+

નિસ્વાર્થ સેવા! 60 વર્ષે યુવાનોને શરમાવે તેવી કસરત કરતા નિવૃત્ત જવાન

60 Year Old Retired Jawan : ભુજ ભચાઉ રાજ્ય ધોરી માર્ગ (Bhuj Bhachau State Highway) પર ધાણેટી ગામ (Dhaneti Village) આવે છે. આ ધાણેટી ગામમાં સીમા સુરક્ષા દળ (Border Security…

60 Year Old Retired Jawan : ભુજ ભચાઉ રાજ્ય ધોરી માર્ગ (Bhuj Bhachau State Highway) પર ધાણેટી ગામ (Dhaneti Village) આવે છે. આ ધાણેટી ગામમાં સીમા સુરક્ષા દળ (Border Security Force) ના 60 વર્ષીય નિવૃત્ત જવાન (60 Year Old Retired Jawan) યુવાનોને નિઃશુલ્ક શરીર કેમ તંદુરસ્ત રાખવું તેની તાલીમ આપે છે. જે આજે એક ઉદાહરણરૂપ બન્યા છે. આજના સમયમાં જ્યારે લોકો પૈસા ખર્ચીને જિમ જઈ રહ્યા છે ત્યારે અહીં તો નિઃશુલ્ક યુવાનોને કસરત કરાવવામાં આવે છે.

નિવૃત્ત જવાનની નિ:શુલ્ક કસરત તાલીમ

ધાણેટી ગામમાં BSF માં ફરજ બજાવી ચુકેલા સંપતસિંહ પ્રતાપસિંહ જાડેજા આજે યુવાનો માટે એક પ્રેરણારુપ બન્યા છે. તેઓ યુવાનોને નિઃશુલ્ક શરીર કેમ તંદુરસ્ત રાખવું તેની તાલીમ આપે છે. તેમનો જન્મ 15.5.1966 માં થયો હતો. તેઓએ સીમા સુરક્ષા દળમાં પોતાની ફરજ દેશના મૅઘાલય, આસામ, બંગાળ, અરૂણાચલ પ્રદેશમાં નિષ્ઠાપૂર્વક બજાવી હતી. તેઓ નિવૃત થયા પછી દરરોજ ગામના છત્રપતિ ક્રિક્રેટ ગ્રાઉન્ડમાં સવારે 6 વાગ્યે પહોંચી જાય છે અને ત્યાં ગામના 50 થી વધુ યુવાનોને શરીર કેમ તંદુરસ્ત રાખવું તે માટેની તાલીમ આપે છે. તેઓ વર્ષોથી આ તાલીમ યુવાનોને આપી રહ્યા છે. સવારે વહેલું ઉઠી જવું તેમજ શરીરને કેમ સ્વસ્થ રાખવુ તે માટેની તાલીમ સતત આપે છે. સૌથી મોટી વાત તો એ છે કે, તેઓ આ માટે કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર તાલીમ આપે છે. આજના સમયમાં જ્યારે લોકો મોંઘા દાટ જિમમાં જઈને ફિટનેસ મેળવે છે ત્યારે અહીં તો નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે જે ઉંમદા ઉદાહરણ કહી શકાય તેમ છે. તેઓ યુવાનોને દરરોજ એરોબિક્સ, સોલ્ડર, ચેસ્ટ, ફાસ્ટ રનિંગ, થાઈ, લેગ્સ, યોગાસન, હનુમાન દંડ, લોન્ગ જમ્પ, હાઇ જમ્પની તાલીમ આપે છે.

ગામના યુવાનો માટે સમર્પિત સમ્પતસિંહ જાડેજા

તેઓના જણાવ્યા પ્રમાણે તેઓ સીમા સુરક્ષા દળમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમનો ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે તેઓ નિવૃત્ત થાય ત્યારે ગામના યુવાનો સ્વસ્થ કેમ રહે તે માટે તેઓ તાલીમ આપશે. આજે તેમનું સ્વપ્ન સાકાર થયુ છે અને યુવાનો સ્વસ્થ રહે તે માટેની તાલીમ આપી રહ્યા છે. સવારે 6 થી 8 ગામના યુવાનોની ગ્રાઉન્ડમાં અચૂક હાજરી હોય છે. યુવાનો પણ સંપતસિંહ જાડેજાની મહેનતને લઈને હોંશે હોંશે આવે છે. આ કાર્યથી ગામના લોકો પણ ખુશ છે. તેઓ દરેક યુવાનોને સેનામાં જવા પ્રોત્સાહન પૂરું પાડે છે. આજે 60 વર્ષની વયે પણ સંપતસિંહ દોડે છે, વજન ઉપાડે છે, કસરત યોગા કરાવે છે જે એક ઉમદા કાર્ય કહી શકાય છે.

અહેવાલ – કૌશિક છાંયા

આ પણ વાંચો – ગુજરાતના બહુચર્ચિત સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર!

આ પણ વાંચો – Ahmedabad : આંગડિયા પેઢીના કર્મચારીઓને ફિલ્મી ઢબે લૂંટી લેવાયા, રૂ.65 લાખ લઈ લૂંટારુઓ ફરાર

Whatsapp share
facebook twitter