+

Salangpur : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું આપ્યો સંકેત….?

Salangpur : સાળંગપુર (Salangpur ) ખાતે ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે. આજની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય…

Salangpur : સાળંગપુર (Salangpur ) ખાતે ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠકનો આજે બીજો દિવસ છે. આજની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન પ્રદેશ કારોબારીમાં થઇ રહ્યું છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંભવિત રીતે દિવાળી બાદ આવશે

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે આપણે લોકસભા ચૂંટણીમાં જે બુથ માઇનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે સારું પરિણામ લાવવાનું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંભવિત રીતે દિવાળી બાદ આવશે તેમ તેમણે કહ્યું હતું.

મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો

સંબોધનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કે કોઈને ન મળી તો હું માફી માગું છું. જે હોદ્દેદારનું બુથ માઇનસ હોય તેને આપડે કોઈ હોદો ન આપવો જોઈએ. તેમણે કહ્યું કે જે પોતાનું બુથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદો ન આપી શકાય. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કારોબારી બેઠકમાં કહ્યું આપણી કોઈ કચાશ રહી. જેના કારણે આપણને એક સીટ ગુમાવવામાનો વારો આવ્યો.

બનાસકાંઠાની હારની જવાબદારી સ્વીકારુ છું

આપણે બનાસકાંઠાની સીટ બહુ જ શરમજનક રીતે 30 હજાર મતોથી હાર્યા. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું અને બધાની માફી માગું છું કે હું બનાસકાંઠા ન જીતાવી શકયો. કોઈ પણ સીટ આપણે ન હારીએ તે માટે આપણે જાગૃત રહેવું જોઈએ. સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટનો ભંગ થયાનો પ્રદેશ પ્રમુખે પ્રદેશ કારોબારીમાં ઉલ્લેખ કર્યો હતો અને મેન્ડેટ વિરુદ્ધ પરિણામ અંગે દુઃખ વ્યક્ત કર્યું.

ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક

સાળંગપુર ખાતે ગુજરાત ભાજપની બે દિવસીય બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક ચાલી રહી છે જેનો આજે બીજો દિવસ છે. બેઠકમાં આજની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ હાજર છે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ મહત્વની કારોબારી બેઠક છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેનું આયોજન અને રાજકીય કાર્યક્રમો સંદર્ભે પણ ચર્ચા

મંડળથી લઈને પ્રદેશ સુધીના નેતાઓ આ કારોબારી બેઠક રહેશે હાજર છે. લોકસભા ચૂંટણીના પરિણામોનું મનોમંથન આ પ્રદેશ કારોબારીમાં થશે. લોકસભા ચૂંટણીમાં માઇનસમા રહેલ વિધાનસભાનું પણ બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે તથા કારોબારી બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નકકી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેનું આયોજન અને રાજકીય કાર્યક્રમો સંદર્ભે પણ ચર્ચા થશે.

આજના દિવસની કારોબારીની રૂપરેખા

  • સવારે 9 વાગ્યા થી બીજા દિવસની કારોબારી બેઠકનો પ્રારંભ.
  • 9થી 9:20 કલાક દરમિયાન બેઠક સ્થળે સ્થાન ગ્રહણ અને સાંધિક ગીત
  • 9:20થી 9:30 કલાક દરમિયાન ધ્વજારોહણ
  • 9:30થી 9:35 કલાક દરમિયાન દીપ પ્રાગટ્ય – વંદેમાતરમ્
  • 9:35થી 9:50 કલાક દરમિયાન સ્વાગત વિધિ
  • 9:50થી 9:55 કલાક દરમિયાન શાબ્દિક સ્વાગત બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા
  • 9:55થી 10:20 કલાક દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલનું સંબોધન
  • 10:20થી 10:40 દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉદ્ઘાટન સંબોધન
  • 9 10:40થી 10:45 કલાક દરમિયાન પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ દ્વારા શોક પ્રસ્તાવ
  • 10:45થી 11:30 કલાક દરમિયાન નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવા અંગે અભિનંદન પ્રસ્તાવ
  • 11:30થી 12 કલાક દરમિયાન વિરામ
  • 12થી 1:30 કલાક દરમિયાન નવા સાંસદ અને ધારાસભ્યોનું સ્વાગત, ચૂંટણી સમીક્ષા અને આગામી કાર્યક્રમની માહિતી
  • 1:30થી 2:30 દરમિયાન ભોજન
  • 2:45થી 3:15 કલાક દરમિયાન બીએપીએસ સંસ્થાના બ્રહ્મવિહરી સ્વામીનું પ્રવચન
  • 3:15 કલાકથી અધ્યક્ષની ટિપ્પણી અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા સમાપન સંબોધન

આ પણ વાંચો— Gujarat: ભ્રષ્ટ અધિકારીઓ પર દાદાનો દંડો, એક સાથે ત્રણ PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ

Whatsapp share
facebook twitter