેમનું મૃત્યુ થયું હતું. વ્યક્તિના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરવા દીધું ન હતું, તેથી મૃત્યુનો ચોક્કસ સમય જાણી શકાયો નથી.

પરિવારજનોએ INTERNET CAFE ના સંચાલકો અને સ્ટાફને પૂછપરછ કરી

મળતી માહિતી અનુસાર, યુવકના કાફેમાં મૃત્યુને કારણે તેના પરિવારજનોએ INTERNET CAFE ના સંચાલકો અને સ્ટાફને પૂછપરછ કરી હતી. પરિવારજનોનો સીધો પ્રશ્ન એ જ હતો કે, આટલા લાંબા સમય સુધી કોઈને ખબર ન પડી કે તેમના એક ગ્રાહકનું મૃત્યુ થયું છે. ઈન્ટરનેટ કાફેના મેનેજરના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ સ્વસ્થ દેખાતો હતો અને તેનો નિયમિત ગ્રાહક હતો. તે સામાન્ય રીતે એક સમયે 6 કલાક રમતો રમે છે. મેનેજરે કહ્યું કે ગેમર્સ નિયમિતપણે સેશન દરમિયાન ઊંઘ લે છે જેથી તેઓ લાંબા સમય સુધી ગેમ રમી શકે. આ કિસ્સામાં પણ, બધાએ વિચાર્યું કે તે આરામ કરી રહ્યો છે અને તેથી તેને જગાડવાનો પ્રયાસ કર્યો નહીં. ઘણી વખત ગેમર્સ આનાથી ગુસ્સે થઈ જાય છે.

આ પણ વાંચો : લો બોલો! હવે આ દેશમાં જોવા મળશે Porn Passport! જાણો કેમ જરૂરિયાત પડી અને કેવી રીતે કરે છે કામ

Whatsapp share
facebook twitter