વડોદરામાં ગઇકાલે હરણી તળાવમાં થયેલ દર્દનાક દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાના મોત નિપજ્યાં હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એ ગુજરાત જ નહીં સમગ્ર ભારતને હવમચાવી દીધું છે. આ ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ ઘટનાના ભોગ બનેલા પરિવારોમાં ભારે આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. આ ભયાવાહ ઘટનાએ સમગ્ર ગુજરાતને હિબકે ચડાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.
SIT ને સોંપવામાં આવી તપાસ
હવે આ દુર્ઘટનાને લગતા વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમગ્ર બબત અંગે હવે તપાસ હરણી પોલીસ પાસેથી લઈ SIT ને સોંપવામાં આવી છે. આ SIT હવે આ બાબત અંગે તપાસ હાથ ધરશે. આ SIT માં 7 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ SIT સમિતિમાં પોલીસ કમિશ્નર મનોજ નિનામાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
1. ટીમમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાને અધ્યક્ષ બનાવ્યા
2. ડીસીપી ઝોન ૪ પન્ના મોમાયાને સુપરવિઝન અધિકારી
3. ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજાને સુપરવિઝન અધિકારી
4. ACP ક્રાઇમ એચ એ રાઠોડ – તપાસ અધિકારી
5. હરણી PI – સી બી ટંડેલ – સભ્ય
6. ક્રાઇમ બ્રાન્ચ PI – એમ એફ ચૌધરી – સભ્ય
7. ક્રાઈમ બ્રાન્ચ PSI પી એમ ધાકડા – સભ્ય
ત્રણ ભાગીદારો સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ
વડોદરાના હરણીમાં બોટ દુર્ઘટનાનો મામલે બીજા પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ મેસર્સ કોટિયા કંપનીના ભાગીદારો સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ભાગીદારોની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.
આ પણ વાંચો — Vadodara News : ભૂલકાંના જીવનને ડૂબાડી દેનારી બોટનું સાઇન્ટિફિક પરિક્ષણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ