+

Protest : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને નજરકેદ કરાયા

TAT and TAT pass candidates : રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો (TAT and TAT pass candidates) એ કાયમી ભરતીની માગ સાથે ફરી એક વાર આંદોલન (Agitation ) શરુ કર્યું…

TAT and TAT pass candidates : રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો (TAT and TAT pass candidates) એ કાયમી ભરતીની માગ સાથે ફરી એક વાર આંદોલન (Agitation ) શરુ કર્યું છે. ઉમેદવારોએ મંગળવારે ગાંધીનગર ખાતે જૂના સચિવાલયના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. ટેટ-ટાટ પાસ ઉમેદવારો સતત બીજા દિવસે વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે અને આજે પણ વિરોધ પ્રદર્શન થાય તેને જોતાં ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાને પોલીસે નજરકેદ કર્યા છે. યુવરાજસિંહના ઘરની બહાર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

રાજ્યમાં શિક્ષકોની 70 હજાર જેટલી જગ્યા ખાલી

રાજ્યમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ફરી એકવાર આંદોલન શરું કર્યું છે. ઉમેદવારોએ કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો. ઉમેદવારોએ મંગળવારે ગાંધીનગરના જૂના સચિવાલયના મુખ્ય ગેટ પર એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉમટી પડ્યા હતા.ઉમેદવારોએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી પથિકાશ્રમ સુધીનો રસ્તો બંધ કર્યો હતો. ઉમેદવારોએ કહ્યું કે રાજ્યમાં શિક્ષકોની 70 હજાર જેટલી જગ્યા ખાલી છે. ખાલી જગ્યાઓ પર ત્વરિત ભરતી કરવા ઉમેદવારોએ માગ કરી હતી. ઉમેદવારોના વિરોધના પગલે ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી

વિરોધની શક્યતાને પગલે ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત

ઉમેદવારોનું કહેવું છે કે ઉમેદવારોને ચૂંટણી પહેલા શિક્ષણ મંત્રી કુંબેર ડિંડોરે આશ્વાસન આપ્યું હતું કે 15 જૂન બાદ ઉમેદવારોની માગણી પુરી કરાશે પણ સરકારે આશ્વાસન જ આપીને સંતોષ માનતાં ઉમેદવારોએ હવે ગાંધીનગર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પણ ગાંધીનગરમાં વિરોધની શક્યતા જોવા મળી રહી છ. વિરોધની શક્યતાને પગલે ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને નજરકેદ

વિરોધ પ્રદર્શનને જોતાં પાટનગર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને નજરકેદ કરાયા છે. યુવરાજસિંહના ઘર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. યુવરાજસિંહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

કાયમી નોકરી ભુલી જવી તે સરકારનું વલણ છે

યુવરાજસિંહે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં આરોપ લગાવ્યો કે સરકાર વાત સાંભળવા તૈયાર નથી. રાજ્યમાં 34 હજાર 400 જેટલી કાયમી શિક્ષકોની જગ્યા ખાલી છે. કાયમી નોકરી ભુલી જવી તે સરકારનું વલણ છે. સરકાર ઉમેદવારોને આતંકવાદી સમજે છે. સરકારે કાયમી ભરતી કરવાનું વચન આપ્યું હતું પણ માત્ર લોલીપોપ જ આપી છે.

પ્રદર્શનકારી યુવાનોને ડિટેઇન કરીને તેમને ગોંધી રખાયા

બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો હતો કે પ્રદર્શનકારી યુવાનોને ડિટેઇન કરીને તેમને ગોંધી રખાયા છે. સરકાર તેમને મુક્ત કરે અને તેની સાથે સંવાદ કરે તે જરુરી છે. યુવાનોના મોબાઇલ લઇ લેવાયા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.

આ પણ વાંચો—- Agitation : ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

 

Whatsapp share
facebook twitter