+

ઈઝરાયેલના મતે માણસની કોઇ જ કિંમત નથી! ગાઝાના રફાહમાં કરેલા હુમલામાં 82 ના મોત

Israel Rafah Attack : ઈઝરાયેલે (Israel) ફરી એકવાર ગાઝાના રફાહ શહેર (Gaza city of Rafah) માં હુમલો (Attack) કર્યો છે જેમા ઓછામાં ઓછા 37 લોકોના મોત (killing at least 37…

Israel Rafah Attack : ઈઝરાયેલે (Israel) ફરી એકવાર ગાઝાના રફાહ શહેર (Gaza city of Rafah) માં હુમલો (Attack) કર્યો છે જેમા ઓછામાં ઓછા 37 લોકોના મોત (killing at least 37 people) થયા છે. હુમલામાં સેંકડો લોકોની હાલત ગંભીર (Critical Condition) હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓ, ઈમરજન્સી સેવા કર્મચારીઓ અને હોસ્પિટલના અધિકારીઓએ આ અંગે માહિતી (Information) આપી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં થોડા દિવસો પહેલા વિસ્થાપિત પેલેસ્ટાઈનીઓના કેમ્પમાં આગ લાગી હતી. જણાવી દઇએ કે, પેલેસ્ટાઈનને તાજેતરમાં નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન દ્વારા એક દેશ તરીકે માન્યતા આપવામાં આવી છે. આ પહેલા યુએન ચીફે પણ હુમલાની નિંદા કરી હતી. પરંતુ આ પછી પણ ઈઝરાયેલે ઘાતક હુમલા કરીને લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે.

Israel Hamas war

Israel Hamas war

ગાઝાના રફાહમાં અત્યાર સુધીમાં 82 લોકોના મોત

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની વચ્ચે વિશ્વની નજર દક્ષિણ ગાઝા પટ્ટીમાં આવેલા રાફા શહેરની તબાહી પર છે. ગાઝાના રફાહમાં થયેલા હુમલા બાદ એ વાત સામે આવી છે કે ઈઝરાયેલની મેરકાવા ટેન્ક શહેરની અંદર આવી પહોંચી છે. IDFએ હવે શહેરના કેન્દ્રને પણ કબજે કરી લીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક શરણાર્થી શિબિર ઈઝરાયેલની ટેન્કોના નિશાના હેઠળ આવી ગઈ, જેના કારણે ઘણું જાન-માલનું નુકસાન થયું. આ હુમલા માટે ઘણા દેશો દ્વારા ઇઝરાયેલની ટીકા કરવામાં આવી હતી. જોકે આ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ સંસદમાં તેને ‘દુ:ખદ ભૂલ’ ગણાવી હતી. રફાહ પર ઈઝરાયેલના હવાઈ હુમલા પછીના દ્રશ્યો એટલા ખતરનાક છે કે આ જોઇ કોઇ પણ વ્યક્તિના રુવાડા ઉભા થઇ જાય. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, મૃતકોમાં મોટા ભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. પેલેસ્ટાઈનના આરોગ્ય અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે મંગળવારે રાત્રે લગભગ 37 લોકો માર્યા ગયા હતા. બપોરે થયેલા ડ્રોન હુમલામાં 21 લોકોના મોત થયા છે. મૃતકોમાં 13 મહિલાઓનો સમાવેશ થાય છે. ઓછામાં ઓછા 64 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. વળી, 10 લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. જો બે દિવસની વાત કરીએ તો ગાઝાના રફાહમાં અત્યાર સુધીમાં ઈઝરાયેલે 82 લોકોની હત્યા કરી છે. તેને નરસંહાર કહેવામાં આવી રહ્યો છે.

Israel Hamas Conflict

Israel Hamas Conflict

ઈઝરાયેલે પોતાની ભૂલ સ્વીકારી

આ હુમલો રફાહના મુવાસી વિસ્તારમાં ફિલ્ડ હોસ્પિટલ પાસેના કેમ્પ પર થયો હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દુઃખ વ્યક્ત કર્યું કારણ કે સંબંધીઓ તેમની નજર સમક્ષ મૃત્યુ પામ્યા હતા. તેઓ આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો. જ્યારે અમે બહાર જોયું તો ત્યાં લગભગ 18 લોકોના મૃતદેહ પડ્યા હતા. માર્યા ગયેલાઓમાં મહિલાઓ, બાળકો અને પુરુષોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલની વાયુસેનાએ રવિવારે રાત્રે તાલ અલ-સુલતાન વિસ્તારમાં એક શરણાર્થી કેમ્પ પર પણ હુમલો કર્યો હતો. જેમાં 45 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકાએ આ હુમલાની નિંદા કરી હતી. માર્યા ગયેલાઓમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. અમેરિકાએ કહ્યું હતું કે ઈઝરાયેલની સેના બિનજરૂરી જમીની સૈન્ય કાર્યવાહી કરી રહી છે. પૂર્વ પીએમ ઓલમર્ટે આ વાતને ખોટી ગણાવી હતી. આ સાથે જ નેતન્યાહુએ પણ હુમલા બાદ પોતાની ભૂલ સ્વીકારી હતી.

Israel Palestine War

Israel Palestine War

10 લાખથી વધુ લોકોએ છોડ્યું રફાહ

ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝા શહેરમાં લડાઈ વધુ તીવ્ર બની છે. મે મહિનામાં ઇઝરાયલી આક્રમણ શરૂ થયા બાદથી 10 લાખથી વધુ લોકો રફાહ છોડીને ભાગી ગયા છે. જેમાં મોટાભાગના લોકો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે વિસ્થાપિત થઈ ચૂક્યા છે અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પોમાં આશ્રય લઈ રહ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલના અન્ય સાથીઓએ રફાહમાં સંપૂર્ણ પાયે આક્રમણ સામે ચેતવણી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે કહ્યું છે કે આમ કરવું એ સીમા પાર કરશે અને આવા હુમલા માટે હથિયારો આપવાનો ઇનકાર કરી દીધો છે.

આ પણ વાંચો – કરોડો લોકોએ શેર કર્યો All Eyes On Rafah વાળો ફોટો? જાણો કેમ આ ટેગ સોશિયલ મીડિયા પર કરી રહ્યો છે ટ્રેન્ડ

આ પણ વાંચો – હમાસ આતંકવાદીઓ 8 મહિનાથી 7 ઈઝરાયેલ મહિલા સૈનિકો સાથે કરી રહ્યા હેવાનિયત

Whatsapp share
facebook twitter