+

સુરત : વ્યાજખોરો પર અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ

અહેવાલ – રાબિયા સાલેહ સુરતમાં ફરી એકવાર વ્યાજખોરો નો આતંક વધતા પોલીસે લગામ લગાવી છે. વ્યાજખોરો દ્વારા અમરોલી વિસ્તારમાં રહેતા કાપડ વેપારી પાસેથી 50 લાખની સામે 60 લાખ રૂપિયા જેટલી…

અહેવાલ – રાબિયા સાલેહ

સુરતમાં ફરી એકવાર વ્યાજખોરો નો આતંક વધતા પોલીસે લગામ લગાવી છે. વ્યાજખોરો દ્વારા અમરોલી વિસ્તારમાં રહેતા કાપડ વેપારી પાસેથી 50 લાખની સામે 60 લાખ રૂપિયા જેટલી રકમ વસુલવ છતાં વધુ 50 લાખની માંગણી કરી માનસિક ત્રાસ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જે બાદ વ્યાજખોરો સામે અમરોલી પોલીસ દ્વારા કાયદા કિય રીતે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી સાત પૈકીના પાંચ વ્યાજખોરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે વ્યાજખોરો પાસેથી કાપડ વેપારી અને તેની પત્ની પાસેથી લખાવી લેવામાં આવેલા બેંકના બાર જેટલા ચેકો તેમજ એક પ્રોમિસરી નોટ કબ્જે કર્યા છે.વાત છે સુરતના અમરોલી વિસ્તાર ની જ્યાં પોલીસે હાલ કડક કાર્યવાહી કરી છે.ગૃહ રાજ્ મંત્રીના આદેશના બાદ રાજ્યભરમાં વ્યાજખોરો વિરૂદ્ધ એક ઝુંબેશ ચલાવવામાં ચલાવામાં આવી હતી,સામાન્ય માણસની મજબૂરી નો લાભ ઉઠાવી ઊંચું વ્યાજ વસૂલતા વ્યાજ ખોરો સામે કાયદાનો ગાળ્યો કસવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે મોટાભાગના વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તેમ છતાં પોલીસની ભીંસ વધતા કેટલાક વ્યાજ ખોરોએ તો પોતાનો ધંધો સમેટી લીધો હતો.. પરંતુ છેલ્લા લાંબા સમય બાદ પણ સુરત શહેરમાં વ્યાજખોરોનું ભૂત ફરી ધુન્યુ છે.સુરતના અમરોલી વિસ્તારમાં કાપડ વેપારીની મજબૂરી નો લાભ ઉઠાવી ઊંચું વ્યાજ વસૂલી વધુ રૂપિયા માટે માનસિક ત્રાસ આપતા સાત વ્યાજખોરો સામે અમરોલી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અમરોલી પોલીસ ન જણાવ્યા પ્રમાણે અમરોલી પોલીસ મથકની હદમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કૃણાલ મનહરલાલ ભટ્ટ વ્યવસાયે કાપડ વેપારી છે. કાપડની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ધંધાના આર્થિક વિકાસ અને અન્ય જરૂરી કામો માટે કૃણાલ મનહરલાલ ભટ્ટ દ્વારા ઋષભ ઠક્કર, વિપુલ ઠક્કર, રિતેશ ભોંસલે, પુનિત ગોહિલ, અમિત રાડકે, મહાવીર, તેમજ ભરતવાળા પાસેથી 2 ટકાથી લઈ 10% સુધીના અલગ અલગ વ્યાજ દરે રૂપિયા 50 લાખ જેટલી રકમ વ્યાજ પેટે લીધી હતી. વર્ષ 2018માં લીધેલી આ રકમ સામે વેપારી દ્વારા વ્યાજખોરોને 60 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં વ્યાજખોરો દ્વારા વધુ 50 લાખ રૂપિયાની માંગણી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એટલું જ નહીં વ્યાજખોરો દ્વારા વેપારી અને તેની પત્ની પાસેથી અલગ અલગ બેંકના બાર જેટલા ચેકો અને પ્રોમિસરી નોટ પણ લખાવી લેવામાં આવી હતી.

વ્યાજખોરોનું દબાણ વધતાં વેપારી દ્વારા અમિત રાડકે પાસે રૂપિયા 13.50 લાખની રકમ ધીરવામાં આવી હતી.જે ગીરવે મુકેલા દાગીના સામે દર મહિને બે ટકા લેખે વ્યાજ પણ ચૂકવવામાં આવતું હતું.. જેમાં હમણાં સુધી એક લાખ રૂપિયા જેટલું વ્યાજ ચૂકવી દેવાયું હતું. છતાં પણ વ્યાજખોરો દ્વારા અવારનવાર વેપારીની દુકાન પર જઈ ધાકધમકી આપવામાં આવતી હતી.જ્યાં અંતે વ્યાજખોરો ના માનસિક ત્રાસથી કંટાળી વેપારી દ્વારા સુરત પોલીસ કમિશનર સહિત અમરોલી પોલીસ મથકમાં લેખિતમાં અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ કરી રહેલી અમરોલી પોલીસે આ મામલે તમામ વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન સાત પૈકીના પાંચ જેટલા વ્યાજખોરોની અમરોલી પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે. જેમાં પુનિત અશોક ગોયલ,અમિત રાડકે, રિતેશ ભોંસલે,ઋષભ ઠક્કર સહિત વીપુલ ઠક્કરનો સમાવેશ થાય છે.જ્યારે અન્ય બે વ્યાજખોરો મહાવીર અને ભરતવાળાની વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો – ગાંધીનગરમાં પ્રિ-વાઇબ્રન્ટ ‘સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023’નું આયોજન, CMએ કહ્યું- PM મોદીએ 3S સ્પોર્ટ્સ, સ્કીલ અને સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ આપ્યો…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter