+

નિરાધાર બાળકોને નવું જીવન આપવા સુરતના કેટલાક સેવા ભાવિ લોકોએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

અહેવાલ – રાબિયા સાલેહ ખાખી વરદી અને સમાજના કેટલાક સેવાભાવી લોકોએ સાથે મળી બાળકોને જીવાની નવી રાહ આપી છે. સુરતમાં ઉષાબા અને સૌરાષ્ટ્ર સમાજના મહેશ સવાણી અને પોલીસ ઇન્સ્પેકટર એસ…

અહેવાલ – રાબિયા સાલેહ

ખાખી વરદી અને સમાજના કેટલાક સેવાભાવી લોકોએ સાથે મળી બાળકોને જીવાની નવી રાહ આપી છે. સુરતમાં ઉષાબા અને સૌરાષ્ટ્ર સમાજના મહેશ સવાણી અને પોલીસ ઇન્સ્પેકટર એસ એન દેસાઈએ નાના ભૂલકાઓના મુખ પર હસી અને તેમના જીવનમાં ખુશીની લહેર ભરી દીધી છે.

દુનિયામાં નિરાધાર બનેલા બાળકો માટે જીવન જીવવું ખૂબ જ કઠીન હોય છે કેટલાક કિસ્સા ઓમા મા બાપ પોતાનું પાપ છુપાવવા માટે બાળકોને કચરાપેટીમાં નાખી દે છે, જ્યારે કેટલા લાવારીસ જગ્યા પર ફેંકી જતા હોય છે ત્યારે આવા માસુમ બાળકોની આમાં કોઈ જ ભૂલ નથી હોતી. જેથી આવા બાળકોને ભરણપોષણ માટે તેમની નવી જિંદગી આપવા માટે કેટલાક લોકો આગળ આવ્યા છે. મોટાભાગના લોકો નિરાધાર બાળકોને આધાર આપવા માટે પોતાના ઘરે લઈ જઈ તેમનો ઉછેરે કરતા હોય છે. તેવામાં લોકોને ઉત્તમ ઉદાહરણ આપતી એક કહાની સુરતના સચિન વિસ્તાર થી શરુ થઇ છે. સચીન વિસ્તારના એક સોલંકી દંપતિએ 25 વર્ષ અગાઉ શરૂ કરી હતી એક મુહિમ, નિરાધારને આધાર આપવાની મુહિમ. આજે આ મુહિમમાં અન્ય લોકો જોડાયા છે. આજે ઉષાબા દુનિયામાં નથી આપણા વચ્ચે નથી રહ્યા તેઓ પરંતુ તેમના 12 જેટલા નિરાધાર બાળકોને આધાર આપવામાં આવ્યો છે.

શાળામાં સારું શિક્ષણ અને સારા સંસ્કારનું તેમનામાં સિચન કરાયું છે. 25 વર્ષ પહેલાં એક બાળક ઉષા બા એ નવું જીવન આપ્યું હતું, અને આજે એ બાળક મોટું થઈ જીપીએસસીની પરીક્ષા આપી રહ્યો છે ,સાથે જ તેણે પણ અન્ય નિરાધાર બાળકો નો આધાર બનવાનું નક્કી કર્યું છે.ત્યારે સુરત શહેરના એક સામાજિક અગ્રણી અને સમાજમાં મોટું નામ ધરાવતા વ્યક્તિ એ આ નિરાધાર બાળકો ને પોતાનો ફ્લેટ રહેવા માટે આપી ધિધો છે ,સાથે જ તેઓ છોકરાઓને પણ મોટી સ્કૂલમાં શિક્ષણ આપાવી રહ્યા છે ખાખી નું નામ આવતા ભલભલા ના રૂવતા ઉભા થઈ જાય છે પરંતુ આ ખાખી ના બાળકોની સામે જતા જ તેમના મુખ પર ખુશીની લહેર વહી જાય છે,સુરત ના એક પોલીસ અધિકારી એ સંકલ્પ કર્યો છે કે છેલ્લા શ્વાસ સુધી તેઓ નિરાધાર બાળકો નું ધ્યાન રાખશે, આ 12 નિરાધાર બાળકો ને દૂધની કમી નહીં થાય તેની ધ્યાન આ પોલીસ ઇન્સ્પેક્ટર રાખી રહ્યા છે.

સુરતમાં ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં નિરાધાર અને લાવારીસ તેમજ બિન વારસી હાલત માં બાળકો મળતા હોય છે, એક શરૂઆત 25 વર્ષ અગાઉ થઈ હતી, ત્યાર બાદ ધીરે ધીરે અન્ય જગ્યા પર આવા બાળકો મળતા થયા અને પોલીસ પણ પોતે આવા બાળકોને મદદ કરતું થયું,સેવાભાવી સંસ્થા ના ભાગરૂપે ઉષા બા મનહરભાઈ સોલંકી શરૂ કરેલું ભગીરથ કાર્ય આજે પણ અટક્યું નથી અને તેમને સમાજના દરેક વર્ગ દ્વારા સમય અંતરે જરૂરી મદદ પણ મળતી રહી છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને સમાજમાં મોટું નામ ધરાવતા મહેશ સવાણી ઉષાબા સોલંકી ના ઘરે 12 જેટલા નિરાધાર બાળકોને ઉછેરી રહ્યા છે બાળકો ને રહેવા ની સમસ્યા હોવાનું જાણવા મળતાં તેમને મકાનની અને આર્થિક રીતે પણ મદદરૂપ થઈ રહ્યા છે.તેમાં ના કેટલાક બાળકો આજે સખત પરિશ્રમ કરી મા બાપ વગરની જિંદગી જીવી રહ્યા છે , ઉષા બા અવર નવર શહેરના સામાજિક સંસ્થાઓ અને પોલીસ મથક ની મુલાકાત લેતા હોય છે ત્યારે થોડા દિવસ અગાઉ તેમની મુલાકાત ઉધના પોલીસ સ્ટેશનમાં અને રબારી સમાજમાંથી નામ ધરાવતા એસ એન દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે થઈ હતી,ત્યારે તેમની સાથે વાતચીત કરતા ઘણી એવી માહિતીઓ ઉષા બેને તેમેં આપી હતી તેમણે કહ્યું હતું કે આ છોકરાઓને બધું જ મળે છે પરંતુ સાહેબ દૂધ નથી મળતું,જે બાદ પી આઇ એ ઉષા બા સાથેની વાતચીતમાં પૂછ્યું હતું કે બા છોકરાઓ કેટલા લીટર દૂધ પીએ છે તેમને બે લીટરની વાત કરી હતી પરંતુ એસ એન દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એ વચન આપ્યું કે હું છેલ્લા શ્વાસ સુધી તેઓ ગમે ત્યાં હશે.છતાં આ છોકરાઓને દરરોજ પાંચ લીટર દૂધ તેમના સુધી પહોંચાડતા રહેશે જેનો તમામ ખર્ચો હું આપી દઈશ તેવું પી આઈ એ કહ્યું હતું,

ચાર ઓગસ્ટ 2023 ના રોજ ઉષાબા મનહરભાઈ સોલંકી નું હૃદય રોગના હુમલા થી મોત નીપજ્યું હતું તેમના નિરાધાર થયેલા બાર બાળકોને આધાર આપવા લોકો આગળ આવ્યા છે, ઉષા બા કરેલા ભગીરથ કાર્યનો આગળ વધારવા માટે તેમના દ્વારા 22 થી 23 વર્ષ નિરાધાર જીવન જીવતો યુવકને જવાબદારી સોંપી હતી, અને તે યુવક આજે ઉચ્ચ શિક્ષણ કરીને જીપીએસસી પરીક્ષા પણ આપવાની તૈયારી કરી રહ્યો છે

નિરાધાર બનેલા બાળકોને આધાર આપનાર પીઆઈના અંદર છુપાયેલા પિતા અને ભાઈ જેવો સ્વભાવ જોઈ. બે દિવસ અગાઉ જ બે બાળકી ઉધના પોલીસ મથકે પહોંચી હતી,બાળકીઓ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈને મળવા આવી હતિ ત્યારે તેઓએ સાહેબને કીધું મારે તમને રાખડી બાંધવી છે તો પી આઇ એ તેમની પાસે રાખડી પણ બંધાવી હતી. આજે એ છોકરીઓ પાંચ થી સાત વર્ષની છે પી આઇ એ દીકરી ઓને પૂછ્યું હતું કે તારે શું બનવું છે ત્યારે એ છોકરીએ તરત જ જવાબ આપ્યો હતો મારે દેશ માટે કંઈક કરવું છે અને હું આઈપીએસ બનવા માંગુ છું ત્યારે ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ પણ ભાવુક થઈ ગયા હતા અને તેમની ભીની આખો થી ઘણી વસ્તુઓ સમજી શકતા હતા.

છોકરાઓ ઉછેરવા માટે પોલીસ દ્વારા જેટલી વાર માંગણી કરવામાં આવે છે કોઈપણ સરકારી ખર્ચ વગર આ છોકરાઓ અને સમાજના અગ્રણી દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે તેમનું ભરણ પોષણ કરવામાં આવે છે તેમને કપડાં અને વિવિધ વસ્તુઓ આપવામાં આવે છે આ બાબતે ઉધના પીઆઇ એસ એન દેસાઈ એ જણાવ્યું હતું કે મને એક વાતનો આનંદ થાય છે કે હું મારા પરિવાર વતી એક સારું કામ કરી રહ્યો છું અને આ છોકરાઓને જ્યારે હું પહેલીવાર મળ્યો ત્યારે મારા પુત્રો ની તસવીર મારી સામે દેખાઈ હતી ત્યાર થી મેં નિર્ણય કર્યો છે કે મારા થી જ્યાં સુધી જીવાશે અને હું જીવીશ ત્યાં સુધી હું આ બાળકોને મદદ કરતો રહીશ અને મારી ફરજ અદા કરીશ અમારા પરિવારમાં મદદ શબ્દોમાંથી નહીં કહી શકાય પણ મારા પરિવાર દૂધ પૂરું પાડશે અને સમાજના લોકોએ પણ આવા બાળકો ના ઉછેર માટે આગળ આવવું જોઈએ એવું જન જાગૃત અભિયાન ચલાવવું જોઈએ,સમાજમાં આવા બાળકો માટે લોકો હંમેશા આગળ આવતા હોય છે અને તેમાં પોતાના બાળકો તેઓને દેખાતા હોય છે .જેથી આવા બાળકો ને આધાર આપવી એક સાચી માનવતા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter