+

Surat : મનપાએ સોલીડ વેસ્ટ સહિત વિવિધ પ્લાન્ટમાંથી 140 કરોડની આવક ઊભી કરી

અહેવાલ–રાબીયા સાલેહ, સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન (Swachh Bharat Abhiyan) અંતર્ગત સુરત (Surat) ખુબ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. સ્વચ્છતામાં સુરત મહાનગર પાલિકા ટેકનીકનો ભરપુર…

અહેવાલ–રાબીયા સાલેહ, સુરત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન (Swachh Bharat Abhiyan) અંતર્ગત સુરત (Surat) ખુબ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. સ્વચ્છતામાં સુરત મહાનગર પાલિકા ટેકનીકનો ભરપુર ઉપયોગ પણ કરી રહી છે.સુરત શહેરની સ્વચ્છતાની ચર્ચા ગુજરાતમાં જ નહિ સમગ્ર દેશમાં થાય છે,જેના ભાગરૂપે સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરી આવક મેળવવા અને તેનો ઉપયોગ કરવામાં પાલિકા અવ્વલ રહ્યું છે.સાથે જ સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા સી એન્ડ ડી વેસ્ટ પ્લાન બનાવાયો

રાજ્યની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં તો સમગ્ર વિશ્વમાં મોખરે છે જ આની સાથે સાથે સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરવામાં પણ અવ્વલ છે.એટલું જ નહિ વેસ્ટ થી આવક ઊભી કરવા માટે સુરત રાજ્યમાં સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ડે આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે ૨૦૦૪ માં ડોર ટુ ડોર કલેક્શન ની કામગીરી પાલિકા એ શરૂ કરી હતી. પાલિકા દ્વારા સી એન્ડ ડી વેસ્ટ પ્લાન બનાવાયો છે. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સિવાયના પ્લાસ્ટિક કામમાં લેવામાં આવે છે. તેમજ પ્લાસ્ટિકનો રસ્તા બનાવવાના ઉપયોગમાં પણ લેવામાં આવે છે, સાથે જ એપી એમ સી શાક માર્કેટમાં ૭૫ મેટ્રિક ટન ના પ્લાન્ટ માં શાક માર્કેટમાં થતા વેસ્ટનો નિકાલ કરવાનું પણ પાલિકા એ શરૂ કરાવ્યું છે .તેમજ અન્ય ૧૨ જેટલી શાક માર્કેટમાં પ્લાન્ટ લગાડી વેસ્ટ નો નિકાલ કરવામાં આવે છે. ઝીરો વેસ્ટ પોલિસી અંતર્ગત બાંધકામ સાઈટ અથવા સોસાયટીમાં પણ વેસ્ટ નો નિકાલ કરાય છે.વેસ્ટમાંથી ખાતર બનાવી તેનો ઉપયોગ ગાર્ડનમાં કરવામાં આવે છે. હાલ વેસ્ટ જનરેટ કરી પ્લાન્ટ ને ટ્રિટ કરી શકાય તેમ કુલ ૧૪૦ કરોડ ની આવક પાલિકા મેળવી રહી છે. હાલ સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ નું રોજનું કલેક્સન પણ અન્ય શહેરોની સરખામણીમાં સોથી વધુ છે.

સોલીડ વેસ્ટથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન

સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતી સેવા થી કચરા ગાડી લોકોના ઘર ના દ્વાર સુધી જાય છે અને કચરો એકત્ર કરે છે.જેનું સતત મોનીટરીંગ પણ થાય છે. આ અંગે વધુમાં આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીઘર એ કહ્યું હતું કે સતત ત્રણ વર્ષ થી પાલિકા ને સ્વચ્છતા નો એવોર્ડ મળે છે. ૨૦૦૪ થી પાલિકા દ્વારા ૫૫૦ થી વધુ ડોર ટુ ડોર ના વહિકલ મુકાયા છે. ઘરે ઘરે થી ટાઇમ તું ટાઇમ કચરો લેવામાં આવે છે અને દરેક ઝોનમાં કચરા નો નિકાલ કરવામાં આવે છે. તમામ વાહનોને સ્માર્ટલી મોનીટર કરવામાં આવે છે . દરેક વ્હિકલ ઉપર ટેગ લગાડવામાં આવ્યા છે સુરતનો ૨૦૦૦ થી ૨૨૦૦ ટન જેટલો કચરો મેં પાવર ના હેન્ડલિંગ વગર જુદો કરવામાં આવે છે.એટલું જ નહિ સુરત મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં આ સોલીડ વેસ્ટથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને રોજેરોજ કચરા પેટી સુધી નહિ જવું પડે તે માટે શરુ કરવામાં આવેલી આ સેવા આજે રાજ્યભરમાં વખણાય છે..

ડિસ્પોજલ સાઈડ પર દરરોજ સરેરાશ 1600 થી 1700 મેટ્રિક ટન કચરો

ખજોદ ખાતે આવેલી ડિસ્પોજલ સાઈડ પર દરરોજ સરેરાશ 1600 થી 1700 મેટ્રિક ટન કચરો ઠાલવવામાં આવે છે જેમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ થી 900 મેટ્રિક ટન સોલીડ વેસ્ટ હોય છે. આખા રાજ્યમાં ફક્ત સુરત શહેરમાં આવી સાઈડ છે કે જ્યાં આટલા મોટા પ્રમાણ માં સોલીડ વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે. સાઈડ માં 278 બાય 432 મીટર લેન્ડ ફિલ સેલ છે 10 મીટર ઊંડાઈ વાળા આ લેન્ડ ફિલમાં સોથી પહેલા પ્લાસ્ટિકનું લેયર પાથરવામાં આવે છે ત્યાર બાદ માટી નાખવામાં આવે છે પછી ગ્રવાલ કરી કચરો દમ કરવામાં આવે છે. લેન્ડફીલ સેલ ભરાઈ જાય પછી ફરી પ્લાસ્ટિક ના લેયર પાથરી ક્લોઝ કરી દેવામાં આવે છે.

બંધ વાહનમાં કચરો લઇ જવામાં આવે છે

લોકોના ઘરથી કચરો લઈને ડીસ્પોસલ પ્લાન્ટ સુધી કચરો પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાકટરની છે. માણસો અને તમામ વાહનો કોન્ટ્રાકટરના હોય છે.ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્સન કરી બંધ વાહનમાં એવી રીતે કચરો લઇ જવામાં આવે છે. જેથી કચરો રસ્તામાં નહિ પડે અને સ્વચ્છતા જળવાઈ રહે. લોકોના ઘરેથી કચરો એકત્ર કરી પહેલા તો નજીકના સોલીડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશનમાં લઇ જવાય છે. શહેરમાં આવા છ સોલીડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન છે. ત્યારબાદ મોટા વાહનો દ્વારા ખજોદ ખાતે બનાવાયેલ 188 હેક્ટર ડીસ્પોઝલ સાઈટની જગ્યા પર ડીસ્પોઝલ કરવામાં આવે છે. અગાઉ આ ગર્બેજથી ખાતર તૈયાર કરવામાં આવતું હતું..

આ પણ વાંચો—ગોંડલમાં સ્મશાન મુદ્દે ચાલતા આંદોલનના પારણાં સમયે જ અફરા તફરી, વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter