+

Rajkot મહાનગરપાલિકાની ઘોર બેદરકારીએ નિર્દોષોના ભોગ લીધા…

Rajkot Gazamzone : રાજકોટ અગ્નિકાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 32 નિર્દોષ લોકોના ભોગ લેનારા આ બનાવના આરોપી યુવરાજસિંહને લઇને મોટો ખુલાસો થયો છે. યુવરાજસિંહ ગેમઝોન (Rajkot Gazamzone) નો ભાગીદાર હોવા…

Rajkot Gazamzone : રાજકોટ અગ્નિકાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 32 નિર્દોષ લોકોના ભોગ લેનારા આ બનાવના આરોપી યુવરાજસિંહને લઇને મોટો ખુલાસો થયો છે. યુવરાજસિંહ ગેમઝોન (Rajkot Gazamzone) નો ભાગીદાર હોવા છતાં મહિને 1 લાખ રુપિયાનો પગાર લેતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

યુવરાજસિંહ ગેમઝોનમાં 15 ટકા ભાગીદારી પણ ધરાવતો

રાજકોટ અગ્નિકાંડમાં તપાસમાં બહાર આવ્યું છે કે યુવરાજસિંહ ગેમઝોનનો ભાગીદાર હતો અને તે માલિક હોવા છતાં મહિને 1 લાખ રુપિયા પગાર લેતો હતો. પગાર ઉપરાંત યુવરાજસિંહ ગેમઝોનમાં 15 ટકા ભાગીદારી પણ ધરાવતો હતો.

ગેમઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન

ઉપરાંત ગેમઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન હોવાનું પણ બહાર આવ્યું છે. પ્રકાશ જૈન મૂળ રાજસ્થાનનો વતની છે જ્યારે રાહુલ રાઠોડ નામનો એક શખ્સ પણ ગેમઝોનમાં ભાગીદાર છે અને તે ગોંડલનો છે.

ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવ્યા ન હતા

ચોંકાવનારી વાત તો એ છે કે ગેમઝોનના સંચાલકોએ ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવ્યા ન હતા અને આગ લાગી ત્યારે ફાયરના સાધનો નીચે પડેલા હતા. ફાયર સેફ્ટી માટે એનઓસી લેવાઇ હતી પણ ફાયર બ્રિગેડે ઘટના સ્થળની તપાસ કર્યા વગર જ મંજૂરી આપી દીધી હતી.

મહાનગરપાલીકાની સ્પષ્ટ બેદરકારી

પ્રાથમિક દ્રષ્ટીએ જ મહાનગરપાલીકાની સ્પષ્ટ બેદરકારી આ બનાવમાં બહાર આવી છે. પાલીકાના ફાયર બ્રિગેડના પાપે આ ગોઝારી દુર્ઘટના સર્જાઇ છે.

આ પણ વાંચો— 31 પરિવારજનોના ચિરાગ ક્યાં ગયા, આગમાં હોમાયા કે જમીન ગળી ગઈ?

આ પણ વાંચો— Rajkot : સેફ્ટી ચકાસણી વિના કેમ ધમધમે છે આવા જીવલેણ Game Zone?

આ પણ વાંચો– Rajkot Game Zone Fire : ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 32 પર પહોંચ્યો

આ પણ વાંચો— Surat And Rajkot Fire Accident: ક્યારેક ભણતા બાળકો, તો ક્યારેક રમતા બાળકો માનવસર્જિત આગમાં હોમાય છે

આ પણ વાંચો—- Rajkot Fire : માત્ર 30 સેકન્ડમાં જ આગ આખા ગેમઝોનમાં ફેલાઈ, પ્રત્યક્ષદર્શીએ જણાવી ભયાનક ક્ષણની કહાની…

Whatsapp share
facebook twitter