+

Gangster Vishal Goswami : જેના નામ માત્રથી Ahmedabad ના જવેલર્સ ધ્રુજતા હતા, અદાલત આપશે IPC 307 કેસમાં ચૂકાદો

આજથી 9 વર્ષ પહેલાં અમદાવાદ શહેરના જવેલર્સ જે ગેંગસ્ટર નામ માત્રથી ધ્રુજતા તે હતો વિશાલ ગોસ્વામી (Gangster Vishal Goswami) હત્યાના પ્રયાસ, ખંડણી (Extortion) સહિતના ગુના સંખ્યાબંધ ગુના આચરનારા વિશાલ અને…

આજથી 9 વર્ષ પહેલાં અમદાવાદ શહેરના જવેલર્સ જે ગેંગસ્ટર નામ માત્રથી ધ્રુજતા તે હતો વિશાલ ગોસ્વામી (Gangster Vishal Goswami) હત્યાના પ્રયાસ, ખંડણી (Extortion) સહિતના ગુના સંખ્યાબંધ ગુના આચરનારા વિશાલ અને તેની ગેંગના દિવસો ભરાઈ ગયા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ના તત્કાલિન બાહોશ અધિકારીઓ અને ટીમે એપ્રિલ-2015માં ઉત્તરપ્રદેશ ખાતે ઓપરેશન (Operation Vishal Goswami) હાથ ધરી વિશાલ અને તેના સાગરીતોને ઝડપી પાડ્યા. માર્ચ-2015માં અમદાવાદ શહેરમાં 50 લાખની ખંડણી માટે જવેલર્સની હત્યાનો પ્રયાસ કરવાનો કેસ અદાલતમાં ચાલી ગયો છે. આ કેસમાં શનિવારે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ (Ahmedabad City Sessions Court) ના ન્યાયાધીશ અંબાલાલ આર. પટેલ (Judge Ambalal R Patel) ચૂકાદો સંભળાવનારા છે.

શું છે સમગ્ર મામલો

અમદાવાદના સેટેલાઈટ (Ahmedabad Satellite) વિસ્તારમાં C M Zaveri નામથી જવેલર્સનો શો રૂમ ધરાવતા મહેશભાઈ રાણપરાને 12 મે 2014ના રોજ લેન્ડલાઈન નંબર પર એક ફોન આવે છે. ફોન કરનારો શખ્સ ‘મેં વિશાલ ગોસ્વામી બોલ રહા હું ઔર પ્રોટકેશન મની 50 લાખ ભીજવા દો’ કહીને ગાળો બોલવા લાગે છે. ગેંગસ્ટર વિશાલ શહેરના અનેક જવેલર્સ પાસેથી ખંડણી ઉઘરાવી ચૂક્યો હોવાની વાતથી જાણકાર મહેશભાઈ ડરી જતાં ફોન કરી દે છે. બીજા દિવસે ફરીથી વિશાલ ફોન કરીને ‘પ્રકાશ સોની કા જો હાલ હુઆ થા વો હાલ તુમ્હારા કરુંગા’ કહેતા મહેશભાઈ હલ્લો, હલ્લો બોલે છે. મહેશભાઈ ‘યહ સ્ટેશનરી કી દુકાન હૈ, આપ કો કોન સી સ્ટેશનરી ચાહીએ’ તેમ કહેતા વિશાલ ‘AK 47 કી ગોલીંયા બહોત હૈ હમારે પાસ’ તેમ કહીને ફોન કટ કરી નાંખે છે. નવેક મહિના બાદ 5 માર્ચ 2015ના રોજ ફરી લેન્ડલાઈન પર એક ફોન આવે છે અને ‘વિશાલ ગોસ્વામી બોલ રહા હું’ તેમ કહેતા મહેશભાઈ ફોનની લાઈન કાપી નાંખે છે.

છ દિવસ બાદ 11 માર્ચના રોજ મહેશભાઈ રાતે શો-રૂમ બંધ કરીને આંબાવાડી તુલસીબાગ સોસાયટી ખાતેના પોતાના મકાને કાર લઈને પહોંચે છે. રાત્રિના સવા નવેક વાગે તેઓ કારમાંથી બેગ લેતા હતા તે સમયે ફાયરિંગના બે અવાજ થાય છે, પરંતુ તેમને ટાયર ફાટ્યું હોય તેવો અહેસાસ થાય છે. દરમિયાનમાં એક બાઈક પર બે શખ્સ તેમની પાસેથી પસાર થાય છે અને હથિયાર તાકીને બે રાઉન્ડ ફાયરિંગ કરે છે. જેથી મહેશભાઈ ડરીને ઘરમાં પ્રવેશી જાય છે. એક દિવસ બાદ 13 માર્ચના રોજ બપોરે ફોન આવે છે ‘વિશાલ ગોસ્વામી શેઠ સે બાત કરવાઓ’ મહેશભાઈ કહે છે કે, ‘શેઠ નહીં હૈ’ તો વિશાલ કહે છે ‘દો દિન પહેલે જો ફાયરિંગ હુઆ હૈ, પતા હૈ ને. ઈસ બાર બચ ગયે હો. અગલીબાર નહીં બચોગે’ અને આજ દિવસે ભાનુ જવેલર્સ (Bhanu Jewellers) ના માલિક પર ફાયરિંગ થાય છે.

ગેંગસ્ટર વિશાલ બન્યો બેફામ

વિજય ઉર્ફે અરવિંદ જૈન ઉર્ફે આકાશ શર્મા ઉર્ફે પ્રશાંત જેવા નામોથી ઓળખાતો મધ્યપ્રદેશના મુરેના જિલ્લાનો વતની ગેંગસ્ટર વિશાલ રામેશ્વરપુરી ગોસ્વામી (ઉ.34) અમદાવાદ શહેરમાં બેફામ બન્યો હતો. એક પછી એક એમ સંખ્યાબંધ જવેલર્સને ફોન કરી ખંડણી ઉઘરાવતા વિશાલનો ખૌફ દિન-પ્રતિદિન વધતો જતો હતો. વિશાલ તેના સગા ભાઈઓ, ભત્રીજાઓ અને સાગરિતો સાથે મળીને ખંડણી નહીં આપનારા જવેલર્સને ડરાવવા તેમના પર ફાયરિંગ કરાવતો હતો. જેથી શહેરના જવેલર્સ એટલી હદે ડરી ગયા હતા કે, વિશાલના એક ફોન પર લાખો રૂપિયાની ખંડણી આંગડીયા પેઢી (Angadia Services) થકી તેને મોકલી આપવા લાગ્યા.

Vishal Goswami & Gang

DCP Bhadran એ કર્યો આદેશ

અનેક ગંભીર ગુનાઓનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાંખતી તેમજ રિઢા ગુનેગારોને આસાનીથી ઝડપી લેતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ વિશાલ સામે લાચાર બની ગઈ. વિશાલ ગોસ્વામી અને તેના સાગરિતો મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં સતત લોકેશન બદલતા રહેતાં હતાં. આથી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને સફળતા મળતી ન હતી. બેફામ બનેલા વિશાલ ગોસ્વામીને ઝડપી લેવા તત્કાલિન Crime Branch DCP દિપન ભદ્રન (Deepan Bhadran IPS) એ એક માત્ર ધ્યેય બનાવી લીધું. ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પીઆઈ જીતુ યાદવ (PI Jitu Yadav) પીઆઈ બી પી રોજીયા (PI B P Rojiya) પીઆઈ એસ આર ટંડેલ (PI S R Tandel) પીએસઆઈ આર એસ સુવેરા (PSI R S Suvera) પીએસઆઈ કે જી ચૌધરી (PSI K G Chaudhary) પીએસઆઈ આર આઈ જાડેજા (PSI R I Jadeja) પીએસઆઈ જે એન ઝાલા (PSI J N Zala) સહિતની ટીમને મિશન વિશાલ ગોસ્વામી (Mission Vishal Goswami) સોંપવામાં આવ્યું. DCP Deepan Bhadran એ આદેશ આપ્યો કે, વિશાલ ગોસ્વામી અને તેના સાગરીતોને પકડ્યા વગર કોઈ પરત ફરવાનું નથી. સાહેબનો હુકમ થતાંની સાથે જ ટેકનિકલ ટીમ સહિતના અધિકારીઓ કામે લાગી ગયા અને કેટલીક ટીમ UP તો કેટલીક MP પહોંચી ગઈ અને શરૂ થયું ઓપરેશન. ઉત્તરપ્રદેશના મથુરા તાલુકાના નરોલી હાઈવે પર આવેલા એક મકાનમાં છુપાયેલા વિશાલ ગોસ્વામીને જીવ સટોસટીનો ખેલ ખેલી અધિકારીઓએ ઝડપી લીધો. વિશાલની ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચનું ઓપરેશન ચાલુ રહ્યું અને એક પછી એક એમ છ આરોપીઓને ઝડપી લેવાયા. જેમાં વિશાલના બે સગા ભાઈ અજય ઉર્ફે આશુતોષ ઉર્ફે અભય ગોસ્વામી, સુરજ પ્રિતમ ગોસ્વામી, રિન્કુ ઉર્ફે રાજ ઉર્ફે રાજવીર ગોસ્વામી (ઉ.20), રામખત્યાર ઉર્ફે પંપોલા ઉર્ફે રામનિવાસ ગોસ્વામી, સતનામ સરદારજી અને વિશ્વભંર ગોસ્વામીનો સમાવેશ થાય છે.

અદાલત સંભળાવશે ચૂકાદો

વિશાલ ગોસ્વામી એન્ડ ગેંગ (Vishal Goswami & Gang) પર થયેલા સંખ્યાબંધ ગુનાઓ પૈકીનો એક કેસ Ahmedabad City Sessions Court માં ચાલી ગયો છે. આ કેસમાં પચાસેક જેટલા સાક્ષી, પંચ અને તપાસ અધિકારી પીએસઆઈ રાજેશ સુવેરા સહિતના પોલીસ અધિકારીઓની જુબાની થઈ ચૂકી છે. વર્ષ 2015ના હત્યાના પ્રયાસના કેસમાં ન્યાયાધીશ એ આર પટેલ (Judge A R Patel) ચૂકાદો આપે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો :  THE HISTORY OF GUJARAT : IPS HIMANSHU SHUKLA ની ટીમે કરેલા ISI AGENT ના કેસમાં અદાલત આપશે ચૂકાદો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter