+

ગુજરાતમાં આજે ગરમીને લઈને ઍલર્ટ વચ્ચે Lok Sabha Electionsની ગરમી

Lok Sabha Elections -ગુજરાતમાં મંગળવારે લોકસભાની 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને બીજી તરફ ગુજરાતમાં ગરમીને લઈને ઍલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી…

Lok Sabha Elections -ગુજરાતમાં મંગળવારે લોકસભાની 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે અને બીજી તરફ ગુજરાતમાં ગરમીને લઈને ઍલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારે ગરમી પડી રહી છે અને દિવસ દરમિયાનનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ રહ્યું છે.

ગુજરાતમાં મે અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં વધારે ગરમી પડે છે. ઉનાળામાં સૌથી વધારે આકરી ગરમી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મે મહિનામાં પડતી હોય છે.

ગરમીની અસર મતદાન પર ન પડે તેના માટે વ્યવસ્થાઓ કરી

રાજ્યમાં ગરમીને લઈને ચૂંટણીપંચ અને રાજકીય પક્ષો પણ સતર્ક થઈ ગયાં છે અને ગરમીની અસર મતદાન પર ન પડે તેના માટે વ્યવસ્થાઓ કરી રહ્યાં છે.

ગુજરાતમાં હાલ જ હવામાનમાં પલટો આવ્યા બાદ ફરીથી ગરમીનો પારો ઊંચે જવા લાગ્યો છે અને આવનારા દિવસોમાં હજી ગરમી વધશે એવું અનુમાન દેખાઈ રહ્યું છે.

ગુજરાતમાં કેટલા દિવસ માટે ઍલર્ટ?

ભારતના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી આપી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડી શકે છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની શક્યતા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન જોવા મળે તેવી શક્યતા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે 6 મેથી 10 મે સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને ભારે ગરમીથી રાહત નહીં મળે અને આ દિવસોમાં વિવિધ વિસ્તારોમાં લૂ વાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં થોડા દિવસ પહેલાં અમરેલીમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.

ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારે ગરમી?

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ અઠવાડિયા દરમિયાન ભારે ગરમી પડવાની શક્યતા છે. ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ 9મેની આસપાસ આવશે, પરંતુ તેની અસર ગુજરાતને ખૂબ ઓછો થવાની શક્યતા છે.

જેના લીધે 10થી 11 મે સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.

તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જાય તેવી શક્યતા

અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, વડોદરા, આણંદ, ખંભાત, પાલનપુર, ડિસા સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી ઉપર જાય તેવી શક્યતા છે.

રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન અન્ય વિસ્તારો કરતાં ઓછું રહેવાની સંભાવના છે, પરંતુ આ વિસ્તારોમાં ભેજવાળી હવા સાથે ગરમી પડશે. જેના કારણે દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં બફારો રહેવાની શક્યતા છે.

અમદાવાદ ખાતેના હવામાન કેન્દ્રએ દરિયાકાંઠાના વિસ્તારોની સાથે ભાવનગર અને સુરતમાં હિટવેવની ચેતવણી આપી છે.

આ પણ વાંચો- Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, સવારે 9 વાગ્યા સુધી 10.81 ટકા મતદાન… 

Whatsapp share
facebook twitter