+

વાહ રે China…જગવિખ્યાત વોટરફોલ પણ…..!

China : એવી કેટલીક જગ્યાઓ છે જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. લોકો તેમને જોવા માટે ખાસ કરીને અન્ય દેશોમાં જાય છે. આવી જ એક જગ્યા ચીન (China.) માં પણ છે,…

China : એવી કેટલીક જગ્યાઓ છે જે આખી દુનિયામાં પ્રખ્યાત છે. લોકો તેમને જોવા માટે ખાસ કરીને અન્ય દેશોમાં જાય છે. આવી જ એક જગ્યા ચીન (China.) માં પણ છે, જે પોતાની સુંદરતા માટે સમગ્ર એશિયામાં જાણીતી છે. આ એક વોટરફોલ છે, જે ખરેખર ખૂબ જ સુંદર છે, પરંતુ હાલમાં જ એક ચાઈનીઝ વ્લોગરે વોટરફોલ સાથે જોડાયેલ રહસ્ય જાહેર કર્યું છે. આ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ચીને નકલી વોટરફોલ ઉભો કરીને લોકોને ઉલ્લુ બનાવ્યા

ચીનના યૂંટાઈ વોટરફોલ જોવા માટે લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે. તેઓ આશ્ચર્યથી તેને જોતા રહે છે પરંતુ તેમને ખ્યાલ નહોતો કે આ સુંદરતા નકલી હોઈ શકે છે. આમ તો ચીન નકલી ચીજો માટે જાણીતું છે. ચીનનો નકલી સામાન ઘણી જગ્યાએ તમને જોવા મળશે પણ આવો જગવિખ્યાત વોટરફોલ પણ નકલી હશે તેની કોઇ કલ્પના કરી શકે તેમ નથી. ચીને નકલી વોટરફોલ ઉભો કરીને લોકોને ઉલ્લુ બનાવ્યા હતા.

ધોધની સુંદરતા નકલી છે

યૂંટાઈ વોટરફોલ એશિયાનો સૌથી ઊંચો ધોધ છે, જેની ઉંચાઈ 314 મીટર છે. આટલી ઊંચાઈએથી પડતો પાણીનો પ્રવાહ અહીં આવતા લોકોને તેની પ્રશંસા કરવા મજબૂર કરે છે. એક ચાઈનીઝ વ્લોગર કોઈક રીતે ધોધની ટોચ પર પહોંચી ગયો અને તેણે ત્યાં જે જોયું તેનો વીડિયો પણ બનાવ્યો. જેવો જ તેણે પોતાનો વીડિયો પોસ્ટ કર્યો અને દાવો કર્યો કે આ ધોધ નકલી છે, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

પાઇપમાંથી પાણી વહે છે

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મોટા મેટલ પાઈપો દ્વારા ધોધમાં પાણી પમ્પ કરવામાં આવી રહ્યું છે. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ વિડિયો નકલી છે પરંતુ બાદમાં યૂંટાઈ માઉન્ટેન સિનિક એરિયા તરફથી જ કહેવામાં આવ્યું કે વોટરફોલની સુંદરતા વધારવા માટે વાસ્તવમાં અહીં પાઈપ વડે પાણી વહન કરવામાં આવે છે. ચીનમાં લોકો એ જાણીને ચોંકી ગયા કે અહીં પાણીના પંપ અને પાઈપ લગાવવામાં આવ્યા છે. જોકે કેટલાક લોકોએ કહ્યું કે તેઓ પહેલાથી જ તે જાણતા હતા. તમને જણાવી દઈએ કે આ ધોધ શાંક્સી પ્રાંતમાં છે.

આ પણ વાંચો—– China અને Pakistan ની જુગલબંધી, શાહબાઝ શરીફે ચીની જવાનોને આપ્યું આ આશ્વાસન…

Whatsapp share
facebook twitter