+

VADODARA : આજ રાતથી શહેરનો એક ઓવર બ્રિજ થશે બંધ

VADODARA : વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેલા લોકોની સુખાકારી માટે પાલિકા દ્વારા નવાયાર્ડ રેલવે ઓવર બ્રિજ (NAVAYARD RAILWAY OVER BRIDGE) થોડાક સમય માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે રાત્રે…

VADODARA : વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેલા લોકોની સુખાકારી માટે પાલિકા દ્વારા નવાયાર્ડ રેલવે ઓવર બ્રિજ (NAVAYARD RAILWAY OVER BRIDGE) થોડાક સમય માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજે રાત્રે 12 વાગ્યાથી બ્રિજ બંધ થઇ જશે. જે 22, મે ના રોજ પુન શરૂ કરવામાં આવનાર હોવાનું પાલિકાની નોટીસમાં જાણવા મળી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન ઓવર બ્રિજ પર રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

ટુ વ્હીલર ચાલકો માટે રાહત

વડોદરા મહાનગર પાલિકા દ્વારા નવાયાર્ડ રેલવે ઓવર બ્રિજ બંધ કરવા અંગેન નોટીસ પ્રસારીત કરવામાં આવી છે. શહેરના પશ્ચિમ – ઉત્તર વિસ્તારનો જોડતો નવાયાર્ડ રેલવે બ્રિજ મહત્વનો છે. બ્રિજ બંધ કરવા પાછળનું કારણ માસ્ટીક આસ્ફાલ્ટ કરીને રોડ રીસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવ્યું છે. 8, મે – 2024 રાત્રે બાર વાગ્યાથી 22, મે – 2024 ના રાત્રીના બાર વાગ્યા સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવનાર છે. નોટીસમાં જણાવાયું છે કે. રેલવે ઓવર બ્રિજ પર તબક્કાવાર રીતે એક તરફનો રસ્તો બંધ કરીને બીજી તરફ ટુ-વ્હીલર તથા લાઇટ મોટર વ્હીકલ સરળતાથી અવર-જવર કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

બે રૂટનો ઉપયોગ કરાશે

તો બીજી તરફ ભારદારી વાહનોને લઇને નવાયાર્ડ, છાણી તરફથી આવતા તમામ પ્રકારના ભારદારી વાહનો જુના જકાતનાકાથી નિઝામપુરા તેમજ નવાયાર્ડ રોડ (ફતેગંજ પોલીસ સ્ટેશન તરફ), પોલીટેકનીક થઇ ફતેગંજ બ્રિજ નીચેથી યુ-ટર્ન કરી શાસ્ત્રી બ્રિજ રેલવે ઓવર બ્રિજ થી ગેંડા સર્કલ થઇ જે તે સ્થળે જવા ડાયવર્ઝનનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવાનો રહેશે. ગોરવા પંચવટી, ઉંડેરા, કરોળિયા તરફથી આવતા તમામ પ્રકારના ભાદરાદી વાહનો આટીઆઇ પાંચ રસ્તા, એલેમ્બીક રોડ, ગેંડા સર્કલ થઇ શાસ્ત્રી બ્રિજ રેલવો ઓવર બ્રિજ થઇ નિઝામપુરાથી છાણી તરફના ડાયવર્ઝનનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવાનો રહેશે.

આ પણ વાંચો — VADODARA : તારા પતિને દવા આપી દે, પછી આપણે….

Whatsapp share
facebook twitter