+

અહી પણ બન્યો હતો રાજકોટ TRP ગેમઝોન જેવો ભયાવહ અગ્નિકાંડ, 165 લોકો થયા હતા ભડથું

Beverly Hills Supper Club Fire Incident : તાજેતર રાજકોટના TRP મોલમા બનેલી અગ્નિકાંડની ભયાવહ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયાના સમાચાર સામે…

Beverly Hills Supper Club Fire Incident : તાજેતર રાજકોટના TRP મોલમા બનેલી અગ્નિકાંડની ભયાવહ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ સૌ લોકો પ્રશાસન ઉપર પ્રશ્ન કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ આ ઘટનમાં મહિલાઓ અને બાળકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આવી જ ભયાવહ ઘટના પહેલા પણ બની ચૂકી છે. અમેરિકાના એક ક્લબમાં જ આજથી 47 વર્ષ પહેલા આ ઘટના બની હતી જેમાં 165 લોકો જીવતા બળી ગયા હતા અને 200થી વધુ લોકો એટલી હદે દાઝી ગયા હતા કે તેમનું જીવન દયનીય બની ગયું હતું.

ઘટના એટલી ભયાવહ હતી કે દુર્ગંધથી અગ્નિશામકો બેહોશ થઈ ગયા

Supper Club Fire Incident

Supper Club Fire Incident

અમેરિકાના કેન્ટુકીના સાઉથગેટમાં બેવર્લી હિલ્સ સપર નાઇટ ક્લબમાં આ વિશાળ અને ભયાવહ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં આપણે જોયું તેમ 165 લોકો ભડથું બન્યા હતા. મુખ્ય વાત એ છે કે, આજે આ ઘટનાની 47 મી વર્ષગાંઠ છે. આ આગ બુઝાઇ ગયા બાદ અંદરથી મૃતદેહો મળી આવ્યા હતા અને ગંધ એટલી હદે ખરાબ હતી કે ઘણા અગ્નિશામકો બેહોશ થઈ ગયા હતા.

ક્લબમાં 3000 થી વધુ લોકો એકઠા થયા હતા

Supper Club Fire Incident

Supper Club Fire Incident

ચાલો હવે જાણીએ કે આ ઘટના કેવી રીતે બની હતી. તો સમગ્ર બાબત એમ છે કે જે સમયે આ ઘટના બની તે રાત્રે ક્લબમાં ભારે ભીડ હતી. જ્યાં 3000 થી વધુ લોકો એકઠા થયા હતા. કેબરે રૂમમાં હોલીવુડ ગાયક અને અભિનેતા જ્હોન ડેવિડસનનો શો દર્શાવવામાં આવ્યો હતો. તેને સાંભળવા એટલા બધા લોકો આવ્યા કે તેઓએ રેમ્પ પર અને કોરિડોરમાં બેસવું પડ્યું. તે જ રાત્રે ક્લબમાં રિસેપ્શન પણ હતું, પરંતુ મહેમાનોએ ફરિયાદ કરી હતી કે રૂમ ખૂબ ગરમ હતો અને ફ્લોરની નીચેથી ધડાકાના અવાજો આવી રહ્યા હતા. વીજ વાયરિંગ અંડરગ્રાઉન્ડ હોવાથી રિસેપ્શનમાં ખામી સર્જાતા બંધ થઈ ગયો હતો. એકાએક અચાનક વાયરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને આગ ફાટી નીકળી, આગ બુઝાય તે પહેલા જ ઝીબ્રા રૂમ સુધી પહોંચી ગઈ હતી.

ભયંકર આગ 2 દિવસ સુધી આગ સળગી રહી હતી

આગ લાગતા અચાનક તે જગ્યા ઉપર અફરા તફરી મચી ગઈ હતી. પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, તેણે આખી ક્લબને લપેટમાં લીધી હતી. ક્લબમાંથી બહાર નીકળવા માટે માત્ર 3 એન્ટ્રી ગેટ હતા. કેટલાક લોકો બહાર નીકળવાનો રસ્તો શોધતી વખતે ક્લબમાં ખોવાઈ ગયા અને આગમાં મૃત્યુ પામ્યા. આગ એટલી પ્રચંડ હતી કે, ફાયરના જવાનો અંદર આવી શક્યા ન હતા. આગ ઓલવવામાં કલાકો લાગ્યા હતા. આ આગ એટલી ભયંકર હતી કે, આ પછી પણ ક્લબમાં લગભગ 2 દિવસ સુધી આગ સળગી રહી હતી. આગ બાદ 134 મૃતદેહો મળી આવ્યા હતા. ત્યારબાદ આગામી સમયમાં વધુ મૃતદેહ મળ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા કેટલાક લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. ઘટનામાં 165 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો : Indian And Howard University: હાર્વર્ડમાં ભારતીય મૂળના વિદ્યાર્થીએ સ્ટેજ પરથી મેનેજમેન્ટને ફટકાર લગાવી

Whatsapp share
facebook twitter