+

WEATHER UPDATE : રાજ્યમાં વરસાદ અંગે મોસમ વિભાગની આગાહી, જાણો ક્યારે અને કયા કરશે મેઘરાજા એન્ટ્રી

અમદાવાદ હવામાન વિભાગની આગાહી આગામી દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે ઠંડર સ્ટ્રોમ સહીત વરસાદની આગાહી અમદાવાદ સહીત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી WEATHER UPDATE :…
  • અમદાવાદ હવામાન વિભાગની આગાહી
  • આગામી દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી
  • રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • આજે ઠંડર સ્ટ્રોમ સહીત વરસાદની આગાહી
  • અમદાવાદ સહીત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી

WEATHER UPDATE : આગમી દિવસમાં રાજ્યમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે. રાજ્યભરમાં આજે હળવાથી મધ્યમ વરસાદ આવવાની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં લોકોને વરસાદના કારણે આ કાળઝાળ ગરમીથી થોડી રાહત ચોક્કસપણે મળશે.  મોસમ વિભાગ દ્વારા આજે ઠંડર સ્ટ્રોમ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે.

મોસમ વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના અનુસાર, અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી થશે. આવતીકાલથી આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. તેની સાથે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં પણ વરસાદ આવે તેવી સંભાવનાઓ હાલ વર્તાઇ રહી છે. દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  મોસમ વિભાગ દ્વારા આ સાથે ચોમાસા અંગે પણ કહેવામાં આવ્યું હતું. મોસમ વિભાગના અનુસાર હાલ ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે અને ચોમાસું નવસારી સુધી અટક્યું છે. પરંતુ આગામી દિવસમાં મેઘરાજા રાજ્યામાં એન્ટ્રી કરશે.

આ પણ વાંચો : Agitation : ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Whatsapp share
facebook twitter