+

Heavy Rain: અમદાવાદવાસીઓની આતુરતાનો આવ્યો અંત! હવે થશે કડાકા ભડાકા સાથે વરસાદ

Heavy Rain in Ahmedabad : ગુજરાતમાં અત્યારે વિદિવત રીતે ચોમાસું શરૂ થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો આગામી 7…

Heavy Rain in Ahmedabad : ગુજરાતમાં અત્યારે વિદિવત રીતે ચોમાસું શરૂ થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં કરવામાં આવી અતિભારે વરસાદની આગાહી

આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ દીવમાં ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ (Ahmedabad)માં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 29 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે 30 જૂનની વાત કરવામાં આવે તો ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

1 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી

તમને જણાવી દઇએ કે, 1 જુલાઇએ વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો 2 જુલાઇએ નવસારી, વલસાડ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આ સાથે પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના

આ પણ વાંચો: Surat: આ લોકો તો રેલવેને પણ છેતરી ગયા! IRCTC ની સાઈટ હેક કરી બનાવી 4.50 કરોડની ટિકિટ

આ પણ વાંચો: Ahmedabad: બહારનું ખાવું હવે ઝેર સમાન! અથાણામાં ગરોળી તો નરોડાની હોટલના જમવામાં મળ્યો વંદો

Whatsapp share
facebook twitter