+

Pre-Wedding Function : અનંત અંબાણીએ પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર જ કેમ પસંદ કર્યું ?

Pre-Wedding Function : મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) જામનગરમાં પોતાના પ્રી-વેડિંગ શૂટ (Pre-Wedding) કરાવવા માટે પરિવાર (Family) સાથે આવ્યા છે. તેમના લગ્ન…

Pre-Wedding Function : મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) જામનગરમાં પોતાના પ્રી-વેડિંગ શૂટ (Pre-Wedding) કરાવવા માટે પરિવાર (Family) સાથે આવ્યા છે. તેમના લગ્ન જુલાઈમાં થવાના છે તે પહેલાના કાર્યક્રમોની શરૂઆત ભોજન સેવાથી થઈ હતી. નાનપણના બંને મિત્રો જલ્દી જ લાઈફ પાર્ટનર (Life Partner) બનવાના છે. તે પહેલા બંને પોતાના પ્રી-વેડિંગ શૂટ (Pre-Wedding) કરાવવા માટે ગુજરાતના જામનગર નજીક જોગવડ ગામમાં આવી પહોંચ્યા છે. પણ શું તમને ખબર છે કે, બંનેએ જામનગરમાં જ કેમ પ્રી-વેડિંગ ફંક્શન (Pre-Wedding Function) કરાવવું પસંદ કર્યું છે? આવો જાણીએ આ વિશે…

Google

જામનગરની Pre-Wedding Function માટે પસંદગી કેમ કરાઈ ?

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 1-3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં તેમના ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન માટે આવ્યા છે. તેટલું જ નહીં બોલિવૂડના સ્ટાર્સ, રાજકીય હસ્તીઓ પણ આ ખાસ કાર્યક્રમમાં મહેમાન બનીને આવવાના છે. ત્યારે સૌ કોઇને તે જાણવાની ઇચ્છા વધારે છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે ગુજરાતના જામનગરની જ પસંદગી કેમ કરવામાં આવી? જોકે, આ અંગે અનંત અંબણીએ પોતે ખુલાસો કર્યો છે. અનંત અંબાણીના જણાવ્યા અનુસાર, તેમનો પરિવાર મૂળ જામનગર સાથે જોડાયેલો છે. સમગ્ર પરિવારને ગુજરાત પ્રત્યે વિશેષ લગાવ છે. તેમણે આગળ કહ્યું કે, તેના દાદી અને માતા-પિતાએ વિચાર આપ્યો હતો કે આપણે પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં જ યોજવું જોઈએ. વાસ્તવમાં જામનગર શહેરની સ્થાપના તેમના દાદીમાએ કરી હતી. અનંતનું બાળપણ જામનગરમાં વીત્યું. તેને ત્યાંથી વિશેષ પ્રેમ છે. અનંતે કહ્યું કે, મુંબઈ તેનું ઘર છે, પરંતુ તેનું હૃદય જામનગરમાં રહે છે.

Google

PM મોદીએ કરી હતી અપીલ

ગયા વર્ષે PM મોદી (PM Modi) એ ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન વેડિંગ (international destination weddings) કરનારા કપલ્સ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત (Mann Ki Baat) ને સંબોધિત કરતી વખતે, PM મોદીએ કહ્યું હતું કે, જે રીતે કેટલાક મોટા પરિવારોએ વિદેશમાં લગ્ન યોજવાનો ટ્રેન્ડ શરૂ કર્યો છે તે ચિંતાજનક છે. જેમ મેક ઇન ઇન્ડિયા (Make in India) છે, તેવી જ રીતે આપણે આપણા દેશમાં વેડ ઇન ઇન્ડિયા (Wed in India) ની પહેલ કરવી જોઈએ. અનંતે કહ્યું કે, તે PM નરેન્દ્ર મોદીની ‘Wed in India’ પહેલથી પ્રેરિત છે. જામનગર અનંતના દાદીનું જન્મસ્થળ છે. આ એ જ શહેર છે જ્યાં તેમના દાદા ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

Google

પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ કેવી છે?

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીમાં લગભગ 1000 મહેમાનો હાજરી આપશે. 3 દિવસ સુધી ચાલનારી આ ઉજવણીમાં મહેમાનોને 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. ઈન્દોરથી 25 જેટલા શેફની ખાસ ટીમ જામનગર પહોંચી છે. મળતી માહિતી મુજબ નાસ્તાના મેનૂમાં 70 વિકલ્પો છે. મહેમાનોને લંચમાં 250 અને ડિનરમાં 250 પ્રકારની ખાદ્ય સામગ્રી પીરસવામાં આવશે. કોઈ વાનગીનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં. મહેમાનોને તેમના ખોરાકની પસંદગી શેર કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી દરેકની પસંદગીઓનું ધ્યાન રાખવામાં આવે. ભવ્ય કાર્યક્રમ માટે વિવિધ ક્ષેત્રના મોટા નામોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પાર્ટીમાં ફિલ્મ અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ હાજરી આપશે.

આ પણ વાંચો – ANANT AND RADHIKA : આ રીતે શરૂ થઈ હતી અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની લવ સ્ટોરી!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter