+

કડી કેમ્પસની બોય્સ હોસ્ટેલમાં Birthday પાર્ટીની ઉજવણી કરતાં વિદ્યાર્થીઓને હોસ્ટેલના રેક્ટરે માર્યો ઢોરમાર

આજના યુવાનો જન્મ દિવસની ઉજવણી કરતા તમને જાહેર રસ્તામાં કે કોઇ જાહેર પ્લેસ પર જોવા મળી જશે. કહેવાય છે ને કે સમય બદલાય એટલે ટ્રેન્ડ પણ બદલાય પણ ઘણીવાર નવા…

આજના યુવાનો જન્મ દિવસની ઉજવણી કરતા તમને જાહેર રસ્તામાં કે કોઇ જાહેર પ્લેસ પર જોવા મળી જશે. કહેવાય છે ને કે સમય બદલાય એટલે ટ્રેન્ડ પણ બદલાય પણ ઘણીવાર નવા ટ્રેન્ડને અમુક લોકો સ્વિકારી શકતા નથી અને વિરોધ કરતા રહે છે. અને આ વિરોધમાં ઘણીવાર તેઓ કાયદો પણ હાથમાં લઇ લેતા હોય છે. આવું જ કઇંક ગાંધીનગરમાં આવેલી કડી કેમ્પસની બોય્સ હોસ્ટેલમાં જોવા મળ્યું છે. જ્યા રહેતા વિદ્યાર્થીઓને જન્મ દિવસની ઉજવણી ભારે પડી ગઇ હતી.

કડી કેમ્પસની બોય્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જન્મ દિવસની ઉજવણી ભારે પડી

ઘટનાની વિસ્તાર સાથે વાત કરીએ તો ગાંધીનગરના સેક્ટર 23 માં આવેલી કડી કેમ્પસની બોય્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. જે દરમિયાન એક શખ્સે હોસ્ટેલ રૂમમાં આવીને ગુડ્ડાગંર્દી શરૂ કરી દીધી હતી. અને અમુક વિદ્યાર્થીઓને ગડદાપાટું કરી તેમનો ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે બે શખ્સ જેઓ વિદ્યાર્થીઓને ભેગા મળીને બેરહેમીથી મારી રહ્યા છે. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક વિદ્યાર્થી દિવાળીના વેકેશનમાં પોતાના ઘરે ગયો અને તેની સાથે જે થયું તે વિશે તેણે પોતાની પિતાને જણાવ્યું. તેણે કહ્યું કે, તેને અને તેના મિત્રોને હોસ્ટેલના રેક્ટર અનિલભાઈ પટેલ અને તેમની સાથે અન્ય શખ્સ દ્વારા રાત્રીના સમયે માર મારવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે, તે અને તેના મિત્રો જન્મ દિવસની ઉજવણી માટે હોસ્ટેલમાં રૂમમાં કેક લાવ્યા હતા અને તેને કટ કરીને તેઓ ઉજવણીમાં મસ્ત હતા. રાત્રીનો સમય હોવાના કારણે અવાજ વધુ થવા લાગ્યો તો હોસ્ટેસના રેક્ટર અનિલ પટેલ તેમની સાથે અન્ય માણસને લઇને રૂમમાં પહોંચ્યા અને જાણે રીમાન્ડમાં લેવામાં આવેલા આરોપીની જેમ તેની સાથે મારા મારી કરી હતી.

પોલીસે હોસ્ટેલના રેક્ટર સામે નોંધી ફરિયાદ

જ્યારે વિદ્યાર્થીએ પિતાને આ હકીકત જણાવી તો તેઓ ખૂબ જ ગુસ્સે થયા અને તેમણે અન્ય એક વિદ્યાર્થીના પિતા સાથે આ સમગ્ર ઘટના જણાવી. અહીં એ પણ જાણવા મળ્યું કે, જે વિદ્યાર્થીએ પિતાને આ સમગ્ર વિગત જણાવી તેનો મિત્ર આ ઘટનાથી એટલો ડરી ગયો હતો કે તે કોઇની સાથે વાત પણ નહતો કરતો અને રૂમમાં એકલો બેસી રહેતો હતો. જ્યારે તેને આ અંગે વધુ પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, તેમની સાથે રેક્ટર અનિલ પટેલ અને અન્ય શખ્સે ગડદાપાટુનો માર માર્યો હતો. રેક્ટર ગુસ્સામાં એટલા હતા કે તેઓએ વિદ્યાર્થીને લાતો અને થાપાના ભાગે પણ માર્યું હતું. જ્યારે રેક્ટર વિદ્યાર્થીઓને મારી રહ્યા હતા તે સમયે સિક્ટોરિટી ગાર્ડ સહિત ઘણા લોકો ઉભા હતા પણ તેઓએ આ મામલે વચ્ચે પડવાની જગ્યાએ ઘટનાને જોવું જ પસંદ કર્યું. હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. ગાંધીનગરના સેક્ટર 21 માં પોલીસે હોસ્ટેલના રેક્ટર અને અન્ય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો – અમદાવાદમાં દિવાળી પહેલા જ હવા બની ઝેરી, પ્રદૂષણને લઈ તંત્ર ચિંતામાં

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter