+

24 વર્ષ પછી રશિયન રાષ્ટ્રપતિ ઉત્તર કોરિયાની મુલાકાતે, બનાવી શકે છે એક નવું જૂથ

Putin visit North Korea : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઉત્તર કોરિયા (North Korea) ની મુલાકાત ચર્ચામાં છે. તેઓ મંગળવારે મોડી રાત્રે ઉત્તર કોરિયા (North Korea) પહોંચ્યા હતા. પુતિનની ઉત્તર કોરિયાની…

Putin visit North Korea : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ઉત્તર કોરિયા (North Korea) ની મુલાકાત ચર્ચામાં છે. તેઓ મંગળવારે મોડી રાત્રે ઉત્તર કોરિયા (North Korea) પહોંચ્યા હતા. પુતિનની ઉત્તર કોરિયાની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ વર્ષ 2000માં અહીં આવ્યા હતા એટલે કે તેઓ છેલ્લા 24 વર્ષમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાની મુલાકાતે છે. તેઓ જ્યારે પ્યોંગયાંગ એરપોર્ટ (Pyongyang airport) પર પહોંચ્યા ત્યારે તેમનું ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને (Kim Jong Un) તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પુતિનની ઉત્તર કોરિયા મુલાકાતનું શું છે કારણ?

ચીનની મુલાકાત બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે ઉત્તર કોરિયાની મુલાકાતે છે. યુક્રેન યુદ્ધ પછી, પશ્ચિમી દેશોના દબાણ અને તેમના પ્રતિબંધોને કારણે પુતિનની વિદેશ યાત્રાઓ મર્યાદિત થઈ ગઈ છે. તે ફક્ત પસંદ કરેલા દેશોની મુલાકાત લેવા સક્ષમ છે. રશિયન સમાચાર એજન્સીઓના અહેવાલો અનુસાર, પુતિને કહ્યું કે બંને દેશો અમેરિકા સાથે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને પ્રતિબંધોનો સામનો કરવા માટે સાથે મળીને કામ કરવા માંગે છે. પુતિનની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે પુતિન નવો બ્લોક બનાવવાનો પ્રયાસ કરી શકે છે. આ નવો બ્લોક રશિયા, ચીન અને ઉત્તર કોરિયાનો હોઈ શકે છે. ઉત્તર કોરિયાને લઈને અમેરિકા સહિત પશ્ચિમી દેશોના મનમાં અનેક શંકાઓ છે.

પુતિને શું કહ્યું?

હવે પુતિન અને તેમની વચ્ચેની બેઠક તેમના પર દબાણ લાવવાનું કામ કરશે. જોકે, ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના સંબંધો એટલા મજબૂત નથી જેટલા સોવિયેત યુગમાં હતા. તેમ છતાં, આ બેઠક પશ્ચિમી દેશોને નારાજ કરી શકે છે કારણ કે વૈશ્વિક સ્તરે તેના ઘણા અર્થ છે. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં શિખર સંમેલન માટે રવાના થતા પહેલા, રશિયન રાષ્ટ્રપતિ પુતિને કિમ જોંગ ઉનનો યુક્રેન પરના ક્રેકડાઉનને સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો. આ દરમિયાન પુતિને એમ પણ કહ્યું હતું કે, અમેરિકાની આગેવાની હેઠળના પ્રતિબંધોનો સામનો કરવા બંને દેશ સાથે મળીને કામ કરશે. પુતિનની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો અમેરિકા સાથે તણાવનો સામનો કરી રહ્યા છે અને સમગ્ર વિશ્વથી અલગ પડી ગયા છે.

રશિયાને શસ્ત્રોની જરૂર

પુતિન અને તેમની વચ્ચેની મુલાકાતને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. અહેવાલો કહે છે કે, રશિયા અને પુતિન યુક્રેન યુદ્ધના કારણે દબાણમાં છે. યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખવા માટે તેમને વિવિધ પ્રકારના શસ્ત્રોની જરૂર છે. તેમની આ મુલાકાતને હથિયારોની સપ્લાય સાથે પણ જોડવામાં આવી રહી છે. જો અહેવાલોનું માનીએ તો ઈરાને રશિયાને ડ્રોન પણ સપ્લાય કર્યા છે. જોકે, તે આ વાતને નકારી રહ્યા છે. પુતિનને લાગે છે કે, યુદ્ધની જરૂરિયાતો ચીન અને ઉત્તર કોરિયા દ્વારા પૂરી થઈ શકે છે. આટલું જ નહીં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાને અલગ-અલગ કરવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – યુક્રેનને હથિયારોના સપ્લાય કરવું ખતરનાક: VLADIMIR PUTIN

આ પણ વાંચો – AMERICA: રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જો બિડેનની મોટી જાહેરાત

Whatsapp share
facebook twitter