+

ભારતના પાડોશી દેશમાં મોટો ઉલટફેર, ‘એકવાર તું એકવાર હું’ના ફોર્મુલા પર નક્કી થશે PM…

નેપાળમાં રાજકીય ઉથલપાથલ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દેશની બે સૌથી મોટી પાર્ટીઓ નેપાળી કોંગ્રેસ અને CPN-UML વચ્ચે સમજૂતી થઈ છે. આ માટે, બંને પક્ષોએ નવી ‘રાષ્ટ્રીય સર્વસંમતિ સરકાર’…

નેપાળમાં રાજકીય ઉથલપાથલ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દેશની બે સૌથી મોટી પાર્ટીઓ નેપાળી કોંગ્રેસ અને CPN-UML વચ્ચે સમજૂતી થઈ છે. આ માટે, બંને પક્ષોએ નવી ‘રાષ્ટ્રીય સર્વસંમતિ સરકાર’ બનાવવા માટે મધ્યરાત્રિએ સત્તા-વહેંચણી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પછી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના નેતૃત્વમાં ગઠબંધન સરકારનું પતન નિશ્ચિત છે. જ્યારે પૂર્વ PM કેપી શર્મા ઓલી ફરી PM બનશે.

એક પછી એક બે PM ચૂંટાશે…

નેપાળી કોંગ્રેસના કેન્દ્રીય સભ્ય અને પૂર્વ વિદેશ મંત્રી નારાયણ પ્રકાશ સઈદે કહ્યું કે 78 વર્ષીય શેર બહાદુર દેઉબા અને 72 વર્ષીય કેપી શર્મા ઓલી સંસદના બાકી રહેલા કાર્યકાળ માટે વારાફરતી PM પદ વહેંચવા માટે સંમત થયા છે. ઉલ્લેખનીય છે કે, નેપાળની સંસદમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠકો છે જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે. આમ, બે મુખ્ય પક્ષોની સંયુક્ત સંખ્યા 167 છે, જે 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં 138 બેઠકોની બહુમતી માટે પૂરતી છે. બીજી તરફ ‘પ્રચંડ’એ કહ્યું છે કે તેઓ રાજીનામું નહીં આપે.

16 વર્ષમાં 13 સરકારો…

નેપાળમાં છેલ્લા 16 વર્ષમાં 13 સરકારો રહી છે, જે આ હિમાલયન રાષ્ટ્રની રાજકીય વ્યવસ્થાના નાજુક સ્વભાવને દર્શાવે છે. CPN-UML ના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રચંડની આગેવાની હેઠળની કેબિનેટમાં CPN-UML ના પ્રધાનો બુધવારે બપોરે સામૂહિક રાજીનામું આપી શકે છે.

આ પણ વાંચો : ISRAEL ARMY: ઇઝરાયલની સેનાએ હમાસના કમાન્ડરનો ફોટો જાહેર કર્યો

આ પણ વાંચો : Kamala Harris :ડિમેન્શિયાથી પીડિત છે જો બાયડન, કમલા હેરિસ લઇ શકે છે તેમનું સ્થાન’: અમેરિકન પત્રકારનો મોટો દાવો

આ પણ વાંચો : Kenya protesting: શું છે એ Tax Bill માં ? જેના કારણે કેન્યા સરકાર અને નાગરિકો વચ્ચે ખૂની ખેલ રચાયો

Whatsapp share
facebook twitter