+

Film Kalki AD 2898: મહાભારતના ભીષ્મ પિતામાહે Kalki AD 2898 ના અશ્વત્થામાં પર લાગાવ્યા ગંભીર આરોપ!

Film Kalki AD 2898: તાજેતરમાં સિનેમાઘરમાં Prabhas, Deepika Padukone અને Amitabh Bachchan સ્ટારર ફિલ્લ Kalki AD 2898 રિલીઝ થઈ છે. તો આ ફિલ્મ એક પછી એક ફિલ્મ રેકોર્ડને પણ બ્રેક…

Film Kalki AD 2898: તાજેતરમાં સિનેમાઘરમાં Prabhas, Deepika Padukone અને Amitabh Bachchan સ્ટારર ફિલ્લ Kalki AD 2898 રિલીઝ થઈ છે. તો આ ફિલ્મ એક પછી એક ફિલ્મ રેકોર્ડને પણ બ્રેક કરીને નવા રેકોર્ડ બનાવી રહી છે. જોકે આ ફિલ્મ એક Mythology અને Science Fiction આધારિત છે. એક સપ્તાહની અંદર આ ફિલ્મે ચારેય બાજુ હાહાકાર મચાવી દીધો છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈ Kalki AD 2898 ની વાર્તા સુધી દરેક લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. તેનું મુખ્ય કારણે એ છે કે આ ફિલ્મમાં એક ખાસ પાત્રને દર્શાવવામાં આવ્યું છે.

  • મુકેશ ખન્નાએ Kalki AD 2898 પર કટાક્ષ કર્યો

  • અનેક તથ્યો ફિલ્મમાં અલગ રીતે દર્શાવવામાં આવ્યા

  • ફિલ્મને હાલમાં ચારેય બાજુથી વાહવાહી મળી છે

આ ફિલ્મની અંદર મહાભારતનું એક ખાસ પાત્ર દર્શાવવામાં આવ્યું છે. તે ઉપરાંત આ ફિલ્મની વાર્તા પણ આ પાત્રની આજુબાજુ ફર્યા કરે છે. તો આ પાત્રનું નામ અશ્વત્થામાં છે. ત્યારે ફિલ્મ Kalki AD 2898 માં અશ્વત્થામાના કિરદારમાં Amitabh Bachchan જોવા મળે છે. દરેક લોકો Amitabh Bachchan ના કિરદારના વખાણ કરવાથી થાકી રહ્યા નથી. તો બીજી બાજુ મહાભારત સિરિયલમાં ભીષ્મ પિતામહનું કિરદાર નિભાવેલા મુકેશ ખન્નાએ Amitabh Bachchan અને Kalki AD 2898 પર કટાક્ષ કર્યો છે.

અનેક તથ્યો ફિલ્મમાં અલગ રીતે દર્શાવવામાં આવ્યા

 

View this post on Instagram

 

A post shared by Mukesh Khanna (@iammukeshkhanna)

ત્યારે મુકેશ ખન્ના એ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં Kalki AD 2898 ના મુખ્ય કિરદાર જોવા મળી રહ્યા છે. તો પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, આ ફિલ્મનું નામ કલકી નહીં, પરંતુ કલ કી હોવું જોઈએ. શું Kalki AD 2898 જેવા ફિલ્મોમાં મહાભારત જેવી ઐતિહાસિક ગાથાને વાળીચોળીને લોકોની સામે રજૂ કરવી એ ખરેખર યોગ્ય છે. અશ્વત્થઆમાના માથામાંથી મણી નીકાળીને અર્જુન અને ભીમે દ્રોપદીને આપી હતી. તો એ અશ્વત્થામાં પાસે કેવી રીતે આવી ગઈ. આવા અનેક તથ્યો ફિલ્મમાં અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે.

ફિલ્મને હાલમાં ચારેય બાજુથી વાહવાહી મળી છે

તો Kalki AD 2898 માં Prabhas એ ભૈરવા, Deepika Padukone એ SUM-80, Amitabh Bachchan એ અશ્વત્થા અને કમલ હસને સુપ્રીમ યસ્કિનની ભૂમિકા ભજવી છે. તે ઉપરાંત આ ફિલ્મમાં Cameo તરીકે Disha Patani, Mrunal Thakur, S S Rajamouli, Dulquer Salmaan સહિત અનેક ફેમસ લોકો જોવા મળે છે. આ ફિલ્મને હાલમાં ચારેય બાજુથી વાહવાહી જ મળી છે.

આ પણ વાંચો: Arbaaz Khan: શું ફરી અરબાઝ ખાન બનશે પિતા? પત્ની શુરા સાથે ક્લિનિક પહોંચ્યો

Whatsapp share
facebook twitter