+

ચીનથી પરત ફર્યા બાદ Maldives ના રાષ્ટ્રપતિએ ભારતને બતાવી લાલ આંખ, જાણો શું કહ્યું

Maldives President : ભારત અને માલદીવ (India and Maldives) વચ્ચેના સંબંધોમાં છેલ્લા ઘણા દિવસોથી કડવાહસ જોવા મળી રહી છે. માલદીવના નેતાઓ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ…

Maldives President : ભારત અને માલદીવ (India and Maldives) વચ્ચેના સંબંધોમાં છેલ્લા ઘણા દિવસોથી કડવાહસ જોવા મળી રહી છે. માલદીવના નેતાઓ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યા બાદથી જ સમગ્ર મામલો ચકડોળે ચડ્યો છે. આ મામલે રોજ કોઇને કોઇ સમાચાર સામે આવતા જ રહે છે. તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu) નું વલણ પણ બદલાઈ ગયું છે. તેમણે કહ્યું છે કે, કોઇને પણ અમને ધમકાવવાનું લાયસન્સ મળતું નથી.

અમને ધમકી આપવાનું લાયસન્સ કોઇને નથી 

ચીનની પાંચ દિવસીય મુલાકાતેથી પરત ફર્યા બાદ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu) એ શનિવારે કહ્યું કે કોઈ પણ દેશને ટાપુ રાષ્ટ્રને “ધમકી” આપવાનો અધિકાર નથી. માલદીવના રાજકારણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કર્યા પછી ભારત અને માલદીવ વચ્ચે રાજદ્વારી વિવાદ વચ્ચે તેમનું નિવેદન આવ્યું છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, અમે ભલે નાના હોઈએ, પરંતુ તેનાથી તમને અમને ધમકી આપવાનું લાયસન્સ મળતું નથી. મુઈઝુએ ભલે કોઈ દેશનું નામ ન લીધું હોય પરંતુ એવું માનવામાં આવે છે કે તેણે ભારતને લઈને આ નિવેદન આપ્યું છે. મુઈજ્જુનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

માલદીવના રાષ્ટ્રપતિએ ચીનને કરી આ અપીલ

જણાવી દઇએ કે, ઘણા ભારતીયોએ પર્યટન સ્થળ તરીકે માલદીવનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે અને માલદીવના મંત્રીઓ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીના બદલામાં ટાપુ રાષ્ટ્રમાં તેમની આયોજિત રજાઓ પણ રદ કરી છે. ઓનલાઈન ટ્રાવેલ કંપની EaseMyTrip એ પણ વિવાદ વચ્ચે માલદીવની ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે.  ભારતમાં માલદીવના બહિષ્કારના ચાલી રહેલા વલણ વચ્ચે મુઈઝુએ ચીનને અપીલ કરી હતી કે તે વધુને વધુ ચીની પ્રવાસીઓને માલદીવ મોકલે. માલદીવ બિઝનેસ ફોરમને સંબોધિત કરતી વખતે મુઈઝુએ કહ્યું હતું કે કોવિડ પહેલા અમારા દેશમાં આવતા મોટાભાગના પ્રવાસીઓ ચીનના હતા. હું વિનંતી કરું છું કે ચીને આ માટે ફરીથી તેના પ્રયાસો વધુ તીવ્ર કરવા જોઈએ.

શું હતો સમગ્ર વિવાદ ?

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ પછી, ત્યાંથી તેમના ઘણા ફોટોગ્રાફ્સ સામે આવ્યા હતા, જે પછી સોશિયલ મીડિયા (Social Media) પર યુઝર્સ લોકોને માલદીવ કરતા પર્યટન સ્થળ તરીકે લક્ષદ્વીપ (Lakshadweep) ને વધુ મહત્વ આપવાની અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન માલદીવના ત્રણ મંત્રીઓએ PM મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેનો ભારતે ઉગ્ર વિરોધ કર્યો હતો. બેકફૂટ પર જતા માલદીવ સરકારે ઉતાવળે ત્રણ મંત્રીઓ માલશા શરીફ, મરિયમ શિઉના અને અબ્દુલ્લા મહજૂમ મજીદને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવ સરકારે તેમની ટિપ્પણીઓને અંગત ટિપ્પણીઓ ગણાવીને રદ કરી દીધી હતી.

આ પણ વાંચો – Boycott Maldives : ભારત સાથે વિવાદ બાદ માલદીવમાં રાજકીય ભૂકંપ! રાષ્ટ્રપતિ મુઈઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી

આ પણ વાંચો – Maldivesboycott : મુઇઝુ સરકાર પર વિપક્ષનું દબાણ વધ્યું, કહ્યું- સોશિયલ મીડિયા પોસ્ટના કારણે..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter