+

AUCTION : લાખો રૂપિયામાં વેચાઈ 10 રૂપિયાની આ નોટો, જાણો શું છે તેમા ખાસ

LONDON AUCTION : ઘણા લોકોને અવનવી અને અનેરી વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય છે. તેના માટે તેઓ કેટલી પણ કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે. તાજેતરમાં ભારતની દસ રૂપિયાની નોટ…

LONDON AUCTION : ઘણા લોકોને અવનવી અને અનેરી વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય છે. તેના માટે તેઓ કેટલી પણ કિંમત ચૂકવવા માટે તૈયાર હોય છે. તાજેતરમાં ભારતની દસ રૂપિયાની નોટ લાખો રૂપિયામાં વેચાઈ છે. આ નોટના ઊંચા ભાવે વેચાવા પાછળનું કારણ શું હતું અને શા માટે કોઈ એક નોટ માટે લાખો રૂપિયા ચૂકવવા માટે તૈયાર થાય છે ચાલો જાણીએ આ અહેવાલમાં..

12 લાખ 70 હજાર રૂપિયામાં 10 રૂપિયાની નોટો વેચાઈ

સમગ્ર બાબત એમ છે કે, તાજેતરમાં લંડનમાં થયેલી હરાજી ( AUCTION ) થઈ હતી. આ હરાજીમાં ( AUCTION ) ભારતીય નોટો ખરીદવામાં આવી હતી. આ હરાજીમાં દસ રૂપિયાની નોટો લાખોમાં વેચાઈ હતી. 10 રૂપિયાની એક ભારતીય ચલણી નોટ 6 લાખ 90 હજાર રૂપિયામાં અને બીજી નોટ 5 લાખ 80 હજાર રૂપિયામાં વેચાઈ હતી. એકંદરે બંને નોટ 12 લાખ 70 હજાર રૂપિયામાં વેચાઈ હતી.હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે આ નોટમાં એવું તો શું ખાસ છે કે, તે લાખોમાં વેચાઈ. તો તમને જણાવી દઈએ કે, આ નોટો લગભગ 106 વર્ષ જૂની છે. નોંધનીય છે કે, આ હરાજીમાં માત્ર ભારતીય જ નહીં પરંતુ ઘણા દેશોની કરન્સી પણ વેચાઈ છે. આ હરાજીમાં 1990થી જૂના સિક્કા, નોટો, જ્વેલરી અને મેડલની હરાજી પણ હાથ ધરવામાં આવી હતી.

નોટો એસએસ શિરાલા નામના જહાજના ભંગારમાંથી મળી આવી

આ હરાજીમાં ભારતની અન્ય નોટોની પણ હરાજી કરવામાં આવી હતી. જણાવવામાં આવ્યું છે કે, આ નોટો એસએસ શિરાલા નામના જહાજના ભંગારમાંથી મળી આવી છે. આ જહાજને યુદ્ધ દરમિયાન જર્મન સબમરીન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. બ્રિટિશ જહાજ મુંબઈથી દારૂ અને ખાદ્ય સામગ્રી લઈને લંડન જવા રવાના થયું હતું. જે 2 જુલાઇ 1918 ના રોજ આઇરિશ કિનારે ડૂબી ગયું હતું. આ નોટો 25 મે 1918ના રોજ જારી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :  UN Peacekeeping mission: સૈનિકો વચ્ચે યોજાઈ Tug of War સ્પર્ધા, જુઓ વીડિયો ભારતે કેવી રીતે ચીનને ધૂળ ચટાડી

Whatsapp share
facebook twitter