+

RAIN : મૂશળધાર,અનરાધાર અને નેવાધાર વરસાદ! જાણો વરસાદના આ 12 પ્રકાર વિશે

TYPES OF RAIN : વરસાદ (RAIN) આવતાની સાથે જ વરસાદની (RAIN) આગાહી અને વરસાદ બાદની પરિસ્થિતિ અંગેના સમાચાર; સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલમાં છવાઈ જતા હોય છે. વરસાદના સમાચારને લઈને…

TYPES OF RAIN : વરસાદ (RAIN) આવતાની સાથે જ વરસાદની (RAIN) આગાહી અને વરસાદ બાદની પરિસ્થિતિ અંગેના સમાચાર; સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલમાં છવાઈ જતા હોય છે. વરસાદના સમાચારને લઈને ઘણી વખત સમાચાર પત્રોમાં કેટલાક શબ્દોનો પ્રયોગ કરવામાં આવશે જેમકે મૂશળધાર વરસાદ, અનરાધાર વરસાદ અને નેવાધાર વરસાદ. મોટા ભાગના લોકોને આ શબ્દોના અર્થ સમજ આવતા નથી. આ શબ્દો વાસ્તવમાં વરસાદના પ્રકારને દર્શાવ છે, આજના આ અહેવાલમાં આપણે જાણીશું કે વરસાદના (RAIN) કેટલા પ્રકાર છે અને તેમને શું કહેવામાં આવે છે.

ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે.તેના ઉપરથી કહેવત પણ બનેલ છે : બારે મેઘ ખાંગા.. બાર પ્રકારના મેઘ આ મુજબ છે :

૧. ફરફરઃ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
૨. છાંટાઃ ફરફરથી વધુ વરસાદ.
૩. ફોરાઃ છાંટાથી વધુ- મોટા ટીપાં.
૪. કરાઃ ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
૫. પછેડીવાઃ પછેડી (ફેંટા જેવા સાથે રખાતા કપડાની ટુકડો)થી રક્ષણ થાય તેવો વરસાદ.
૬. નેવાધારઃ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
૭. મોલ મેહઃ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
૮. અનરાધારઃ એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
૯. મૂશળધારઃ અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.
૧૦. ઢેફાભાંગઃ વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
૧૧. પાણ મેહઃ ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
૧૨. હેલીઃ ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.

(સૌજન્ય : વિકીપીડિયા, ભગવદગોમંડલ )

આ પણ વાંચો : VADODARA : વેપારી પાસે રૂ. 1 કરોડની ખંડણી માંગનારને પિસ્તોલ-કારતુસ આપનાર ઝબ્બે

Whatsapp share
facebook twitter