+

Surat: એસટી બસે રાહદારીને લીધો અડફેટે, યુવકનું ઘટના સ્થળે જ મોત

ST bus Accident, Surat: ગુજરાત સરકાર દ્વારા લોકોને મુસાફરીમાં સરળતા રહે તે માટે એસટી બસની સુવિધા ચાલે છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી આ સેવા ચાલી રહીં છે. પરંતુ…

ST bus Accident, Surat: ગુજરાત સરકાર દ્વારા લોકોને મુસાફરીમાં સરળતા રહે તે માટે એસટી બસની સુવિધા ચાલે છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી આ સેવા ચાલી રહીં છે. પરંતુ કેટલીક વાર અકસ્માતની ઘટનાઓ પણ સર્જાતી હોય છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરત (Surat)માં સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ સામે Gsrtc ની બસે અકસ્માત (ST bus Accident) સર્જ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે.

અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

ખાસ કરીને વાત કરવામાં આવે તો, સુરત (Surat) માં ઝાલોદ સોનગઢ બસે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. જેથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, યુવક જ્યારે રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ત્યારે પુરઝડપે આવતી બસે મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે વરાછા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ તપાસ આરંભી દીધી છે.

રસ્તો ઓળંગી રહેલા યુવકને બસે લીધો અડફેટે

ઉલ્લેખનીય છે કે, અત્યારે અકસ્માતના કેસો સતત વધી રહ્યા છે. જેમાં નિર્દોષ લોકોને અકાળે જીવ જતા હોય છે. ત્યારે સુરતમાં પણ બસની અડફેટે એક યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ પૂરઝડપે આવી રહીં હતી અને રસ્તો ઓળંગી રહેલા યુવકને અડફેટે લઈ લીધો હતો. નોંધનીય છે કે, બસની અડફેટે આવતા તે યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Garvi Gurjari: રાજ્યના 50 વર્ષના ઇતિહાસમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

આ પણ વાંચો: Gondal : મોટામહિકા રોડ પર છોટા હાથીમાંથી રૂ. 5.58 લાખનો વિદેશી દારુ ઝડપાયો, 2 ની ધરપકડ

આ પણ વાંચો: Gir Somnath : દબાણ ઝુંબેશ મુદ્દે BJP-Congress આમને-સામને! હીરાભાઈ જોટવાના ગંભીર આરોપ

Whatsapp share
facebook twitter