+

Ahmedabad : ધોળકામાં ધનતેરસની પૂજા માટે બેન્કમાંથી લીધેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ

અમદાવાદના ધોળકામાં ધોળા દિવસે લૂંટ બેન્કમાંથી દાગીના લઈ નીકળેલો વ્યક્તિ લૂંટાયો ધનતેરસની પૂજા માટે દાગીના લઈ જતો હતો પોલીસ ચોકીથી માત્ર 100 દૂર લૂંટની ઘટના બાઈક સવાર બે શખ્સ લૂંટ…

અમદાવાદના ધોળકામાં ધોળા દિવસે લૂંટ
બેન્કમાંથી દાગીના લઈ નીકળેલો વ્યક્તિ લૂંટાયો
ધનતેરસની પૂજા માટે દાગીના લઈ જતો હતો
પોલીસ ચોકીથી માત્ર 100 દૂર લૂંટની ઘટના
બાઈક સવાર બે શખ્સ લૂંટ ચલાવીને ફરાર
પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

ધનતેરસના દિવસે જ અમદાવાદના ધોળકામાં સોના ચાંદીના દાગીનાની સનસનાટીભરી લૂંટ થઇ છે. બનાવના પગલે પોલીસ સ્થળ પર ધસી ગઇ છે અને સીસી ટીવી ફુટેજના આધારે તપાસ શરુ કરી છે.

ધનતેરસની પૂજા માટે દાગીના લીધા હતા

અમદાવાદના ધોળકામાં ધોળા દિવસે સનસનાટીભરી લૂંટની ઘટના બની છે. મળેલી માહિતી મુજબ ધોળકાના કલીકુંડ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક પાસે આ લૂંટની ઘટના બની છે. એક વ્યક્તિ આજે ધન તેરસ હોવાથી યનિયન બેન્કના લોકરમાં મુકેલા દાગીના લેવા આવ્યો હતો. તેમણે ધનતેરસની પૂજા માટે બેન્કમાંથી દાગીના લીધા હતા.

5 તોલા સોનું અને 1 કિલો ચાંદીના દાગીનાની લૂંટ

તેમણે બેન્કમાંથી 5 તોલા સોનું અને 1 કિલો ચાંદીના દાગીના લીધા હતા અને બેન્કમાંથી બહાર નિકળ્યા ત્યારે પલ્સર બાઇક પર આવેલા 2 લૂંટારા તેમના હાથમાંથી દાગીનાની ચીલઝડપ કરી ફરાર થઇ ગયા હતા.

100 મીટરની હદમાં જ પોલીસ ચોકી

નવાઇની વાત એ છે કે કલીકુંડ વિસ્તારમાં જ્યાં આ બનાવ બન્યો તેની 100 મીટરની હદમાં જ પોલીસ ચોકી આવેલી છે અને પોલીસ ચોકીની સામે જ લૂંટનો બનાવ બનતાં લૂંટારુઓએ પોલીસને પડકાર ફેંક્યો હતો.

સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરુ

બનાવના પગલે પોલીસ સ્થળ પર ધસી ગઇ હતી અને સીસી ટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરુ કરી હતી. લૂંટારા ધોળકાથી સરોડા રોડ પર ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો—DANG : વાઘ બારસના દિવસે આદિવાસીઓએ કરી વાઘ દેવની પૂજા

Whatsapp share
facebook twitter