+

Assembly : રાજ્યની 1606 શાળાઓ 1 શિક્ષકથી ચાલતી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો

Gujarat Assembly : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)માં આજે વિવિધ મુદ્દા ઉઠ્યા હતા જેમાં શિક્ષકોની ઘટનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. રાજ્યમાં 1606 શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર…

Gujarat Assembly : ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)માં આજે વિવિધ મુદ્દા ઉઠ્યા હતા જેમાં શિક્ષકોની ઘટનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. રાજ્યમાં 1606 શાળાઓ એક જ શિક્ષકથી ચાલતી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. સરકારે દાવો કર્યો હતો કે શાળાઓમાં ઝડપથી શિક્ષકોની ભરતી કરાશે.

રાજ્યની 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો

વિધાનસભામાં આજે રાજ્યની 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે જણાવ્યું કે 1606 શાળાઓ નિયમિત શાળાઓ જ છે. આ શાળાઓમાં શિક્ષકને વતનનો લાભ આપવા સહિત ના મુદ્દ ને કારણે શિક્ષકોની ઓછી સંખ્યા છે અને જલ્દી ભરતી કરવામાં આવશે.

અમદાવાદની 17 શાળામાં 1 શિક્ષક

અમદાવાદમાં પણ 17 ,ભરૂચમાં 102, બોટાદ 29, છોટાઉદેપુર 283 ,દાહોદ 20, ડાંગ 10, ગાંધીનગરમાં 8 શાળાઓ એક શિક્ષક થી ચાલે છે. 5.3 ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકારે કર્યો હતો.

મેરીટના આધારે શિક્ષકોની ભરતી કરાય તો બાળકોનું શિક્ષણ ના બગડે

શિક્ષકોની ઘટને લઇને કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રાજ્યમાં 1606 શાળામાં માત્ર એક જ શિક્ષક છે અને હવે જ્ઞાન સહાયક ભરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મેરીટના આધારે શિક્ષકોની ભરતી કરાય તો બાળકોનું શિક્ષણ ના બગડે. ખાલી જગ્યાઓ જેમ બને તેમ જલ્દી નહીં પણ એક અઠવાડીયામાં જ ભરાવી જોઇએ અને જો નહીં ભરાય તો સરકારી માળખુ તૂટી જશે. મંત્રીએ જવાબ આપ્યો કે જેમ બને તેમ જલ્દી જગ્યા ભરાશે.

ધારાસભ્ય જીતુ વાઘાણીનો જવાબ

આ મામલે ધારાસભ્ય જીતુ વાઘાણીએ કહ્યું કે 2600 વિદ્યાસહાયકોની ભરતી થઇ ગઇ હતી. ટાટ 1 અને 2ની પરીક્ષા પછી 2750 લોકોની ભરતી થશે જેનો નિર્ણય લેવાનો હતો અને પહેલા ફેઝની ભરતી થઇ ગઇ હતી. હાલ ભરતી માટેની નવી વીતિ બની રહી છે. નીતિ બન્યા બાદ tat 1, 2 ની માત્ર 2700 થી વધુ ભરતી થશે. તેમણે કહ્યું કે બધી જ ભરતી પ્રક્રિયા શિક્ષણ વિભાગમાં થશે અને અન્ય જગ્યા પણ હશે. શિક્ષકોની આંતરિક ફેર બદલી 2012 પછી થઈ ન હતી એટલે ગત વર્ષ બોન્ડ ઘટાડયાઅને શિક્ષકો પરિવારની આસપાસ જઈ શક્યા છે. શિક્ષકોની ઘટ થઈ છે એ સ્વીકારીએ છીએ. જ્યાં એક શિક્ષક છે ત્યાં પણ વિદ્યાર્થોઓની સંખ્યા પ્રમાણે શિક્ષક મુકવામાં આવ્યા છે. 1270 જેટલી જગ્યા બદલીના કારણે થઈ છે. આ તમામ નિર્ણય ભૂપેન્દ્ર પટેલ સરકારના સમયમાં જ થયા છે
શિક્ષણના ભોગે બાળક ના ભોગે કોઈ નુકસાન થઇ રહ્યું નથી. ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં આવી રહ્યા છે.
તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે કોંગ્રેસના સમયમાં શું હતું? ગુજરાત કેટલું અભણ હતું બધા જાણે છે. કોંગ્રેસની નકારાત્મક બાબતો નહિ પ્રજા નહિ સ્વીકારે.સત્ય હકીકત સાથે કોંગ્રેસ ધ્યાન દોરે.

ઉંચી ફી વસુલવાની 2 ફરિયાદો મળી

ઉપરાંત ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું કે ફી રેગ્યુલેટરી કમિટીને છેલ્લા 2 વર્ષમાં ઉંચી ફી વસુલાતની 2 ફરિયાદો મળી હતી. સરકારે વધુ ફી ઉઘરાવવા બાબતે રેગ્યુલેટરી કમિટી દ્વારા લેવાયેલા પગલાની વિસ્તૃત જાણકારી આપી હતી.

રાજ્યમાં પશુપાલન વિભાગમાં વર્ગ 2ની 420 જગ્યા ખાલી

બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલે પુછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી દ્વારા અપાયેલા લેખીત જવાબમાં સામે આવ્યુ કે રાજ્યમાં પશુપાલન વિભાગમાં વર્ગ 2ની 420 જગ્યા ખાલી છે. છેલ્લા 10 વર્ષના કેલેન્ડર વર્ષમાં ભરવાની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું હતું. પશુપાલન વિભાગમાં પશુચિકિત્સા અધિકારીઓની છેલ્લા 10 વર્ષમાં માત્ર 31 જગ્યા ભરવામાં આવી છે. પશુપાલન વિભાગમાં ખાલી 420 જગ્યા સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા ચાલુ હોવાનો મંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો—-GUJARAT POLITICS : લોકસભા ચૂંટણી પહેલા વિજાપુરના રાજકારણમાં ગરમાવો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter