+

Rajkot: ‘સજા પહેલા જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ’ પરિવાર ગુમાવનાર પ્રદિપસિંહ ચૌહાણની પીડા

Rajkot Gamezone fire: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ એક વ્યક્તિ પોતાના પરિવારના 5 લોકો ગુમાવ્યા છે. નોંધનીય છે કે, Rajkot અગ્નિકાંડમાં અનેક 33 લોકો જીવતા હોમાયા છે. જોકે અત્યારે મામલે કાર્યવાહીના…

Rajkot Gamezone fire: રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ એક વ્યક્તિ પોતાના પરિવારના 5 લોકો ગુમાવ્યા છે. નોંધનીય છે કે, Rajkot અગ્નિકાંડમાં અનેક 33 લોકો જીવતા હોમાયા છે. જોકે અત્યારે મામલે કાર્યવાહીના આદેશ પણ કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે એક મહત્વની વાત વાત સામે આવી છે. આ અગ્નિકાંડમાં એક વ્યક્તિએ પોતાના 5 પરિજનોને ગુમાવ્યા છે. તેણે સરકારને અપીલ કરી છે કે, આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું તે લોકોને મારી નાખીશ.

મારી આગળ પાછળ કંઇ રહ્યુ નથી. હતા તે સૌને ગુમાવી બેઠો છુંઃ પ્રદિપસિંહ ચૌહાણ

તમને જણાવી દઇએ કે, આ પીડા પ્રદિપસિંહ ચૌહાણની છે જેમણે પોતાનો પરિવાર ગુમાવ્યો છે અને સ્પષ્ટપણે કહ્યુ છે કે, મારી આગળ પાછળ કંઇ રહ્યુ નથી. હતા તે સૌને ગુમાવી બેઠો છુ. જો આ હત્યાકાંડના આરોપીઓને ફાંસીની સજા પહેલા જામીન મળ્યા તો હુ એમને પતાવી દઇશ. એટલું જ નહીં પરંતુ પ્રદિપસિંહ ચૌહાણે વકીલોને પણ અરજ કરી છે કે, કોઈ પણ વકીલ આમનો કેસ ના લડે. જો કોઈને પૈસાની ભૂખ હોય તો તેમની જે પણ ફી થતી હશે તેના કરતા બે લાખ હું વધારે આપીશ પરંતુ તને કેસ ના લડતા.

આખરે આ પિતાને આવુ કેમ બોલવું પડયું તે તમે જાણો છો ?

તમે ગુજરાત સરકાર અને ન્યાય આપતી સંસ્થાએ મોરબીના ઝૂલતા પૂલના આરોપી જયસુખ પટેલને જામીન આપીને બહાર ફરતા કર્યા છે. આવુ સતત રિપિટેશન, પાત્ર જોઇ ન્યાયને તોળવાના ત્રાજવા બદલતી સિસ્ટમ એક દિવસ ગુજરાતમા પણ નક્સલવાદ નહી તો એવા વિદ્રોહને જન્મ આપશે, જે દરરોજ રચાતા ઇતિહાસને કાળની ગર્તાતામા ધકેલશે.

સરકારી સહાય મળશે તેને હું જરુરિયાતમંદોને આપી દઈશઃ પ્રદિપસિંહ ચૌહાણ

વધુમાં પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, ‘મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. હું મીડિયાના હાજરીમાં કહું કે, મને જે પણ સરકારી સહાય મળશે તેને હું જરુરિયાતમંદોને આપી દઈશ. અને ખાસ વાત કે, આ લોકોને જે પણ સજા થશે. ફાંસીની સજા કે કોઈ પણ જાતની સજા પડશે અને સજા પહેલા જો તેમને જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કઈ છે નહીં. જે હતું તે બધુ જતું રહ્યું છે. તેથી હું કોઈને જીવતા નહીં રહેવા દઉ. જેમ અમારા પરિવારની ઓખળપરખ નથી થતી તેમ હું તેમની ઓળખપરખ નહીં થવા દઉં.’

આ અગ્નિકાંડે અનેક લોકોના પરિવારને નોધારા કર્યો

એક વ્યક્તિએ પોતાનો આખો પરિવાર ગુમાવ્યો છે. આ અગ્નિકાંડે અનેક લોકોના પરિવારને નોધારા કર્યો છે. ત્યારે એક પિતાએ બેદરકાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે ઉગ્ર અપીલ કરી છે. પોતાના પરિવારને ગુમાવ્યાની પીડામાં પ્રદિપસિંહ ચૌહાણે કહ્યું કે, સરકાર આ લોકોને ફાંસીની સજા કરે અને કોઈ પણ વકીલ આમનો કેસ ના લડે, ના હાઈકોર્ટમાં, ના સુપ્રીમમાં કે ના અહીંયા.અને જો પૈસાથી જ કેસ લડવો હોય તો જે એમની ફી થતી હોય તેના કરતા 2 લાખ હું વખારે આપીશ.

આ પણ વાંચો: શું ઐયાશીનો અડ્ડો હતું TRP Game zone? સંચાલકોની બેદરકારી 33 લોકોને ભરખી ગઈ

આ પણ વાંચો:  Fire Incident: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરના ગેમિંગ ઝોનમાં તપાસનો ધમધમાટ થયો શરૂ

આ પણ વાંચો:  Rajkot Game Zone Tragedy: અગ્રિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, ગુજરાત ફર્સ્ટ પાસે આવી ઘટનામાં ગુમ થયેલા લોકોની યાદી

Whatsapp share
facebook twitter