+

​​Surat : 6 માસમાં ત્રણ લાખ રુપિયાની નકલી નોટ ફરતી કરનારો ઝડપાયો

​​Surat fake currency : સુરતના ઉધના વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટ (Surat fake currency) છાપતા એક શખ્સની ઉધના પોલીસે ધરપકડ કરી છે. સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતો શખ્સ ટૂંક સમયમાં વધુ રૂપિયા…

​​Surat fake currency : સુરતના ઉધના વિસ્તારમાંથી બનાવટી ચલણી નોટ (Surat fake currency) છાપતા એક શખ્સની ઉધના પોલીસે ધરપકડ કરી છે. સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતો શખ્સ ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવવા પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો.અગાઉ પોતાની જોડે સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતા મિત્રએ બનાવટી ચલણી નોટ છાપવાની તાલીમ આપી હતી. આરોપીના મિત્રને હાલ વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા છ માસ દરમ્યાન આરોપીએ બજારમાં બે થી ત્રણ લાખ રૂપિયા જેટલી બનાવટી ચલણી નોટો ફરતી કરી છે.જ્યાં પ્રતિદિવસ આરોપી 2 હજારથી લઈ 2500 સુધી બનાવટી ચલણી નોટો બજારમાં વટાવતો હતો.

સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરતો શખ્સ ઝડપાયો

ભારતીય અર્થતંત્રને આર્થિક નુકશાન પહોંચાડતા તત્વો સામે સુરત પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. સુરતમાં ચાલતા બનાવટી ચલણી નોટોના કાળા કારોબારનો ઉધના પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતની ઉધના પોલીસે આપેલી જાણકારી મુજબ,ઉધના પોલીસ મથકનો સ્ટાફ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. જે દરમિયાન માહિતી મળી હતી કે,સાડી પ્રિન્ટિંગ નું કામકાજ કરતો એક શખ્સ પોતાના જ ઘરે બનાવટી ચલણી નોટો છાપી રહ્યો છે અને શાકભાજી બજાર તેમજ નાની-નાની દુકાનોમાં બનાવટી ચલની નોટો વટાવી રહ્યો છે.જે માહિતીના આધારે બનાવટી ચલણી નોટો વટાવવા આવેલ પિન્ટુ શિવનંદન પાલને ઝડપી પાડ્યો હતો. જે આરોપીની અંગઝડતી લેતા 100 ના દરની 42 બનાવટી ચલણી નોટો મળી આવી હતી.જે બનાવટી ચલણી નોટો સાથે આરોપીની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

બનાવટી ચલણી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર મશીન જપ્ત

ઉધના પોલીસે આરોપીને સાથે રાખી ઉન પાટિયા સ્થિત ગુલનાઝ નગર ખાતે આવેલ તેના નિવાસસ્થાન ખાતે પણ છાપો માર્યો હતો. જ્યાંથી વધુ 100 ના દરની વધુ 217 જેટલી બનાવટી ચલણી નોટો કબ્જે કરવામાં આવી હતી. આરોપીના ઘરેથી પોલીસે બનાવટી ચલણી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર મશીન, કટર,બનાવટી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા કાગળો,મોબાઈલ,8 જેટલી 50 અને 100 ના દરની અસલ ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

સલમાન અહેમદે તેને તાલિમ આપી હતી.

આરોપીની પુછપરછમાં પોતે સાડી પ્રિન્ટિંગનું કામકાજ કરે છે. અગાઉ તેની જોડે કામ કરતા સલમાન અહેમદ દ્વારા બનાવટી ચલણી નોટો છાપવા માટેની તાલીમ તેણે આપવામાં આવી હતી.જ્યાં બંને આરોપીઓ જોડે બનાવટી ચલણી નોટો છાપી બજારમાં વટાવતા હતા.પરંતુ ત્યારબાદ તેના મિત્રએ આ નોટો છાપવાનું બંધ કરી દીધું હતું.જો કે આરોપીને વધુ લાલચ જતા અને ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવી લેવાની લ્હાયમાં પોતે છેલ્લા મહિનાથી બનાવટી ચલણી નોટો પોતાના ઘરે છાપતો હતો.એટલું જ નહીં બનાવટી ચલણી નોટો છાપી ,આ નોટો વટાવવા માટે પોતે શાકભાજી બજાર અથવા નાની- નાની દુકાનોમાં અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરતો હતો.

ત્રણ લાખ રૂપિયા જેટલી બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરી

વધુમાં ઉધના પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી બનાવટી ચલની નોટ છાપવા માટે જે કાગળ નો ઉપયોગ કરતો હતો તે કાગળ બજારમાં સ્ટેશનરીની દુકાનમાંથી ખૂબ જ સરળતાથી મળી રહે છે. સામાન્ય રીતે લોકો 70 જીએસએમ ના કાગળનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આરોપી પોતે સાડી પ્રિન્ટિંગ નો અનુભવ ધરાવતો હોવાથી 75 જીએસએમના કાગળનો ઉપયોગ બનાવટી ચલણી નોટ છાપવા માટે કરતો હતો.જે અસલ 100 રૂપિયાની ચલણી નોટ સાથે સરળતાથી ભળી જાય છે અને કોઈ વ્યક્તિને શંકા પણ ન જાય કે તે બનાવટી ચલણી નોટ હોય છે. પોલીસ પૂછપરછમાં છેલ્લા છ માસ દરમિયાન આરોપીએ અંદાજિત ત્રણ લાખ રૂપિયા જેટલી બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરી છે. આરોપી પ્રતિ દિવસ 2000 થી 2500 જેટલી બનાવટી ચલની નોટો છાપી શાકભાજી બજાર અથવા નાની-નાની દુકાનોમાં ચીજ વસ્તુઓની ખરીદી કરી વટાવતો હતો. એટલું નહીં પરંતુ બનાવટી ચલણી નોટો આપી અસલ નોટો વટાવી લેતો હતો. બનાવટી ચલણી નોટોના આ કાળા કારોબારમાં અન્ય કોઈ મોટા માથાઓની પણ સંડોવણી છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.હાલ ઉધના પોલીસ દ્વારા આરોપીના મિત્ર સલમાન અહેમદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જે આરોપીની ધરપકડ કરવા ઉધના પોલીસની એક ટીમ યુપી જવા રવાના થઈ છે. જે આરોપીની ધરપકડ બાદ બનાવટી ચલની નોટોના આ કાળા કારોબાર અંગે નવા ખુલાસા બહાર આવી શકે છે.

આ પણ વાંચો— Rajkot: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્વિમિંગ પુલમાં ડૂબવાથી બે બાળકીઓના મોત

Whatsapp share
facebook twitter