+

Gondal: ખીજડાવાળા મામાદેવના મંદિરે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી

Gondal: અષાઢ સુદ બીજ (અષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ. કંસના તેડાથી અક્રુરજી બાળ કૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથાયાત્રાનો પ્રારંભ થયેલ હોવાનું માનવામાં આવે…

Gondal: અષાઢ સુદ બીજ (અષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ. કંસના તેડાથી અક્રુરજી બાળ કૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથાયાત્રાનો પ્રારંભ થયેલ હોવાનું માનવામાં આવે છે. ત્યારથી આ દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. દેશભરમાં આ દિવસને ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ગોંડલમાં જય શ્રી ખીજડાવાળા મામાદેવના મંદિરે પણ અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. અહિં સતત 47 વર્ષથી અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે

અષાઢી બીજ નિમિતે અનેક કાર્યક્રમો યોજાયા

ગોંડલ (Gondal)ના ભોજરાજપરા 31 નંબરમાં આવેલા ખીજડાવાળા મામાદેવના મંદિર ખાતે અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ વહેલી સવારે ગણપતિદાદા નું પૂજન, શ્રી ખીજડા પૂજન, મહાઆરતી, ભોજન પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યુ હતું. મંદિર ખાતે વાજતે ગાજતે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું.

નવચંડી યજ્ઞ યોજવામાં આવ્યો હતો

આજે ગોંડલ (Gondal)માં ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે અહિં પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગણપતી પૂજન, મામાદેવને સાફો પહેરાવવાનું ભકતજનો માટે સવારે 10 થી રાત્રિના 10:30 સુધી ભોજન પ્રસાદ તેમજ સાંજના સમયે કલાકારો દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ ઉપરાંત નવચંડી યજ્ઞ નું પણ આયોજન કરાયું હતું. બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Rath Yatra : નિજ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથનું અમી છાંટણા સાથે થયું ભવ્ય સ્વાગત

આ પણ વાંચો: ભાજપના ચાણક્ય Amit Shah એ જણાવી પોતાની દાઢીની રસપ્રદ કહાની

આ પણ વાંચો: Saputama ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 70 જેટલા પ્રવાસીઓ…

Whatsapp share
facebook twitter