+

Campaign : AC ચેમ્બરમાં બેઠેલા કૃષિ વિભાગના અધિકારી દોડતા થયા..!

Campaign : રાજ્યમાં નકલી બિયારણ (Duplicate Seeds) ઝડપાવા મુદ્દે ગુજરાત ફર્સ્ટ(Gujarat First) ખેડૂતોની મદદમાં આવ્યું છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા ખેડૂતોનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટે ચલાવેલી ઝૂંબેશ (…

Campaign : રાજ્યમાં નકલી બિયારણ (Duplicate Seeds) ઝડપાવા મુદ્દે ગુજરાત ફર્સ્ટ(Gujarat First) ખેડૂતોની મદદમાં આવ્યું છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા ખેડૂતોનો અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટે ચલાવેલી ઝૂંબેશ ( Campaign) બાદ AC ચેમ્બરમાં બેઠેલા કૃષિ વિભાગના અધિકારી દોડતા થયા છે અને રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા. ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશથી નકલી બિયારણ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાત ફર્સ્ટે મુહિમ ચલાવી

મંગળવારે રાજકોટ પોલીસે શાપર વેરાવળમાંથી નકલી બિયારણનો જથ્થો પકડ્યા બાદ રાજકોટ એસઓજી પોલીસે બુધવારે પણ રાજકોટના ઉપલેટામાંથી વધુ 1.28 લાખનું નકલી બિયારણ ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો હતો. આ નકલી બિયારણ સાબરકાંઠાના ઇડરથી લવાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. નકલી બિયારણ વેચીને ખેડૂતોને છેતરવામાં આવતાં ગુજરાત ફર્સ્ટે ખેડૂતોની ફરિયાદો રજૂ કરી હતી. ગુજરાત ફર્સ્ટે દિવસભર મુહિમ ચલાવીને નકલી બિયારણ વેચતા તત્વોથી સાવધાન રહેવા અને આવા તત્વોને તત્કાળ ઝડપી લેવામાં આવે તેની રજૂઆતો કરી ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો.

AC ચેમ્બરમાં બેઠેલા કૃષિ વિભાગના અધિકારી દોડતા થયા

હવે ગુજરાત ફર્સ્ટની ઝૂંબેશનો મોટો પડઘો પડ્યો છે અને AC ચેમ્બરમાં બેઠેલા કૃષિ વિભાગના અધિકારી દોડતા થયા હતા. ગુજરાત ફર્સ્ટમાં પ્રસારીત થયેલા અહેવાલો બાદ રાજ્યભરમાં કૃષિ વિભાગે દરોડા પાડ્યા હતા. 6 ઝોનમાં 32 ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઇ હતી.

કૃષિ વિભાગે 707 નમૂનાઓ લઈને લેબમાં મોકલ્યા

દરોડા દરમિયાન કૃષિ વિભાગે 707 નમૂનાઓ લઈને લેબમાં મોકલ્યા હતા. અનેક જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા ક્રોસ ચેકિંગ પણ કરાયું હતું.
પોરબંદરની ટીમે અમરેલીમાં દરોડા પાડ્યા હતા અને બિયારણ, દવા અને ખાતર અંગે ચકાસણી કરી હતી તથા શંકાસ્પદ બિયારણના નમૂના લેબમાં મોકલ્યા હતા.

બિયારણ વિક્રેતાઓમાં ફફડાટ

દરોડા દરમિયાન બિયારણ વિક્રેતાઓને ત્યાં સ્ટોકપત્રક, વેચાણ રજીસ્ટરની પણ તપાસ કરાઇ હતી. વાવેતરની સીઝન પહેલાં તંત્રને ગુજરાત ફર્સ્ટે ઢંઢોળ્યું હતું જેના પગલે બિયારણ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ પણ વાંચો– Fake Seeds: શંકાસ્પદ બિયારણના તાર છેક ઈડર સુધી! કાર્યવાહી થતાં અન્ય વિક્રેતાઓ ભયભીત

આ પણ વાંચો— Farmer : 7 વર્ષમાં 150 કરોડનું નકલી બિયારણ ઝડપાયું

Whatsapp share
facebook twitter