+

USA : પિટ્સબર્ગ અને ઓહાયોમાં અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત

USA : અમેરિકા (USA ) ના પિટ્સબર્ગમાં એક બારમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. એલેગેની કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે તેઓએ પેન…

USA : અમેરિકા (USA ) ના પિટ્સબર્ગમાં એક બારમાં થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને સાત અન્ય ઘાયલ થયા છે. એલેગેની કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે તેઓએ પેન હિલ્સમાં બેલેર્સ હુકા લાઉન્જ અને સિગાર બારમાં વહેલી સવારે ગોળીબાર સામે કાર્યાવહી કરી હતી. આ સિવાય ઓહાયોમાં એક પાર્ટીમાં ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. જેમાં એક 27 વર્ષના યુવકનું પણ મોત થયું હતું

બારની અંદર એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળ્યા

પોલીસે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવકર્મીઓને રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ બારની અંદર એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળ્યા હતા. આ સિવાય સાત લોકો ઘાયલ પણ થયા છે.

બારની અંદર ફાયરિંગ

નિવેદન અનુસાર ઘાયલોને વિસ્તારની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં એકની હાલત ગંભીર છે. કાઉન્ટી પોલીસે જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર બારની અંદર ઝઘડો થયો અને કેટલાક લોકોએ ગોળીબાર કર્યો. કોઈપણ શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાની કોઈ માહિતી નથી.

ઓહાયોમાં ગોળીબારમાં 25 લોકો ઘાયલ

ઓહાયોમાં એક પાર્ટીમાં ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. આમાં એક 27 વર્ષના યુવકનું પણ મોત થયું હતું. અને આ હુમલામાં ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા છે. જો કે આ ફાયરિંગનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અક્રોન પોલીસે જણાવ્યું હતું કે તેઓને મધ્યરાત્રિએ એક ફોન આવ્યો હતો જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે આ ઘટના કેલી એવન્યુ અને 8મી એવન્યુની નજીક બની છે, જે ક્લેવલેન્ડથી થોડે દૂર દક્ષિણમાં છે. ફાયરિંગનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો—- Vistara airline flight UK 02: પેરિસથી મુંબઈ જતી વિસ્તારા ફ્લાઈટને બોમ્બની ધમકી મળી, ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

Whatsapp share
facebook twitter