+

Rakesh Rajdev : ત્રણ-ત્રણ FIR, રાજકોટ પોલીસના નિશાના પર રાજદેવ પરિવાર ?

Rakesh Rajdev : ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) જ્યારથી ઓનલાઈન થયું છે ત્યારથી જ તેમાં ઉત્તરોત્તર ખેલીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ખેલીઓને આઈડી આપતાં પંટરોમાં પણ…

Rakesh Rajdev : ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) જ્યારથી ઓનલાઈન થયું છે ત્યારથી જ તેમાં ઉત્તરોત્તર ખેલીઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ખેલીઓને આઈડી આપતાં પંટરોમાં પણ ઉછાળો આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ (Rajkot City Police) મંગળવારે ત્રણ કલાકમાં ક્રિકેટ સટ્ટા બેટિંગની એક નહીં પરંતુ ત્રણ-ત્રણ ફરિયાદ નોંધી ઈતિહાસ સર્જી દીધો છે. ત્રણેય ફરિયાદમાં જો સમાન વાત હોય તો તે છે પી. એમ. આંગડીયા (PM Angadia) નો સંચાલક તેજસ રાજદેવ. રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajkot Crime Branch) નોંધેલી FIR બાદ રાજ્યભરના બુકીઓમાં સોંપો પડી ગયો છે. રાજકોટ પોલીસની તપાસ ક્યાં જઈને અટકશે તેને લઈને તરેહ તહેરની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

કોની-કોની સામે નોંધાઈ છે ફરિયાદ ?

રાજકોટ ક્રાઈમ બ્રાંચે પ્રથમ ફરિયાદ 19.35 કલાકે, બીજી ફરિયાદ 21.20 કલાકે અને ત્રીજી ફરિયાદ 22.35 કલાકે નોંધી છે. પ્રથમ ફરિયાદમાં સુકેતુ ભુતા, નિરવ પોપટ, અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ખમણ અને તેજસ રાજદેવને આરોપી દર્શાવાયા છે. ત્રણેય આરોપી સામે જુગાર અટકાયતી અધિનિયમ 4,5 (Gambling Act) હેઠળ ગુનો નોંધી સુકેતુની ધરપકડ કરી છે. બીજી ફરિયાદમાં નિશાંત ચગ, સુકેતુ ભુતા અને તેજસ રાજદેવને આરોપી દર્શાવાયા છે. નિશાંતની ધરપકડ કરી પોલીસે જુગાર અટકાયતી અધિનિયમ 12એ હેઠળ ગુનો નોંધ્યો છે. જ્યારે ત્રીજી ફરિયાદમાં ભાવેશ ખખર, સુકેતુ ભુતા, નિરવ પોપટ, અમિત પોપટ ઉર્ફે મોન્ટુ ખમણ અને તેજસ રાજદેવને આરોપી બતાવ્યા છે. જુગાર અટકાયતી અધિનિયમ 12એ હેઠળ ગુનો નોંધી ભાવેશની ધરપકડ કરી છે.

શેના આધારે ગુનો નોંધ્યો ?

રાજકોટ ક્રાઈમ બ્રાંચે મંગળવારની રાતે સપાટો બોલાવ્યો હતો. જુગાર અટકાયતી અધિનિયમ હેઠળ નોંધેલી ત્રણ FIR માં આરોપીઓના મોબાઈલ ફોન સિવાય અન્ય કોઈ મુદ્દામાલ મળ્યો નથી. સુકેતુ ભુતા, નિશાંત ચગ અને ભાવેશ ખખરની મોબાઈલ ફોનમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના મળી આવેલા આઈડી અને માસ્ટર આઈડી (Master ID) ના આધારે કેસ નોંધવામાં આવ્યા છે.

PM Angadia નો સંચાલક તમામ કેસમાં આરોપી

ત્રણેય પોલીસ ફરિયાદમાં જો કોઈ સમાન વાત હોય તે છે આરોપી તેજસ રાજુભાઈ રાજદેવ (Tejas Rajdev) અને સુકેતુ ભુતા (Suketu Bhuta). તેજસ રાજદેવ પી.એમ. આંગડીયા (PM Angadia) નો સંચાલક છે અને રાકેશ રાજદેવ (Rakesh Rajdev) ઉર્ફે RR નો ભત્રીજો. PM Angadia માં પ્રતિદિન કરોડોની હેરફેર કરતા તેજસ રાજદેવ સામે રાજકોટ પોલીસે ગુનો નોંધતા સોંપો પડી ગયો છે. તેજસના કાકા Rakesh Rajdev સામે સટ્ટા બેટિંગના અનેક કેસ નોંધાયેલા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી Bookie RR દેશ છોડીને ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચો – IMFL Theft : અમદાવાદ ગ્રામ્યના PSI ને કેમ સસ્પેન્ડ કરાયા ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter